નવી દિલ્હી દૌરાઈ વચ્ચે ચાલતી આ ટ્રેન હવે આગામી 5 સપ્ટેમ્બરથી અજમેર થઈને ચાલશે

વર્ષ 2020 માં ભારતમાં શરૂ થયેલી કોરોના મહામારી ને કારણે દેશના અનેક વિસ્તારોમાં લોકોને પ્રભાવિત થવાનો વારો આવ્યો હતો. એટલું જ નહીં સેંકડો નહીં પરંતુ હજારો લોકોએ આ મહામારીમાં પોતાના સ્વજનો અને પરિવારના સભ્યોને ગુમાવ્યા હતા. ખાસ કરીને કોરોના મહામારી ની વર્ષ 2021 માં આવેલી બીજી લહેર કોરોના મહામારી ની પહેલી લહેર કરતા પણ વધુ ઘાતકી સાબિત થઇ હતી. અને હાલ શહેરમાં કોરોના ની પહેલી લહેર કરતા પણ વધુ લોકોના મૃત્યુ થયા હતા.

image source

કોરોના મહામારી એ ફક્ત માણસોનો જ ભોગ નહોતો લીધો. પરંતુ આ મહામારી ને કારણે ભારતના સૌથી મોટા પબ્લિક ટ્રાન્સપોર્ટ અને લોડિંગ ટ્રાન્સપોર્ટ ગણાતા એવા રેલવે તંત્રને પણ ઇતિહાસમાં ક્યારેય ના જોઈ હોય તેવી ખોટ વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે ધીમે-ધીમે ભારતીય રેલવેતંત્ર શરૂ થઈ રહ્યું છે. અને તેનું નિયમિત રીતે અપડેટ પણ થઈ રહ્યું છે.

Indian Railways : રાજસ્થાનના દૌરાઈ અને નવી દિલ્હી વચ્ચે ચાલી રહેલી ટ્રેનોને હવે અજમેર થઈને ચલાવવામાં આવશે. રેલવે પ્રશાસન તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર આગામી 5 સપ્ટેંબરથી દિલ્હી અને રાજસ્થાનના દૌરાઈ વચ્ચે બંને દિશાઓથી ચાલી રહેલી ટ્રેન આગામી 5 સપ્ટેંબરથી તેના નવા ટર્મિનલ અજમેર થી સંચાલિત કરવામાં આવશે.

image source

રાજસ્થાનના દૌરાઈ અને નવી દિલ્હી વચ્ચે ચાલી રહેલી ટ્રેનોને હવે અજમેર થઈને ચલાવવામાં આવશે. આ નિર્ણય ભારતીય રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર ઉપર વાત કરી તેમ રાજસ્થાનના દૌરાઈ નવી દિલ્હી વચ્ચે બંને દિશાઓથી ચાલી રહેલી ટ્રેનોને આગામી 5 સપ્ટેંબરથી તેના નવા ટર્મિનલ અજમેર થી સંચાલિત કરવામાં આવશે. એટલા માટે આ ટ્રેનોમાં યાત્રા કરવા ઇચ્છતા અને યાત્રા કરી રહેલા આ રેલવે યાત્રી હોય પોતાની યાત્રા શરૂ કરતા પહેલા જરૂરી માહિતી લઈ લેવી આવશ્યક રહેશે. જેના કારણે તેઓને યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન વેઠવી પડે.

image source

ઉત્તર પશ્ચિમ રેલવે અંતર્ગત સંચાલિત કરવામાં આવનારી આ ટ્રેનને નવા ટાઇમટેબલ ને લઈને સૂચના આપી દેવામાં આવી છે નવી દિલ્હી દૌરાઈ, નવી દિલ્હી શતાબ્દી સ્પેશિયલ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશનને પરિવર્તિત કરીને હવે નવી દિલ્હી અજમેર નવી દિલ્હી ના મધ્ય સંચાલિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉત્તર પશ્ચિમ રેલવે ના મુખ્ય જન સંપર્ક અધિકારી લેફ્ટિનેન્ટ શશી કિરણ ના જણાવ્યા અનુસાર ગાડી સંખ્યા 04051, નવી દિલ્હી અજમેર શતાબ્દી સ્પેશિયલ ટ્રેન આગામી 5 સપ્ટેંબરથી નવી દિલ્હીથી 06.10 વાગ્યે રવાના થઈને 12.55 વાગ્યે અજમેર પહોંચશે.

image source

આજ રીતે ગાડી સંખ્યા 04052 અજમેર નવી દિલ્હી સ્પેશિયલ આગામી 5 સપ્ટેંબરથી અજમેર થી 15.45 વાગ્યે રવાના થશે અને 22.40 વાગ્યે નવી દિલ્હી પહોંચશે.