10.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૦-૦૭-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અષાઢમાસ,કૃષ્ણ પક્ષ

તિથિ :- પાંચમ ૧૧:૩૭ સુધી

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા

યોગ :- સૌભાગ્ય

કરણ :- તૈતુલ, ૧૧:૩૭ સુધી ગરજ, ૨૪:૩૧ સુધી

સૂર્યોદય :- ૦૬:૦૫

સૂર્યાસ્ત :-૧૯:૨૩

ચંદ્ર રાશિ :- કુંભ ૨૨:૫૩ સુધી, મીન ૨૨:૫૩ થી ચાલુ

મેષરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં થોડી ગુંચવણ થોડી સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ :- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે. નોકરીમાં ખર્ચ-વ્યય અડચણ રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતચીતમાં સફળતા મળી શકે છે.

પ્રેમીજનો :-હરવા ફરવામાં પડવા-વાગવાથી સંભાળવું.

નોકરિયાતવર્ગ :- આપના કામના સ્થળે કાનૂની ગૂંચ ઊભી થઈ શકે છે.

વેપારીવર્ગ :- કેટલાક અગત્યના કામમાં ગૂંચ રહી શકે.આવક સારી મળી રહે.

પારિવારિકવાતાવરણ:- પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થવું સંભવ રહે .

શુભરંગ:- લાલ

શુભઅંક:- ૭

વૃષભરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં થોડી વિટંબણા રહે.

સ્ત્રીવર્ગ :- કરકસરયુક્ત આયોજન રહી શકે.સ્નેહીનો સહકાર આત્મવિશ્વાસ વધારી શકે છે.

લગ્ન ઇચ્છુક :- વાતચીતમાં શત્રુ તરફથી અડચણ હોઈ શકે.વિલંબ થાય.

પ્રેમીજનો :- વાસ્તવિકતામાં રહેવું શુભ રહી શકે છે.

નોકરિયાતવર્ગ :- નોકરી ની સફળતા માટે હાર્ડ વર્ક જરૂરી રહે.

વેપારીવર્ગ :- નવા કામકાજ તથા વેપારનું આયોજન કરી શકો.

પારિવારિકવાતાવરણ :- વાતાવરણ થોડું ચકમક ભર્યું રહી શકે.

શુભરંગ :- ભૂરો

શુભઅંક :- ૫

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં આત્મવિશ્વાસની કમી રહે.

સ્ત્રીવર્ગ:- મન મોટું રાખી જતું કરવાથી શાંતિ રહે.

લગ્ન ઇચ્છુક :-ધારણા મુજબ ની વાતચિતમાં માં વિલંબ થઈ શકે છે.

પ્રેમીજનો :- વાતચીત માં ધ્યાન રાખવું. વિખવાદ થઈ શકે છે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સ્થળ ફેરબદલીની સંભાવનાઓ રહે છે.

વેપારીવર્ગ:- વેપાર વધારવા માટે મહેનત વધુ કરવી પડે.

પારિવારિક વાતાવરણ:- જાહેર સમાજમાં શોભ જનક સ્થિતિ ન બને તે ધ્યાન રાખવું.

શુભ રંગ:- લીલો

શુભ અંક :- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:- માનસિક આત્મવિશ્વાસમાં કમી દેખાય.સંયમ રાખવો.

લગ્ન ઈચ્છુક:- આપની વાત બની શકે છે.

પ્રેમીજનો:-માનસિક ગભરાટ યુક્ત દિવસ રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં અડચણ આવી શકે છે .

વેપારીવર્ગ:- ભાગ્ય યોગે આવકના સ્ત્રોત મળી રહે.

પારિવારિકવાતાવરણ:-એકંદરે મધ્યમ રહે.વાહન ચલાવતા સંભાળવું.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૧

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસક્રમમાં ગુંચ રહે. ધીરજથી આગળ વધવું.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણ નો માર્ગ મળે. સ્નેહીથી મિલન-મુલાકાત થાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની વાતચીત માં ધીરજથી આગળ વધવું.

પ્રેમીજનો :-આપના મનની તમન્ના મિલન માટે સક્રિય રહે.

નોકરિયાત વર્ગ :- બે ગણી જવાબદારી સાથે કામ કરવું પડે.

વેપારીવર્ગ :- ઉઘરાણીના નાણાં ન આવે જુનુ.કરજ ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ :- મિત્રો સહયોગી બની આગળ આવે. કરકસરથી રહેવું સારું રહે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :-૯

કન્યા રાશિ

વિદ્યાર્થી વર્ગ :- અભ્યાસમાં અરુચિ રહી શકે.

સ્ત્રીવર્ગ:- ભાગ્ય યોગે આપની સમસ્યાનું નિરાકરણ આવે.

