જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને ભાગીદાર તરફથી સારો સહયોગ મળે

*તારીખ-૦૫-૧૧-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- કાર્તિક માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- એકમ ૨૩:૧૬ સુધી.
  • *વાર* :- શુક્રવાર
  • *નક્ષત્ર* :- વિશાખા ૨૬:૨૪ સુધી.
  • *યોગ* :- આયુષ્માન ૦૭:૧૩ સુધી. સૌભાગ્ય ૨૭:૦૯ સુધી.
  • *કરણ* :- કિંસ્તુઘ્ન,બવ.
  • *સૂર્યોદય* :- ૦૬:૪૪
  • *સૂર્યાસ્ત* :-૧૮:૦૦
  • *ચંદ્ર રાશિ* :- તુલા ૨૧:૦૫ સુધી. વૃશ્ચિક
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વાક્ બારસ થી લાભપાંચમ સુધી બધા તહેવારો ની દરેક રાશિના જાતકોને શુભેચ્છા*

*વિશેષ*

*વિક્રમ સંવત ૨૦૭૮ પ્રારંભ* , *પ્રમાદી* નામ સંવત્સર આરંભ,મહાવીર જૈન સંવત્સર આરંભ ૨૫૪૮, દિવાળી પડવો, બલી પ્રતિપદા,ગોવર્ધન પૂજન, કારતક શુક્લાદી.

*મેષ રાશિ*

નવું વર્ષ આપને સાનુકુળ લાભદાયી રહે. ભાગ્ય યોગે આપની નાણાકીય તક્લીફ માં રાહત રહે. પત્ની/ભાગીદાર તરફથી સારો સહયોગ મળી રહે. દિવસ સાનુકૂળ મજાનો રહે.

  • *શુભ રંગ* ગુલાબી
  • *શુભ અંક* ૮

*વૃષભ રાશી*

નૂતન નવું વર્ષ આપને સાનુકૂળ લાભદાયી રહે. આપને ઉલજન ચિંતા માં રાહત નાં સંજોગ બની રહે.પારિવારિક શાંતિ જળવાઈ રહે.સ્વસ્થતા ટકાવવી,સ્વજન થી સહકાર મળે.

  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૨

*મિથુન રાશિ*

નવું વર્ષ આપને સાનુકૂળ લાભદાયી રહે. સંતાનની ચિંતા હોવા છતા તેમનાથી સાનુકૂળતા બની રહે. મુસાફરી નાં સંજોગ પડવા વાગવાથી સંભાળવું.

  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

નવું વર્ષ આપને સાનુકૂળ સારી રીતે વિતે. જુના મતમતાંતર ટાળવા શુભ બને.સંતાન અંગે ચિંતા રહે.તણાવ અંગે સાનુકૂળતા બની રહે.નવા આયોજનની ચર્ચા પરંતુ વિલંબ બની શકે.

  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

નવું વર્ષ આપને લાભદાયી બને.કાર્યક્ષેત્રે ની ચિંતા માં રાહત જણાય.પારિવારીક સાનુકૂળતા બને.સંતાન અંગે પ્રસંગ નું કઈક આયોજન સંભવ બને.નવા વાહન નાં સંજોગ બને.

  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

નૂતનવર્ષ પ્રગતિકારક લાભદાયી બની રહે. પારિવારીક સંજોગ કેટલીક જવાબદારી નિભાવવાનાં સંજોગ સ્થાયી સંપત્તિ ની વિચારણા સંજોગ બની રહે.

  • *શુભ રંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

નૂતન વર્ષ આપને શુભ લાભદાયી બની રહે. ગત વર્ષે ની તુલનાએ આપનું વર્ષ સાનુકૂળ વિતે કષ્ટ યુક્ત સંજોગ હોય ધીરજ થી દિવસ પસાર કરવો.

  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

નૂતન વર્ષ આપને પ્રગતિકારક બની રહે. સંતાનનાં પ્રશ્ને ચિંતા હોય તેમાં રાહત રહે. પ્રવાસ મુસાફરી ના સંજોગ બની રહે. પારિવારીક સંજોગ સુધરે. અંતરાય ને પાર કરી શકશો.

  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

નૂતન વર્ષ આપને તણાવ યુક્ત વિતે.પ્રયત્નો અને સાનુકૂળતા મેળવી શકો મિત્રો થી સહયોગ બને.કૌટુંબિક પ્રશ્નો/મુસાફરી નાં સંજોગ બની રહે.

  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*: ૩

*મકર રાશિ*

નવુંવર્ષ આપને શુભ રહે. વ્યવસાયિક સંજોગ કસોટી યુક્ત રહે.પારિવારીક સંજોગમાં થોડું જતુ કરવું.ઉતાવળ નુકસાન કરાવી શકે.પ્રવાસ પર્યટન નાં સંજોગ બની રહે.

  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

નૂતનવર્ષ આપને શુભ લાભપ્રદ રહે.ભાગ્ય નો સહયોગ મળી રહે. પારિવારીક સ્થાયી સંપત્તિ અંગે કેટલાક પ્રશ્નો રહી શકે.સ્નેહી મિત્રો તરફ થી સહયોગ બની રહે.

  • *શુભરંગ*:- જાબંલી
  • *શુભઅંક*:-૯

*મીન રાશિ*

નૂતન વર્ષ આપને લાભદાયી થાય. વ્યવસાયિક સંજોગ સુધરે. મિત્રથી સાનુકૂળતા બની રહે. કેટલાક મિત્ર સાથે મનદુ:ખનાં સંજોગ બને.અકસ્માત થી પડવા વાગવાથી સંભાળવું.ચિંતા નું આવરણ રહે.

  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૮