આ ખોડલ માતાજીના મંદિરના કુવાનું પાણી છે ચમત્કારિક, અનેક રોગોના કરી દે છે ચમત્કારિક ઈલાજ

આજે મિત્રો વાત કરીશું ચમત્કારિક કુવાની શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ચત્કારિક કૂવો હોઈ શકે તો મિત્રો આ વાત તદ્દન સાચી છે. આ વાત ગુજરાતના એક જિલ્લામાં નાનકડું ગામ આવેલું છે ત્યાં આ ચમત્કારીક કૂવો આવેલો છે, ત્યાં ખોડીયાળ માનું મંદિર છે, ત્યાં એની બાજુમાં આ ચમત્કારી કૂવો આવેલ છે. એવું માનવામાં આવે છે કે તમે આ ચમત્કારિક કુવાનું પાણી એકવાર પીવાથી તમારા પેટ ના ઘણા બધા રોગો મટી જાય છે.

image source

ગુજરાત ના સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર તાલુકા દેવરિયા ગામમાં એક હજાર ચારસો વર્ષ જૂનું ખોડીયાળ માતાજી નું મંદિર આવેલું છે. ત્યાં એક ચમત્કારિક કૂવો આવેલો છે એનું નામ સાણ કૂવો છે. આ કુવા ની એવી માન્યતા છે કે તમે આ કુવા નું એક વાર પાણી પીવો તો તમારા પેટના ધણા બધા રોગો મટી જાય છે. ગામ લોકો નું કહેવું છે. આ કૂવાનું પાણી સ્વાદમાં થોડું ખારું હોય છે.

image source

દેવળીયા ગામે સાણ કૂવાની જગ્યામાં દર પૂનમે માઇ ભકતો દર્શનાર્થે આવે છે. ત્યારે પોષ મહિના ની પૂનમનો મહિમા વધારે હોવાથી પોષી પૂનમનાં દિવસે આ જગ્યામાં બિરાજમાન ખોડીયાર મંદિરે સવારથી જ ભક્તો ઉમટી પડયા હોય છે. ત્યારે સાંજે આરતી સમયે દિવડાઓથી ત્રિશુલ અને માં લખેલી કૃતિ બનાવવામાં આવતા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

image source

ખોડિયારમાં ના આ મંદિરે પૂનમનો મહિમા અનેરો હોય છે. લાખો ની સંખ્યા માં ભકતો દર્શન કરવા આવતા હોય છે, આજુ બાજુ ના ગામ ના લોકો આવે છે, પ્રસાદી લે છે કૂવા નું પાણી પીવે છે અને ધન્યતા અનુભવે છે. અહિયા લોકો માનતા રાખે છે, અને તેને પૂરી કરવા આવે છે. અહિયા આવતા તમામ ભક્તો ના દુ:ખો માં દૂર કરે છે, અને અહી ચમત્કારી કૂવા નું પાણી હમેશા સાફ જ હોય છે. અહિયા ના લોકો કૂવા નું ધ્યાન રાખે છે, અહી આવતા તમામ ભક્તો આ કુવાનું પાણી પીવે છે.

image source

આ ખોડીયાર માતાજી ના મંદિરે દર પૂનમે મેળો ભરાય છે, લોકો નું માનવ મહેરામણ ઉમટી પડે છે, માં ખોડીયાળ ને દિલ થી દર્શન કરીને લોકો આ ચમત્કારીક કુવાનું પાણી પણ પીવે છે, અહીં દર પૂનમે વિના મૂલ્યે લોકોને જમણવાર રૂપી પ્રસાદ આપવામાં આવે છે. મંદિર માં આજુબાજુ માં ગામ તથા દૂર થી લોકો દર્શન કરવા આવે છે અને માં ખોડિયાર ના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.