જોન અબ્રાહમ પહેલા કરતો હતો સાવ સાધારણ નોકરી, પછી બોસની માની લીધી આ એક વાત અને રાતોરાત બની ગયો સુપરસ્ટાર, જાણો સંધર્ષ કહાની

બોસની કહેલી એક વાતે જોન અબ્રાહમને બનાવી દીધા સુપરસ્ટાર, પહેલા કરતા હતા એક સાધારણ નોકરી.

જોન અબ્રાહમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક એવા કલાકાર છે જેમની ગણતરી સૌથી મોંઘા મોડલ્સના લિસ્ટમાં કરવામાં આવે છે. જોનને કરણ જોહર કભી ખુશી કભી ગમ ફિલ્મથી લોન્ચ કરવા માંગતા હતા પણ એમને એ ફિલ્મ કરવાની ના પાડી દીધી. તમને જણાવી દઈએ કે ફિલ્મ રોકસ્ટારમાં કામ કરીને રણબીર કપૂર એક ઉમદા એકટર બની ગયા, એ ફિલ્મ માટે પણ પહેલા જોનને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. પણ શું તમે જાણો છો કે જોન મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા શુ કરતા હતા? ચાલો આજે અમે તમને જણાવીશું કે એક મિડલ કલાસ પરિવારના છોકરાએ કઈ રીતે આ મુકામ મેળવ્યું.

image source

જોન અબ્રાહમનો જન્મ 16 ડિસેમ્બર 1972માં મુંબઈમાં થયો હતો. એમના પિતાનું નામ અબ્રાહમ જોન છે અને એ વ્યવસાયે એક આર્કિટેક્ટ હતા. જોનની માતા ફિરોઝા ઈરાની હોમમેકર છે. જોનનો શરૂઆતનો અભ્યાસ બોમ્બે સકોટિશ સ્કૂલમાં થયો એ પછી એમને જય હિન્દ કોલેજમાંથી ઇકોનોમિક્સમાં બેચરલ ડીગ્રી મેળવી. જોન આગળ હજી વધુ ભણવા માંગતા હતા એટલે એમને નારસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી એમબીએનો અભ્યાસ પૂરો કર્યો.

image source

એમબીએનો અભ્યાસ પૂરો કર્યા પછી એમને મીડિયા પ્લાનર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું. તો એક દિવસ એમના બોસે એમને એક સલાહ આપી જેના કારણે આજે એ એક ઉમદા કલાકાર છે. જોનના બોસે એમની કદ કાઠી જોતા એમને મોડલિંગમાં હાથ અજમાવવાનું કહ્યું અને એક કોમ્પિટિશન વિશે પણ જણાવ્યું. પછી શું બોસના કહેતાની સાથે જ જોન કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે નીકળી પડ્યા.

image source

હેરાન કરી દે એવી વાત એ હતી કે જોન પહેલીવાર આવી કોઈ કોમ્પટીશનનો ભાગ બન્યા અને એને જીતી પણ ગયા. એ પછી એમને એક ઇવેન્ટના ઇન્ટરનેશનલ એડિશનમાં ભાગ લેવાનો મોકો મળ્યો જે ફિલિપિન્સમાં થવાનું હતું. દુનિયાભરના મોડલ્સ વચ્ચે ઇવેન્ટમાં જોન અબ્રાહમ ફર્સ્ટ રનર અપ રહ્યા. એ પછી જોનને સતત મોડલિંગ અસાઈનમેન્ટ મળવા લાગ્યા. એમને સિંગાપુર, લંડન અને ન્યુયોર્ક સહિત ઘણા શહેરોમાં મોડલિંગ કર્યું. પણ જોનના મનમાં પણ એક વસ્તુની ઈચ્છા હતી.

image source

એ વાત એ હતી કે એમને હજી સુધી ભારતમાં ઓળખ નહોતી મળી અને જોન એની પાછળ પડી ગયા. થોડા જ સમયમાં એ ઇન્ડિયાના હાઈએસ્ટ પેઈડ મેલ મોડલ બની ગયા. આ ફિલ્ડમાં એમની સફળતાને જોતા પંજાબી સિંગર જેજી બીએ એમને પોતાના ગીત સુરમાંના મ્યુઝિક વીડિયોમાં કાસ્ટ કર્યા. એ પછી એ પંકજ ઉધાસના ગીત ચુપકે ચુપકેમાં દેખાયા. આ ગીતે એમને ભારતમાં ઓળખ મેળવવાનું સપનું પૂરું કર્યું.

image source

પછી શું, જોનની ગાડી તો નીકળી પડી અને એ પછી એ ન રોકાયા, એક પછી એક ફિલ્મોમાં દેખાવા લાગ્યા. તો વર્ષ 2012માં જોને પોતાનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું. આ પ્રોડક્શન હાઉસ હેઠળ બનનારી પહેલી ફિલ્મ આયુસમાન ખુરાના અને યામી ગૌતમ સ્ટારર વિકી ડોનર હતી. એ સિવાય જોન અત્યાર સુધી મદ્રાસ કેફે અને પરમાણુ જેવી ફિલ્મો પણ બનાવી ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!