સરળ થઇ જશે જીવન..બસ ખાલી આ રીતે કુંડળીમાં રહેલા તમામ દોષોને કરી દો દૂર અને થઇ જાવો ચિંતામુક્ત

જો કોઈ જાતકની જન્મ કુંડળીમાં ગુરુ ગ્રહ લગ્ન ભાવમાં છે તો ગુરુ ગ્રહ પૂર્વજોની આત્માઓના આશિર્વાદ કે પછી દોષ દર્શાવે છે. જાતક દ્વારા એકલામાં કે પછી પૂજા કરતા સમયે આ આત્માઓની ઉપસ્થિતિ હોવાનો પણ આભાસ થાય છે. આવી વ્યક્તિને અમાવસ્યા અને ગ્રહણના સમયે દૂધનું દાન કરવું જોઈએ.

image source

જો કોઈ જાતકની જન્મ કુંડળીમાં ગુરુ દ્રિતીય ભાવમાં કે પછી અષ્ટમ ભાવમાં છે તો વ્યક્તિ પૂર્વ જન્મમાં ઘણા મોટા સંત સ્વભાવના જ્ઞાની પુરુષ રહ્યા હશે અને કેટલીક અતૃપ્ત ઈચ્છાઓ પૂરી નહી થવાના કારણે આવી વ્યક્તિને ફરીથી જન્મ લેવો પડે છે.

આવી વ્યક્તિ પર અદ્રશ્ય પ્રેતાત્માઓના આશીર્વાદ રહે છે. સારા કર્મ અને ધાર્મિક પ્રવૃત્તિથી આ જાતકની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આવી વ્યક્તિઓ સંપન્ન ઘરમાં જન્મ લે છે અને ઉત્તરાર્ધમાં ધાર્મિક પ્રવૃત્તિથી ભરેલ જીવન પસાર કરે છે. એમનું જીવન સાધારણ પરંતુ સુખમય હોય છે અંતે મોક્ષને પણ પ્રાપ્ત કરી લેતા હોય છે.

image source

જો કોઈ જાતકની જન્મ કુંડળીમાં ગુરુ ગ્રહ ત્રીજા ભાવમાં કે પછી છઠ્ઠા ભાવમાં હોય છે તો આ જાતકના પૂર્વજોમાં (માતા કે પછી પિતાના પરિવારના સભ્યોમાં) કોઈ સતી થયા છે અને એમના આશિર્વાદથી જાતકનું જીવન સુખમય પસાર થાય છે, પરંતુ શ્રાપિત હોવાના લીધે શારીરિક દુઃખ, આર્થિક અને માનસિક મુશ્કેલીઓથી ભરેલ જીવન પસાર થાય છે. કુળ દેવી કે પછી માતા ભગવતીની આરાધના કરવાથી આવી વ્યક્તિઓને લાભ મળે છે.

કોઈ જાતકની જન્મ કુંડળીમાં ગુરુ ગ્રહ ચોથા ભાવમાં હોય છે તો આ જાતકના રૂપમાં પૂર્વજો મહતી કોઈએ પાછા આવીને જન્મ લેતા હોય છે. પૂર્વજોના આશિર્વાદથી આવા જાતકનું જીવન આનંદમય પસાર થાય છે અને શ્રાપિત હોવાના લીધે આવા જાતક મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે. તેઓ હંમેશા ભયભીત રહ્યા કરે છે. આવી વ્યક્તિને વર્ષમાં એકવાર પૂર્વજોના સ્થાન પર જઈને પૂજા- અર્ચના કરવી જોઈએ અને પોતાના મંગલમય જીવનની કામના કરવી જોઈએ.

image source

જો કોઈ જાતકની જન્મ કુંડળીમાં ગુરુ ગ્રહ પાંચમા ભાવમાં કે પછી નવમા ભાવમાં હોય છે તો આવા જાતકો પર વૃદ્ધો (પૂર્વજો)નો છાયો હંમેશા મદદ કરતા રહે છે. આવી વ્યક્તિ માયાના ત્યાગી અને સંત સમાન વિચારોથી ભરપુર રહે છે. જેમ જેમ જાતકની ઉમર વધતી જાય છે, તેમ તેમ જાતકને બ્રહ્મ જ્ઞાન વધતું જાય છે. આવી વ્યક્તિના શ્રાપ (બદ્દદુઆ) પર મોટાભાગે અસર (પ્રભાવ) દર્શાવે છે એટલે કે શ્રાપના ખરાબ પ્રભાવ થતા નથી.

કોઈ જાતકની જન્મ કુંડળીમાં ગુરુ ગ્રહ સપ્તમ ભાવમાં કે પછી દશમ ભાવમાં હોવાથી પૂર્વ જન્મના સંત- પ્રવૃત્તિ, ધાર્મિક વિચાર અને ભગવાન પર અતુટ શ્રદ્ધા ધરાવનાર હોય છે. જો દશમ, નવમ અને અડીયારમાં ભાવમાં શનિ ગ્રહ કે પછી રાહુ ગ્રહ હોય છે તો આવી વ્યક્તિ ઘણા મોટા સંત થાય છે અથવા આર્થિક રીતે તો પ્રગતિ કરે જ છે પરંતુ અંતિમ સમયમાં ભગવાનના પ્રત્યે પૂર્ણ રૂપે સમર્પિત થઈ જાય છે.

image source

જો કોઈ જાતકની જન્મ કુંડળીમાં શનિ ગ્રહ કે પછી રાહુ ગ્રહ ત્રીજા ભાવમાં કે પછી છઠ્ઠા ભાવમાં હોય છે તો આવી વ્યક્તિને અદ્રશ્ય પ્રેતાત્માઓ ભવિષ્યમાં થવાની ઘટનાઓનો પૂર્વાભાસ કરાવવામાં મદદ કરે છે. આવી વ્યક્તિ જમીન સંબંધિત કાર્ય (ઘર, જમીનની નીચે શું છે) આવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. આવા વ્યક્તિઓ ક્યારેક ક્યારેક અકારણ ભયથી પીડિત થઈ જાય છે.

કોઈ જાતકની જન્મ કુંડળીમાં ગુરુ ગ્રહ અગિયારમા ભાવમાં હોવાથી આ જાતક પૂર્વ જન્મમાં તંત્ર- મંત્ર અને ગુપ્ત વિદ્યાઓના જાણકાર રહ્યા હશે. આવા જાતક આ જન્મમાં માનસિક અશાંતિથી ભરેલ હોય છે. કેટલાક ખોટા કાર્ય કરવાના લીધે દુષિત પ્રેતાત્માઓ જાતક અને તેમના પરિવારના સભ્યોના પારિવારિક સુખમાં વિઘ્નો આવતા રહે છે. રાહુ ગ્રહની યુતિ થવાથી આ જાતકને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી વ્યક્તિઓને માતા આદ્ય કાળીની આરાધના કરવી જોઈએ અને સંયમથી જીવન પસાર કરવું જોઈએ.

image source

જો કોઈ જાતકની જન્મ કુંડળીમાં બારમા ભાવમાં ગુરુ ગ્રહની સાથે શનિ ગ્રહ, રાહુ ગ્રહનો યોગ થાય છે તો આવી વ્યક્તિએ પૂર્વ જન્મમાં ધાર્મિક સ્થાન (મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા વગેરેને ) નષ્ટ કર્યા હશે, જેને તે વ્યક્તિ આ જન્મમાં પુરા કરવાના છે. આવી વ્યક્તિને અદ્રશ્ય રીતે સારી આત્માઓ ગુપ્ત રીતે સાથ આપે છે અને એમને ધાર્મિક પ્રવૃત્તિ કરવાથી લાભ પણ થાય છે. અયોગ્ય ખાનપાનની રીતના કારણે આવી વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે.

જો કોઈ જાતકની જન્મ કુંડળીમાં શનિ ગ્રહ લગ્ન ભાવમાં છે તો આવી વ્યક્તિ પૂર્વ જન્મમાં સારા વૈધ કે પછી જૂની વસ્તુઓ, જડી- બુટ્ટીઓ, ગુઢ વિદ્યાઓના જાણકાર અવશ્ય રહ્યા હશે. આવી વ્યક્તિઓને સારી આત્માઓ અદ્રશ્ય રીતે મદદ કરે છે. એમને નાનપણમાં બીમારી કે પછી આર્થિક મુશ્કેલીઓથી ભરેલ રહે છે. આવા જાતકો એ મકાનમાં નિવાસ કરે છે, જ્યાં પ્રેતાત્માઓનો નિવાસ હોય છે. એમની (પ્રેતાત્માઓની) પૂજા- અર્ચના કરવાથી આવી વ્યક્તિને લાભ થાય છે.

image source

જો કોઈ જાતકની જન્મ કુંડળીમાં શનિ ગ્રહ બીજા ભાવમાં હોય તો આવી વ્યક્તિ પૂર્વ જન્મમાં કોઈ વ્યક્તિને અકારણ હેરાન (કે પછી દુષ્ટ આત્માઓને કષ્ટ આપવાના કારણે) એમની બદદુઆ (શ્રાપ)ના કારણે આર્થિક, શારીરિક, પારિવારિક મુશ્કેલીઓનો ભોગ બને છે. રાહુ ગ્રહનો સંબંધ દ્રિતીય ભાવ સાથે હોવાથી આવા જાતક નિદ્રા રોગ, ડરામણા સપનાથી ભયભીત થનાર હોય છે. કોઈ પ્રેતાત્માનો છાયો અદ્રશ્ય રીતે તેમના પ્રત્યેક કાર્યોમાં અડચણ ઉભી કરે છે. આવી વ્યક્તિ માનસિક રીતે ખુબ જ હેરાન થતી રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