આ બેંકમાં મળી રહી છે નોકરી, જાણો જરૂરી લાયકાત અને અરજી કરવા સહિતની પ્રક્રિયા વિશે

કોરોના વાયરસ જ્યારથી ફેલાયો છે ત્યારથી એક પછી એક સમસ્યાઓ જ લોકોને જોવી પડી છે. કોરોનાવાયરસ ના કેસ વધે એટલે લોકડાઉન કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચતો નથી. આ લોકડાઉનના કારણે ઘણા લોકોની નોકરી અને રોજગારી પણ છીનવાઈ ચૂકી છે. જ્યારે કેટલાક લોકો એવા પણ છે કે આ કોરોનાના સંકટમાં તેમને નોકરી શોધવામાં સમસ્યા થાય છે. આવા સમયમાં નોકરી શોધતા યુવાનો માટે એક સુવર્ણ તક idbi બેંક લાવી છે.

image soucre

કોઈ પણ ક્ષેત્રમાં નોકરી કરતા લોકો એ તક શોધતા હોય છે કે એમને બેંકમાં નોકરી મળે. તેવામાં બેંકમાં નોકરી શોધતા યુવાનો માટે સારા સમાચાર idbi બેંક લાવી છે. કારણકે idbi બેંક માં એક્ઝિક્યુટિવ પોસ્ટ પર 900થી વધુ પદ માટે ભરતી નીકળી છે. તેવામાં બેંકમાં નોકરી કરવાના ઈચ્છુક અને યોગ્ય લાયકાત ધરાવતા યુવાનો આ પદ માટે અરજી કરી શકે છે. આ અરજી પણ તેઓ ઘર બેઠા બેંક ની ઓફિશિયલ વેબસાઇટ પર જઇ કરી શકે છે.

કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ ?

image soucre

આઇડીબીઆઇ બેન્ક માં નીકળેલી ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2021 છે. તેવામાં નોકરી માટે ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારોએ બેંક ની ઓફિશિયલ વેબસાઇટ idbibank.in પર જવું અને છેલ્લી તારીખ પહેલા નોકરી માટે અરજી કરી દેવી. બેંકના એક્ઝિક્યુટિવ પદ પર નોકરી મેળવનાર વ્યક્તિને 34000 નો પગાર આપવામાં આવશે.

ભરતી માટેની જરૂરી વિગતો

image soucre

આઇડીબીઆઇ બેન્ક ની અલગ-અલગ બ્રાંચમાં એક્ઝિક્યુટિવ પદની કુલ 920 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેમાં જનરલ કેટેગરી ના 373, એસીના 138, એસટીના 69, ઓબીસીમાં 248 અને ઇડબલ્યુએસ ના 92 પદ આરક્ષિત છે. નોટિફિકેશન અનુસાર આ પદ માટે ઓનલાઇન એકઝામ 5 સપ્ટેમ્બરના રોજ યોજાશે. જેના એડમિટ કાર્ડ 27 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને ઉંમર

image soucre

કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55 ટકા સાથે સ્નાતક થયેલા ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ નક્કી કરવામાં આવી છે.

નોકરી માટે એક છું અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર બેંક ની ઓફિશિયલ વેબસાઇટ પર જઇ નોકરી માટે ફોર્મ ભરી શકે છે.