23.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૩-૦૭-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
તિથિ :- ત્રીજ ૧૭:૪૨ સુધી
વાર :- ગુરૂવાર
નક્ષત્ર :- મઘા
યોગ :- વ્યતિપાત
કરણ :- તૈતુલ, ૦૬:૧૩ સુધી, ગરજ ૧૭:૦૨ સુધી
સૂર્યોદય :-૦૬:૧૦
સૂર્યાસ્ત :-૧૯:૨૦
ચંદ્ર રાશિ :- સિંહ
સૂર્ય રાશિ :- કર્ક
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં એકંદરે રૂચિ વધતી જણાય.
સ્ત્રીવર્ગ:- ઉદાસી બેચેની ધીરે-ધીરે દૂર થતી જણાય.
લગ્ન ઈચ્છુક :-વિવાહ અંગે શુભ સમાચાર પ્રાપ્ત કરી શકો.
પ્રેમીજનો:-મિલન-મુલાકાત સફળ રહી શકે.
નોકરિયાત વર્ગ:- કામ અંગે ઉપરી તરફથી દબાણ રહે.
વેપારીવર્ગ:- નવું રોકાણ વિચારી ને કરવું.
પારિવારિક વાતાવરણ:- સંતાનની પ્રગતિથી ખુશી રહે. વડીલો ની તબિયત નો ખ્યાલ રાખવો.
શુભ રંગ:- ગુલાબી
શુભ અંક:- ૭
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ નો માહોલ રુચિકર લાગે.
સ્ત્રીવર્ગ:- નાણાભીડ થી ખર્ચ-ખરીદી સ્થગિત કરવા પડે.
લગ્ન ઈચ્છુક :-વિવાહ અંગેની વાતચીતમાં ખોટી અટકળો ચાલતી રહે.ધીરજ રાખવી.
પ્રેમીજનો:- મુલાકાત માટે વિલંબ થાય.
નોકરિયાત વર્ગ:- પોતાનું ધાર્યું કામ વિલંબમાં જણાઈ.
વ્યાપારી વર્ગ:-વેપારમાં સફળતા મેળવવા પ્રયત્નો વધારવા પડે. ખોટા ખર્ચ-વ્યય નાથવા.
પારિવારિક વાતાવરણ:-મનમાં ગભરાટ રહે.નાણાભીડ રહે.
શુભ રંગ:- કેસરી
શુભ અંક:- ૫
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.ફરવા જવાનું મન થાય.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવન ની નાણાભીડમાં ભાઈ-બહેનનો સહયોગ મદદ મળી આવે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની વાતો દૂર હડસેલાતી જણાઈ.
પ્રેમીજનો:-મત મતાંતર યુક્ત વિચારધારા.મન મેળ ન ખાય.
નોકરિયાત વર્ગ:-હાલની નોકરીમાં રોજનું રળતર, રોકડું મળે. ખર્ચ માટે સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા રહે. કુટુંબી ભાઈની મદદ આવી મળે.
પારિવારિક વાતાવરણ:- જાહેર સમાજજીવનમાં માનહાનિ થી જાળવવું.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૪
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે પ્રયત્નો વધારવા જરૂરી રહે.
સ્ત્રીવર્ગ:-સમયને પારખી ને ચાલવું.ધીરજ રાખવી.
લગ્ન ઈચ્છુક:-વિવાહ ની વાતો ની અટકળો પૂર્ણ થતી જણાય.સફળતા રહે.
પ્રેમીજનો:- ધીરજના ફળ મીઠા હોય.પ્રયત્નો વધારવા.
નોકરિયાત વર્ગ:-વિશ્વાસથી એક જગ્યાએ રહેવું. પ્રગતિ થઈ શકે.
વેપારી વર્ગ:- સંજોગો કઠિન હોય.મનોબળ, ધીરજથી સફળતા મળે.
પારિવારિક વાતાવરણ:-સામાજિક ઉલજણ રહે.તબિયત નરમ હોય સંભાળવું.
શુભ રંગ:-વાદળી
શુભ અંક:- ૩
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સતત મહેનત સફળતા અપાવે.
સ્ત્રીવર્ગ:- કામકાજનો બોજ વધતો જણાય.તબિયત નરમ થતી જણાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની સમસ્યા.તડજોડ થી આગળ વધવું પડે.
પ્રેમીજનો :- મિલન-મુલાકાત નો યોગ્ય અવસર ન મળે.
નોકરિયાત વર્ગ :-ધીરજથી આગળ વધવું.કામમાં સાનુકુળતા પ્રાપ્ત થાય.
વેપારીવર્ગ :- નવા ઓર્ડર,કામકાજ મળી શકે.
પારિવારિક વાતાવરણ:-વાહનથી તથા વાહન ચલાવતા સંભાળવું.
શુભ રંગ :-પોપટી
શુભ અંક :- ૨
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં સફળતા માટે સતત પ્રયત્નો વધારવા પડે.
સ્ત્રીવર્ગ:-તબિયતમાં મનનો ગભરાટ વિશેષ તકલીફ કરે. ધીરેથી આરોગ્ય સંભાળવું.
