નવા દયાભાભી એન્ટ્રી લેશે તારક મહેતા શોમાં? આ એકટર દેખાશે જેઠાલાલના રોલમાં?

તારક મહેતા કા ઉલટા ચશ્મા દરેક ઘરમાં ગમતો શો છે. આ શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા કલાકારોએ લોકોના દિલોમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. તારક મહેતા કા ઉલટા ચશ્માનું લાંબુ પહોળું સ્ટારકાસ્ટ છે. પણ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને દયાબેન એટલે કે દિશા વકાણી સૌથી વધુ ગમતા પાત્રો છે. લાંબા સમયથી દયા ભાભીનો રોલ કરનાર દિશા વકાણી હવે આ શોનો ભાગ નથી.એમના શો છોડ્યા પછીથી શોની ફેન ફોલોઇંગ પર ખાસી અસર પડી છે. શો પસંદ કરનાર ફેન્સ બે સમુકમાં વહેંચાઈ ગયા છે..એક સમૂહ એવો છે જે આજે પણ શો જોઈ રહ્યો છે તો બીજું ગ્રૂપ હવે શો નથી જોતું અને દયાબેનના કમબેકની રાહ જોઈ રહ્યું છે.

image source

જો અમે તમને કહીએ કે નવી દયા ભાભી મળી ગઈ છે, તો તમે ચોંકી જશો. ટીવી અભિનેત્રી ઐશ્વર્યા શર્મા અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. ઐશ્વર્યા શર્મા ટીવી સિરિયલ ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’માં પાખીની ભૂમિકા ભજવે છે. હવે તે દયા ભાભીનું પાત્ર ભજવવા માટે પણ તૈયાર જોવા મળે છે. તેમણે દયા ભાભી અને જેઠાલાલના ઓડિયોને લિપ સિંક કર્યા છે. આ વીડિયોમાં, ઐશ્વર્યા સિવાય, નીલ ભટ્ટ જેઠાલાલની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આમ તો એવું કશું થવાનું નથી. આ માત્ર એક ઇન્સ્ટાગ્રામ રીલ છે

image source

ગુમ હૈ કિસીકે પ્યાર મેં, ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સીનને રીક્રિએટ કર્યો છે. આ રિયલ લાઈફ કપલનો આ વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. ઘણા ચાહકો કહી રહ્યા છે કે ઐશ્વર્યાએ દયા ભાભીની ભૂમિકા ભજવવી જોઈએ. જો કે મેકર્સની નજર હજી તેના પર પડી નથી. નહિંતર, બંનેના અભિનયે તેમને એક વાર વિચારવા મજબૂર કરી દીધા હોત. બંનેનો વીડિયો એકદમ ફની છે.

image source

જો કે દયા ભાભીના રોલને લઈને ઘણી અભિનેત્રીઓના નામ ઘણી વખત સામે આવ્યા છે, પરંતુ અત્યાર સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને નવી દયા ભાભી મળી શકી નથી. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા વાયરલ થયેલા વીડિયોમાં અભિનેત્રી અને યુટ્યુબર ગરિમા ગોયલ દિશા વાકાણીની પ્રખ્યાત ભૂમિકા દયા ભાભીના લુકમાં જોવા મળી હતી. ગરીમા સંપૂર્ણપણે દયા બેનના ગેટઅપમાં જોવા મળી હતી. સાડી પહેરવાની સ્ટાઈલથી લઈને હેર-મેકઅપ સુધી, તેણે દયા ભાભી જેવું જ કર્યું.

image source

કઈ પણ કહો દિશા વાકાણીને હરાવવી એટલી સરળ નથી, ગરિમા ગોયલના પ્રયત્નો ખરાબ નહોતા, પરંતુ દયા ભાભીની એનર્જી ચોક્કસપણે ખૂટી રહી હતી. હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચોક્કસપણે ઓડિશન તરીકે આ વિડીયો જોઈ શકે છે. ગરિમાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લુકની ઝલક પણ શેર કરી છે. તમને જણાવી દઈએ કે, ગરિમા ગોયલ એક યુટ્યુબર હોવાની સાથે સાથે એક અભિનેત્રી પણ છે, તે ઘણા ડેઇલી સોપ્સમાં કામ કરતી જોવા મળી છે. લોકો તેમના યુટ્યુબ બ્લોગ જોવાનું પસંદ કરે છે

image source

તમને જણાવી દઈએ કે શો છોડ્યા પછી પણ દિશાની ફેન ફોલોઈંગ પર કોઈ અસર થઈ નહોતી, આજે પણ લોકો તેને ખુબ પસંદ કરે છે.