હરભજન સિંહ સાથે લગ્ન પછી કેમ ગીતા બસરાએ રાખ્યું ફિલ્મોથી અંતર, એક્ટ્રેસે જાતે જણાવ્યું કારણ.

ક્રિકેટર હરભજન સિંહની પત્ની અને બોલીવુડની અભિનેત્રી ગીતા બસરા બીજીવાર માતા બનવાની છે. બોલીવુડમાં અમુક ફિલ્મોમાં દેખાઈ ચુકેલી ગીતા બસરાએ હરભજન સિંહ સાથે લગ્ન કર્યા પછી ગ્લેમર ઇન્ડસ્ટ્રીથી અંતર રાખ્યું હતું. આખરે કેમ હરભજન સાથે લગ્ન કર્યા પછી ગીતા બસરાએ ફિલ્મોથી અંતર રાખ્યું હતું? એનું કારણ એક્ટ્રેસે જણાવ્યું છે. હાલ એક્ટ્રેસ પ્રેગ્નેન્ટ છે અને બીજીવાર માતા બનવાની છે.

image source

હરભજન સિંહ અને ગીતા બસરાને એક દીકરી છે જેનો જન્મ વર્ષ 2016માં થયો હતો અને કપલે એનું નામ હીનાયા રાખ્યું છે. હાલમાં જ ગીતા બસરાએ એક ઇન્ટરવ્યૂમાં હરભજન સાથે લગ્ન અને એમની સાથે ફેમીલી શરૂ કર્યા પછી ફિલ્મોમાં પરત ન ફરવાના પોતાના નિર્ણય વિશે વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું કે એ જ્યારે કામ પર પરત ફરવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે ત્યારે એ વિશે વિચાર કરશે. એમને એમ પણ કહ્યું કે સ્ત્રીઓએ પોતાના પેશનને ફોલો કરવું જોઈએ અને એને ફક્ત મધરહુડ દ્વારા પરિભાષિત ન કરવું જોઈએ.

image source

એક એન્ટરટેનમેન્ટ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં ગીતાએ જણાવ્યું કે એ એક વર્કિંગ મોમની સાથે મોટી થઈ છે, જેમને કામની સાથે સાથે પોતાની ફેમિલીનું પણ ખૂબ જ સારી રીતે ધ્યાન રાખ્યું છે. આજે અમારી પાસે જે કઈ પણ છે એ એનું કારણ છે. હું એને પ્રેરણા તરીકે લઉં છું. મને લાગે છે કે સ્ત્રીઓએ હાર ન માનવી જોઈએ અને પોતાના પેશનને ફોલો કરવું જોઈએ.

image source

આગળ એક્ટ્રેસે જણાવ્યું કે એક માતા હોવાના લીધે હું મારા જીવનમાં અત્યાર સુધીની સૌથી વધુ રિવોર્ડ આપનારી ભૂમિકામાં રહી છું. હું હીનાયાને દરેક પળે પ્રેમ કરું છું. આ મારી વ્યક્તિગત પસંદ હતી કે હું કામ નહોતી કરવા માંગતી, હું મધરહુડને એટલું એન્જોય કરી રહી હતી કે હું મારી દીકરી સાથે દરેક ક્ષણ રહેવા માંગતી હતી, પહેલીવાર એનું ચાલવું, એનું પહેલું સ્મિત અને એના મોઢામાંથી નીકળેલા પહેલા શબ્દોને હું મિસ નહોતી કરવા માંગતી.

Geeta Basra and Harbhajan Singh
image source

એમને કહ્યું કે મલ્ટીટાસ્કિંગ હોવાનો ગુણ સ્ત્રીઓમાં સ્વાભાવિક પણે જ આવે છે અને એને ફક્ત મધરહુડમાં પરિભાષિત ન કરવો જોઈએ પણ આ એક વ્યક્તિગત પસંદ છે. એ સાથે જ એક્ટ્રેસે કહ્યું કે હું જે કરું છું, એને એન્જોય કરું છું જ્યારે સમય મળશે અને જ્યારે હું તૈયાર થઈ જઈશ ત્યારે નિશ્ચિત પણે હું કામ પર પરત ફરીશ.

image source

ગીતા અને હરભજનનું બીજું બેબી આ વર્ષે જુલાઈમાં આવવાનું છે. બીજી વાર માતા બનવા પર એક્ટ્રેસે હાલમાં જણાવ્યું હતું કે આ બહુ જ અલગ છે અને આ પ્રેગ્નનસી પણ અઘરી રહી છે. હીનાયા દરમિયાન પ્રેગ્નનસી ઘણી જ સ્મૂધ હતી પણ આ વખતે ખાવાપીવામાં તકલીફ પડી રહી છે.

image source

મને કોઈ વસ્તુ માટે ક્રેવિંગ નથી થઈ રહ્યું. હું કંઈક સારી વસ્તુ ખાવાની મજા માણવા માંગુ છું. આશા છે થોડા મહિનામાં વસ્તુઓ બદલાઈ શકે છે.