લગ્ન ઈચ્છુક:- મંઝિલ સામે દેખાતી હોય.
પ્રેમીજનો:- તરંગી તુક્કાથી પ્રેમ ન થાય.નાટક જેવું લાગે.
નોકરિયાત વર્ગ:- વિપરીત સમય.આવકના સ્ત્રોતો અંગે ચિંતા રહે.
વેપારીવર્ગ:-વેપારમાં વધતી સાનુકૂળતા થી ચિંતા હળવી થાય.
પારિવારિક વાતાવરણ:-વડીલની તથા પોતાની તબિયત નો ખ્યાલ રાખવો.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૩
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- મન લગાડીને અભ્યાસ કરવાથી મનની ચિંતા હળવી થાય. ભાગ્યનો સાથ રહે.
સ્ત્રીવર્ગ:- બેવડો કાર્યભાર ચિંતાયુક્ત માહોલ તથા વ્યગ્રતા રખાવે.
લગ્ન ઈચ્છુક:- સારા પ્રયત્નો થી વાત બની શકે. ધીરજ રાખવી.
પ્રેમીજનો:-સ્વાર્થથી કરેલા પ્રેમમાં ઉમંગ ન હોય.સંભાળવું.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં બઢતી મળી શકે.
વ્યાપારી વર્ગ:-મિત્રથી મદદ મળી રહે.વેપારમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:- એકંદરે સાનુકૂળ વાતાવરણ રહે.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-ઉતાવળે આંબા ન પાકે.ધીરજ થી પ્રયત્ન વધારવા.
સ્ત્રીવર્ગ:-પરિવાર નો માહોલ સંતાનની ચિંતા બેચેની રખાવે.
લગ્ન ઈચ્છુક:-પ્રયત્નો વધારવા ફળદાયી રહે.
પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં સાનુકૂળતા સાંપડે.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગે નું વિઘ્ન હટે. કાર્યભાર માં સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:-ભાગ્ય યોગે વેપાર ઉઘરાણી સામે આવી મળે.
પારિવારિક વાતાવરણ:- કુટુંબ પરિવાર ના પ્રશ્નો અંગે બોલચાલમાં સંભાળવું.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૪
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસ અંગે મહેનત અને પ્રયત્નો વધારવા.
સ્ત્રીવર્ગ:- સામાજિક કામોમાં બદનામી નો ડર રહે સંભાળવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ યોગ ભાગ્ય યોગે રચાઈ શકે.
પ્રેમીજનો :- પ્રેમમાં હતાશા બદનામી મળવા સંભવ રહે.
નોકરિયાતવર્ગ :- કામમાં અપેક્ષા વધારે રહે. મહેનત વધે.
વેપારીવર્ગ:- મહેનતનું ફળ વિલંબથી મળે.
પારિવારિક વાતાવરણ:- આવક વધારવા ઉપર ધ્યાન આપવું.તક આવી મળવાની સંભાવના.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- ૭
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું.મહેનત વધારવી.
સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્નોથી ચિંતા રહે.
લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગેની ઉલજણ સોલ થવાની સંભાવના.
પ્રેમીજનો:-શંકા-કુશંકા થી વિશ્વાસ તૂટતો જણાય.
નોકરિયાત વર્ગ:- સરળતા માટે કામ કામકાજમાં ઉકેલ મળતો જણાય.
વેપારીવર્ગ:- જુના વ્યવહાર સચવાય. વેપારમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:-મત મતાતંર થી દૂર રહેવું. થોડો ગભરાટ રહે.
શુભ રંગ :- ભૂરો
શુભ અંક:- ૫
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સફળતા માટે પ્રયત્નો વધારવા.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નોમાં ધ્યાન આપવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટેની વાતચીતમાં વિલંબ થતો જણાય.
પ્રેમીજનો:-પ્રેમના મામલામાં વિશ્વાસ તૂટતો જણાય.
નોકરિયાત વર્ગ:- નોકરીના સ્થળે પૂરતું કામ ન હોય. ચિંતા રહે.
વેપારીવર્ગ:- મકાનમાં રાચ રચીલા કામ અંગે ખર્ચ રહે.
પારિવારિક વાતાવરણ:- વિશેષ ખર્ચો થાય.આવક ઓછી હોય તો ચિંતા રહે.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૯
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસની તૈયારી માં ધ્યાન આપવું પડે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નોથી મન ઉગ્ર રહે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની વાતો માં અટકાવ લાગે.
પ્રેમીજનો:- પ્રેમના મામલે અક્કડ વલણ ન રાખવું.
નોકરિયાત વર્ગ:- કામકાજના સમયમાં ફેરફાર થઈ શકે.
વેપારી વર્ગ:- વેપારમાં ચઢાવ-ઉતાર ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:- વેપાર અંગેની ચિંતામાં ગૃહજીવનમાં રાહત ન મળે.
શુભ રંગ :- સફેદ
શુભ અંક:- ૧
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત