આખરે કરીના કપૂરે શેર કરી બન્ને દીકરાઓના ફોટા, તૈમુર અને જેહને જોઈને તમે પણ જોતા જ રહી જશો

જે સમયની રાહ ફેન્સ ઘણા સમયથી જોઈ રહ્યા હતા આખરે એ સમય આવી ગયો છે. કરીના કપૂરે પોતાના બન્ને લાડકાઓ તૈમુર અલી ખાન અને જેહનો એકસાથે ફોટો શેર કર્યો છે. અને વિશ્વાસ રાખો કે આ ફોટા જોઈને તમે પણ નાનકડા તૈમુર અને જેહની માસૂમિયત પર ફિદા થઈ જશો. આ ફોટો શેર કરવાની સાથે સાથે કરીના કપૂરે કેપ્સનમાં ખૂબ જ સરસ વાત પણ લખી છે.

image source

કરીના કપૂરે એમના બન્ને બાળકોને પોતાની તાકાત, પોતાનું ગર્વ અને પોતાની દુનિયા કહ્યા છે.

માતા કરીના કપૂરના ખોળામાં દેખાયા તૈમુર અને જેહ.

જે ફોટો કરીના કપૂરે શેર કરી છે એમાં એ તૈમુર અને જેહને પોતાના ખોળામાં લઈ દેખાઈ રહી છે. પણ આ ફોટામાં પણ એ ટ્વીસ્ટ જળવાયેલો કે જે અત્યાર સુધી જેહને ફોટામાં હોય છે. કરીના કપૂરના આ ફોટામાં તૈમુરનો ચહેરો તો દેખાય છે પણ જેહનો ચહેરો ફિલ્ટરથી ફરી એકવાર છુપાવવામાં આવ્યો છે.

image source

આમ તો પહેલી નજરમાં તૈમુર પણ જેહ જેવો જ લાગી રહ્યો છે. પણ તમને જણાવી દઈએ કે આ તૈમુરના બાળપણનો ફોટો છે. જે હાથમાં એક બુક રાખેલા દેખાઈ રહ્યા છે..

આ ફોટો શેર કરતા કરીના કપૂરે લખ્યું છે કે મારી તાકાત, મારો ગર્વ, મારી દુનિયા.

પહેલા પણ શેર કરી ચુકી છે તૈમુર અને જેહનો ફોટો.

image source

તૈમુર અને જેહ બન્ને જ કરિનાની દુનિયા છે જેમની સાથે એ ખૂબ ટાઈમ સ્પેન્ડ કરે છે.જો કે કરીના કપૂરે ડિલિવરી પછી તરત જ કામ પણ શરૂ કરી દીધું છે પણ તેમ છતાં એ વધુમાં વધુ સમય એ બન્ને સાથે વિતાવે છે અને એમની માસૂમિયતને કેમેરામાં કેદ કરી ફેન્સ સાથે પણ શેર કરતી રહે છે જો કે કરીના કપૂરે હજી સુધી જેહનો ચહેરો ફેન્સને નથી બતાવ્યો અને ફેન્સ એમને જોવા માટે ખૂબ જ આતુર છે.

image source

તમને જણાવી દઈએ કે 21 ફેબ્રુઆરી 2021ના રોજ જન્મેલા જેહને મીડિયાના કેમેરાથી દૂર રાખવામાં આવ્યો છે. જેહનો મોટોભાઈ તૈમૂર જન્મ્યો ત્યારથી તે મીડિયા સેન્સેશન બની ગયો છે. દર થોડા દિવસે તૈમૂરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. મીડિયાના ફોટોગ્રાફર્સ પણ તૈમૂરની તસવીરો લેવા માટે પડાપડી કરે છે. ત્યારે જેહ સાથે આવું ના થાય તેનું ધ્યાન સૈફ-કરીનાએ રાખ્યું છે.