દિવાળીમાં ભારતમાં જ નહીં બ્રિટનમાં પણ હિન્દુ સમાજના લોકો સોનાની કરે છે ધૂમ ખરીદી એટલે જ તો…

બ્રિટનની રાજકીય ટંકશાળ દિવાળી પહેલા ખાસ ભેટ રજુ કરી છે. આ ભેટ ભારતીયો માટે ખાસ એટલા માટે છે કે તે દેવી લક્ષ્મી સાથે જોડાયેલી છે. બ્રિટનમાં રહેતા ભારતીયોને રાજી રાખવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. ટંકશાળમાં ઢાળવામાં આવતી સોનાની પટ્ટી પર દેવી લક્ષ્મીનો ફોટો અંકિત કરવામાં આવ્યો છે. બ્રિટનમાં પણ ભારતીય સમાજના લોકો દિવાળી પહેલા ધનતેરસ પર મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરે છે. આ વાતને ધ્યાનમાં રાખીને રાજકીય ટંકશાળએ સોનાની પટ્ટી પર દેવી લક્ષ્મીની તસવીર અંકિત કરી છે.

image soucre

બ્રિટનની ટંકશાળની આ પહેલ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. આ લક્ષ્મીજી ના ફોટા વાળી સોનાની પટ્ટી ને લક્ષ્મી બાર નામ આપવામાં આવ્યું છે, જે 999 કેરેટ શુદ્ધ સોનામાં 20 ગ્રામનો છે. તેની ડિઝાઇન એમ્મા નોબલે કર્ડીફના શ્રી સ્વામિનારાયણ મંદિરના સહયોગથી તૈયાર કરી છે જેથી તેની સાંસ્કૃતિક શુધ્ધતા જળવાઈ રહે.

દેવી લક્ષ્મીના ફોટાવાળા આ ગોલ્ડ બાર ની કિંમત અંદાજે 1080 પાઉન્ડ એટલે કે ભારતીય કરન્સી માં 1 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ ગોલ્ડ બારનું વેચાણ મંગળવારે રાત્રે 9 કલાકથી શરૂ થઇ ચૂક્યું છે. આ પહેલી વાર છે કે જ્યારે રાજકીય ટંકશાળ દ્વારા કોઈ હિન્દુ દેવી નો ફોટો ગોલ્ડ બાર પર અંકિત કરવામાં આવ્યો હોય.

image soucre

આ અંગે રોયલ મિંટના એક અધિકારીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર પર સોનાના આભૂષણ નું મહત્વ વધી જાય છે હિન્દુ સમાજના લોકો સોનું ખરીદે છે અને અન્ય લોકોને ગિફ્ટ તરીકે પણ આપે છે. ભારતીય હિન્દુ સમાજની આ પ્રથાને જોઈ આ વખતે તેમને કંઈક અલગ કરવાની ઈચ્છા થઈ અને તેના કારણે તેમણે પરંપરા, સુંદરતા અને આસ્થાનો સમન્વય કરી આ ગોલ્ડ બાર તૈયાર કર્યો. આ ગોલ્ડ બાર માં દેવી લક્ષ્મી કમળના ફૂલ પર ઊભેલા જોવા મળે છે. આ ગોલ્ડ બારના પેકેજીંગ પર ઓમ્ શબ્દ અંકિત કરવામાં આવ્યો છે.

image soucre

આ ગોલ્ડબાર નું વેચાણ હાલ રોયલ મિંટની આધિકારિક વેબસાઇટ પરથી થઇ રહ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર આ વર્ષે સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીના કાર્યક્રમ અને લક્ષ્મી પૂજન કાર્યક્રમમાં પણ આ ગોલ્ડ બાર નો સમાવેશ કરવામાં આવશે. આ કાર્યક્રમ 4 નવેમ્બરના રોજ યોજાશે જેમાં રોયલ મિંટ ના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.