ગુજરાતમાં તંત્રની ઊંઘ ઉડી, માત્ર 4 માસની બાળકી કોરોના પોઝિટિવ થતાં લાગી ગયું કામે

બાળકોમાં એવું માનવામાં આવે છે કે કોરોના વાયરસનાનવા વેરિયન્ટના કારણે સંભવિત ત્રીજી લહેરમાં સંક્રમણ વધી શકે છે, અત્યારે ભારતમાં જો કે બાળકો માટે કોઈ પણ રસીનું રોલઆઉટ કરવામાં આવ્યું નથી, ત્યારે રાજકોટમાં આવેલા એક કોરોના કેસે નિષ્ણાતોની ચિંતામાં વધારો કરી નાંખ્યો છે.

image source

સૌરાષ્ટ્ર પંથકમાં રાજકોટ જીલ્લાના પડધરી ખાતેથી કોરોનાને લઈ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં માત્ર 4 માસની બાળકીનો કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. 5 દિવસ પૂર્વે બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હાલ આ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. અહીં તેની પૂરી સારવાર કરવામાં આવી રહી છે અને પૂરતી કાળજી લેવામાં આવી રહી છે.

શું છે આ ઘટના?

image soure

રાજકોટના પડધરી તાલુકાની 4 માસની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

5 દિવસ પૂર્વે બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ

સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી

મૂળ મધ્ય પ્રદેશના મજૂર પરિવારની 4 માસની બાળકી છે બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ કામે લાગી ગયું છે

image source

6 દિવસ બાદ બાળકીની હાલત સ્ટેબલ હોવાનું આરોગ્ય અધિકારીનું નિવેદન

અત્યારે 3 દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે ભરતી

image source

ગુજરાતમાં ચોંકાવનારો કોરોના કેસ આવતા તંત્ર પણ એકદમ સતર્ક બની હરકતમાં આવી ગયું છે. મૂળ મધ્ય પ્રદેશના મજૂર પરિવારની 4 માસની બાળકી કોરોનાથી સંક્રમિત થતાં જ આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી છે. બીજી તરફ આજે 6 દિવસ બાદ બાળકીની હાલત સ્ટેબલ હોવાનું આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે રાજકોટ સિવિલમાં અત્યારે કોરોનાના કુલ 3 દર્દીઓ સારવાર હેઠળ છે.