લગ્ન ઈચ્છુક:- ધીરજ રાખવી શુભ રહે. સમસ્યાનું નિરાકરણ મળે.

પ્રેમીજનો:- વહેમ ના કારણે પ્રતિકૂળતા રહે.

નોકરિયાત વર્ગ-કામકાજના સ્થળે આળસભર્યુ વાતાવરણ લાગે.

વેપારી વર્ગ:- વિપરીત પરિસ્થિતિમાં વ્યવસાય સારો થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક સમસ્યાનો ઉકેલ આવે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસની ઉલજણ સુલજાવવા માં સમય પાસ થાય.

સ્ત્રીવર્ગ :-વાગ્યા ના સહયોગથી અને ચતુરાઈપૂર્વક આવેલી મુસીબત ટાળી શકો.

પ્રેમીજનો :- વર્ષાઋતુ ની મોજ મનથી માણી શકો.

લગ્ન ઈચ્છુક :- વાતચીતમાં સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:-નોકરી અંગે ચિંતા રહી શકે.

વેપારીવર્ગ:- વેપારના કામમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- નવું વાહન ચલાવતા સંભાળવું.

શુભ રંગ:- લાલ

શુભ અંક:-૨

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- દિવસો પસાર થતો જાય તેમ અભ્યાસમાં સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- અંદરથી ગભરાટ રહે.

લગ્ન ઈચ્છુક:- વાતચીત ના પ્રયત્નોમાં ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સમસ્યાઓના જાળા રચાય.

નોકરિયાત વર્ગ:- નોકરી મળવાથી માનસિક શાંતિ મળી રહે.

વેપારીવર્ગ:- જૂના લેણાં અટકતા લાગે.

પારિવારિક વાતાવરણ :- ધીરજની કસોટી થતી જણાય.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૮

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ પ્રત્યે અરુચિ રહે.

સ્ત્રીવર્ગ:- માનસિક સંયમ રાખવો. મૂંઝવણમાંથી માર્ગ મળે.

લગ્ન ઈચ્છુક:- આપની ગણતરીઓ ઊંધી પડતી જણાય.

પ્રેમીજનો:-મિલન મુલાકાત અસંભવ રહે.

નોકરિયાત વર્ગ:- કામનો બોજો વધે.ઉપરીથી તણાવ રહે.

વેપારીવર્ગ:- વેપારના સ્થળે સરકારી અડચણ રહી શકે.

પારિવારિક વાતાવરણ:- સમાજની અપેક્ષાથી ચિંતા રહે.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૭

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ :- ઉલજણ નો માર્ગ મળે.

સ્ત્રીવર્ગ :- અકારણ આળસ નું પ્રમાણ રહી શકે.

લગ્ન ઈચ્છુક :- આપની વાતચીતનો અનુકૂળ જવાબ મળી શકે.

પ્રેમીજનો :- મનની મુરાદ બર ન આવે.

નોકરિયાત વર્ગ :- નવી નોકરીની શોધ જરૂરી જણાય.

વેપારીવર્ગ:- વેપારના સ્થળે કામદારોની ઉલજન રહે. કામદારો મળે નહીં.

પારિવારિક વાતાવરણ :- ઘર-પરિવારમાં,સામાજિક જીવનમાં દાંપત્યજીવન માં સંભાળવું શુભ રહે.

શુભ રંગ :- લાલ

શુભ અંક :- ૪

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ નું ભારણ રહે.

સ્ત્રીવર્ગ:- આર્થિક સંકડામણથી પરેશાની રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહના પ્રયત્નોમાં વિફળતા મળે.

પ્રેમીજનો:-અતિ સ્વમાન સંબંધોમાં બાધક બને.

નોકરિયાત વર્ગ:- આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધુ રહે.

વેપારીવર્ગ:- કરજનો બોજ વધતો જણાય. આવક સારી મળે.

પારિવારિક વાતાવરણ:- પોતાના કામમાં લાગી રહેવું સફળતા મળે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૧

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- ઓનલાઇન અભ્યાસની રીતરસમ થી ફાવટ ન આવે.

સ્ત્રીવર્ગ :- પરિવારમાં મતમતાતંર યુક્ત વાતાવરણ રહી શકે.

લગ્ન ઈચ્છુક :- વાતો ગૂંચવાયેલી રહે.

પ્રેમીજનો :- મિલન મુલાકાતમાં અડચણ રહી શકે.

નોકરિયાત વર્ગ :- દરેક કામ સીધા અને સરળ રહે.

વેપારીવર્ગ :- જૂની ઉઘરાણી મળે નહીં ધીરજ રાખવી. વ્યાપારી કામમાં ગૂંચવણ ઊભી થાય.

પારિવારિક વાતાવરણ :- અંગત કામોમાં ગૂંચવણ રહી શકે. તબિયત સંભાળવી.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૩

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત