ટેલિકોમ સેકટરમાં તોતિંગ દેવું ધરાવતી વોડાફોન આઈડિયા બંધ થશે કે કેમ ?

ભારતનું ટેલિકોમ સેકટર હાલના દિવસોએ ચર્ચામાં છે. ખાસ કરીને વોડાફોન આઈડિયાને કારણે. અસલમાં કંપની વધી રહેલા નુકશાન અને નવા રોકાણ બંધ થવાના કારણે મુશ્કેલીમાં આવી ગઈ છે. ત્યાં સુધી કે કંપનીના ચેરમેન કુમાર મંગલમ બીડલાએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તમામ પ્રયાસો બાદ પણ કંપનીની મુશ્કેલી ઘટવાને બદલે વધતી જઈ રહી છે. આ પરિસ્થિતિમાં જો કંપની બંધ થાય તો તેની અસર કંપનીના 28 કરોડ ગ્રાહકો પર તો પડશે જ પરંતુ સાથે સાથે 8 મોટી બેંકો પર પણ તેનો પ્રભાવ પડશે.

image source

વોડાફોન આઈડિયાની મુશ્કેલીઓ વધવાની સાથે સાથે SBI સહિત દેશની 8 મોટી બેંકો પર પણ તેની અસર જોવા મળશે. અસલમાં કંપની પર 1.80 લાખ કરોડ રૂપિયાનું દેવું છે જે તેણે અલગ અલગ પ્રકારે લીધું છે અને તેમાં બેંકોના એક્સપોઝર પણ શામેલ છે. જો વોડાફોન આઈડિયા બંધ થઈ જાય તો આ બેંકોની મોટી રકમ ડિફોલ્ટ થઈ શકે છે.

કઈ બેંકની કેટલી છે ભાગીદારી

બેંક – રકમ – કુલ લોનની ટકાવારી

IDFC બેંક 3240 કરોડ 2.90%

યસ બેંક 4,000 કરોડ 2.40%

PNB 3,000 કરોડ 0.44%

SBI 11,000 કરોડ 0.43%

ICICI 1,700 કરોડ 0.23%

એક્સીસ બેંક 1,300 કરોડ 0.21%

HDFC બેંક 1,000 કરોડ 0.09%

ઇન્ડ્સઇન્ડ બેંક 3,500 કરોડ 1.65%

28 કરોડ ગ્રાહકો પર પણ થશે અસર

image source

જો વોડાફોન આઈડિયા બંધ થાય તો દેશના એક મોટા મોબાઈલ ગ્રાહક વર્ગ પર પણ તેની અસર થશે. વોડાફોન આઈડિયા પાસે એક મોટો ગ્રાહક વર્ગ છે જે અંદાજે 28 કરોડ સુધીનો છે. જો કંપની બંધ થાય તો આ ગ્રાહક વર્ગ પર અસર થાય તો સ્વાભાવિક છે કે આ ગ્રાહકોના નંબર પણ બંધ થઈ જશે. જો કે અન્ય કંપનીઓ જેમ કે જિયો, એરટેલને તેનો ફાયદો જરૂર મળી શકે તેમ છે કારણ કે આ ગ્રાહક વર્ગને આકર્ષવા મથશે.

શા માટે થઈ રહી છે કંપની બંધ થવાની ચર્ચા

image source

અસલમાં કંપનીનું દેવું સતત વધી જ રહ્યું છે સાથે જ નવું રોકાણ પણ બંધ થઈ રહ્યું છે. જેના કારણે વોડાફોન આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બીડલાએ સરકારને કંપનીમાં પોતાની ભાગીદારી વેંચવાની ઓફર કરી હતી. પરંતુ સરકારનો આ બાબતે કોઈ જવાબ ન આવતા તેઓએ રાજીનામુ આપી દીધું હતું. બીડલાએ રાજીનામુ આપ્યા બાદ આ વાત વધુ જોર પકડી રહી છે કે ક્યાંક કંપની બંધ ન થઈ જાય. જો કે વોડાફોન ઇન્ડિયાના CEO ને પોતાના કર્મચારીઓને ધરપત આપી છે કે પેનિક થવાની જરૂર નથી અને મામલો કાબુમાં છે. પરંતુ આંકડાઓ કઇંક અલગ જ વાત જાહેર કરે છે.

વિલય થી પણ ન આવ્યો હલ

image source

વોડાફોન આઈડિયા ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. ફંડ એકઠું કરવાના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા ચડ. બીડલાએ હાલમાં ન દેવામાં ડૂબેલી કંપનીને બહાર કાઢવા માટે એક તાત્કાલિક સરકારી પેકેજની માંગણી કરી હતી. 31 ઓગસ્ટ 2018 માં વોડાફોન ઇન્ડિયા અને આઈડિયા સેલ્યુલરનો વિલય થયો હતો. ત્યારથી આ કંપની સતત ખોટમાં જઈ રહી છે. હાલ આ કંપની પર 1.80 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. વોડાને આઈડિયા સાથે એટલા માટે વિલય કરવામાં આવી હતી કે તેની મુશ્કેલીઓ ઓછી થાય પરંતુ ત્યારબાદ મુશ્કેલી ઘટવાને બદલે વધતી જ જઈ રહી છે.