19.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૯-૧૧-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- કાર્તિક માસ (કારતક મહિનો) શુક્લ પક્ષ

તિથિ :- પંચમી(પાંચમ) ૨૨:૦૨ સુધી

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :- પૂર્વાષાઢા ૦૯:૪૧ સુધી.

યોગ :- શૂલ ૧૦:૦૦ સુધી.

કરણ :- બવ ૧૦:૩૬ સુધી. બાલવ ૨૨:૦૫ સુધી.

સૂર્યોદય :-૦૬:૫૩

સૂર્યાસ્ત :-૧૭:૫૫

ચંદ્ર રાશિ :- ધન ૧૫:૩૨ સુધી. મકર ૧૫:૩૨ થી ચાલું.

સૂર્ય રાશિ :- વૃશ્ચિક

વિશેષ :- લાભપાંચમ,પાંડવ પંચમી.

વાગ્બારસ થી લાભપાંચમ સુધી બધા તહેવારો ની દરેક રાશિઓના જાતકોને શુભેચ્છા

મેષરાશિ

મનની ઈચ્છા પૂર્ણ કરવા પૂરતું આયોજન કરવું.મધ્યાન બાદ અડચણ ની સમસ્યા રહે.જુના વાદ વિવાદ સમાપ્ત થવાની શક્યતા વધે.

શુભ રંગ :-સફેદ

શુભ અંક:- ૭

વૃષભ રાશી

મતભેદ મનમુટાવ બને.મધ્યાન બાદ ચિંતા વિષાદ રહી શકે. વ્યાવસાયિક આયોજન ગોઠવી શકો.સમસ્યા અંગે ચર્ચા વિચારણા થી માર્ગ મળે.

શુભ રંગ:-પીળો

શુભ અંક :- ૮

મિથુન રાશિ

નવી આવકના પ્રશ્ને ચિંતા રહે.ખર્ચ વધતા જણાય.ધીરજની કસોટી થાય.પ્રયત્નથી નોકરી વ્યવસાયમાં સાનુકૂળતા બને.

શુભ રંગ :- નીલો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

ભાગ્ય યોગે મહત્વની સમસ્યામાં સાનુકૂળતા પ્રાપ્ત થાય.આપને સંકલ્પ શક્તિ અને પુરુષાર્થથી સાનુકૂળતા મળી રહે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૧

સિંહરાશિ

માતાની તબિયત માં ધ્યાન આપવું.જૂની નવી મિલકત સંપત્તિ નો પ્રશ્ન ઉદભવે.નોકરી વ્યવસાય અંગે ચિંતાનો માહોલ રહી શકે.

શુભ રંગ :- લાલ

શુભ અંક :- ૨

કન્યારાશિ

ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય. વ્યાવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે. માનસિક શાંતિ જાળવવી. પ્રગતિના સંકેતો જણાય.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૪

તુલા રાશિ

આર્થિક સમસ્યાથી ચિંતા રહે. નાણાભીડ.કેટલાક મત-મતાંતર થી ચિંતા રહે હરીફ અથવા શત્રુની કારી કામ ન આવે.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

પ્રગતિ અને સાનુકૂળતા માટે પ્રયત્નો વધારવા.સમસ્યાનું નિવારણ કરવું લાભદાયક. મતભેદ થી દૂર રહેવું .

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૩

ધનરાશિ

કાર્યભાર વધતો જણાય. બિનજરૂરી જરૂરી ખર્ચ-ખરીદી ખરીદી ટાળવી.આકસ્મિક મુસાફરી ની સંભાવના.કૌટુંબિક પ્રશ્નો થી મતભેદ થાય.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૨

મકર રાશિ

પોતાની માનસિક સ્વસ્થતા ટકાવવી.વિવાહ અંગે ની વાત પાછળ ઠેલાતી જણાય ધાર્યું કામ ન થતાં ચિંતા રહે.

શુભ રંગ :- નીલો

શુભ અંક:- ૯

કુંભરાશિ

વ્યવસાયમા રાહત મળે.નાણાકીય તંગીથી ચિંતા રહે.આત્મ નિર્ભર રહેવું. મુસાફરી થઇ શકે.

શુભરંગ:- ભૂરો

શુભઅંક:- ૧

મીન રાશિ

ખર્ચ-વ્યય નો અનુભવ થાય. ઉતાવળે આંબા ન પાકે.ધીરજ ના ફળ મીઠા.સંપત્તિ બાબતે ચિંતા રહે.સ્નેહીથી લાભ.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