રેલવેમાં આ રેલવે સ્ટેશનો પર આવતી 25 થી વધુ ટ્રેનોમાં કરવામાં આવી રહ્યો છે ટાઈમ ટેબલ નો ફેરફાર

આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2020 થી ભારતમાં શરૂ થયેલી કોરોના મહામારી ને કારણે દેશના અનેક વિસ્તારોમાં લોકોને પ્રભાવિત થવાનો વારો આવ્યો હતો. એટલું જ નહીં સેંકડો નહીં પરંતુ હજારો લોકોએ આ મહામારીમાં પોતાના સ્વજનો અને પરિવારના સભ્યોને ગુમાવ્યા હતા. ખાસ કરીને કોરોના મહામારી ની વર્ષ 2021 માં આવેલી બીજી લહેર કોરોના મહામારી ની પહેલી લહેર કરતા પણ વધુ ઘાતકી સાબિત થઇ હતી. અને હાલ શહેરમાં કોરોના ની પહેલી લહેર કરતા પણ વધુ લોકોના મૃત્યુ થયા હતા.

image source

કોરોના મહામારી એ ફક્ત માણસોનો જ ભોગ નહોતો લીધો. પરંતુ આ મહામારી ને કારણે ભારતના સૌથી મોટા પબ્લિક ટ્રાન્સપોર્ટ અને લોડિંગ ટ્રાન્સપોર્ટ ગણાતા એવા રેલવે તંત્રને પણ ઇતિહાસમાં ક્યારેય ના જોઈ હોય તેવી ખોટ વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે ધીમે-ધીમે ભારતીય રેલવેતંત્ર શરૂ થઈ રહ્યું છે. અને તેનું નિયમિત રીતે અપડેટ પણ થઈ રહ્યું છે.

Indian Railways : ભારતીય રેલવેતંત્ર આગામી 10 સપ્ટેમ્બરથી 28 ટ્રેન નો ટાઈમ ટેબલ ફેરફાર કરવા જઈ રહી છે. આ અંતર્ગત કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, મિરઝાપુર, ફતેપુર અને ઈટાવા રેલ્વે સ્ટેશન પર ટાઈમ ટેબલ ચેન્જ કરવામાં આવશે. યાત્રીઓએ પોતાની યાત્રા શરૂ કરવા પહેલા રેલવેની વેબસાઇટ, એસ.એમ.એસ અને અન્ય સુવિધાઓ દ્વારા ટ્રેનના સમય અનુસાર પોતાની યાત્રા વિશે પ્લાનિંગ કરવું.

image source

રેલવવા તરફથી આ 28 ટ્રેનોના આગમન અને પ્રસ્થાન કરવાના સમયમાં આંશિક રૂપે પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. ઉત્તર મધ્ય રેલવે એટલે કે નોર્થ સેન્ટ્રલ રેલવે તરફથી આ 28 ટ્રેનો ના અમુક રેલવે સ્ટેશન ઉપર આગામી 10 સપ્ટેમ્બરથી અલગ-અલગ તારીખ અનુસાર આગમન અને પ્રસ્થાન ના સમયમાં આંશિક રૂપે પરિવર્તન કરવામાં આવશે.

આ આંશિક પરિવર્તન ઉત્તર મધ્ય રેલવે ના કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, મિરઝાપુર, ફતેપુર અને ઈટાવા રેલ્વે સ્ટેશનો પર લાગુ કરવામાં આવશે. જેથી કરીને આ રૂટ પર યાત્રા કરવા માંગતા રેલવે યાત્રીઓએ પોતાની યાત્રા શરૂ કરવા પહેલા ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ, એસ.એમ.એસ અને અન્ય સુવિધાઓ દ્વારા ટ્રેનોના આગમન અને પ્રસ્થાન આ સમયને જાણીને પોતાની યાત્રાનું પ્લાનિંગ કરવું.

image source

આ સાથે આપવામાં આવેલી તસવીરોમાં દર્શાવેલી ટ્રેનોનું આગમન અને પ્રસ્થાન ના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે

ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી લેફ્ટનન્ટ shashi kiran ના જણાવ્યા અનુસાર જે 28 ટ્રેનોના આગમન અને પ્રસ્થાન ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એમાં કાનપુર સેન્ટર રેલ્વે સ્ટેશન પર આવતી 19 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે

image source

પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર ત્રણ ટ્રેનો, mirzapur railway station, ફતેહપુરા રેલવે સ્ટેશન, અને ઇટાવા રેલ્વે સ્ટેશન પર બે બે ટ્રેનના માર્ગમાં નિર્ધારિત તારીખથી પ્રારંભિક સ્ટેશનો પર સમય પરિવર્તન કરવામાં આવી રહ્યું છે.