નવરાત્રીના પહેલા દિવસ કઈ કઈ રાશિના જાતકોને થશે ધનલાભ જાણો

મેષ- આજનો દિવસ લાભદાયક રહેશે. આવી સ્થિતિમાં મનને સંપૂર્ણ રીતે સક્રિય રાખવું પડે. જેઓ શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે, તેઓ વધુ નફો મેળવવા માટે મોટા પ્રમાણમાં નાણાંનું આંધળું રોકાણ કરવું નહીં. નિકાસ-આયાતનો વેપાર કરતા વેપારીઓ માટે આ દિવસ મહત્વનો છે, જ્યારે બીજી બાજુ ભવિષ્યમાં નવા વ્યવસાય માટે કેટલીક ખાસ યોજનાઓ બનાવવામાં આવશે.

સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી તમારે છાતીમાં દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે, જે લોકો લાંબા સમયથી ખાંસી અનુભવી રહ્યા છે તેઓએ ડોક્ટરની સલાહ સાથે સારવાર લેવી જોઇએ. માતા સાથે ઊંચા અવાજમાં થયેલી વાતચીત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

વૃષભ – આ દિવસે માનસિક રીતે ઠંડા રહો, તમારે કામ કરવું કે નહીં તેની ચિંતા ન કરવી જોઈએ. તમારે શક્ય તેટલો શારીરિક આરામ કરવો પડશે. ઓફિસમાં પૂરી મહેનત અને ઈમાનદારી સાથે કામ કરશો, જેના કારણે પ્રમોશન મળવાની શક્યતા છે. વિવાદિત વેપારીઓને નુકસાન થઈ શકે છે. ખાદ્ય સંબંધિત વસ્તુઓના વેપારીઓને લાભ થશે. પેટને લગતા રોગો સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે, આવી સ્થિતિમાં હળવું હૂંફાળું પાણી લેવું. જો સ્વાસ્થ્ય સારું ન હોય તો ઘરે આરામ કરો. મોટા બાળકો અને જીવનસાથીને આરોગ્ય સંબંધિત બાબતોમાં સાવધાન રહેવાની સલાહ આપો.

મિથુન- આજે આર્થિક ગ્રાફ સુધારવા માટે યોજનાઓ બનાવવી પડશે. જો મહત્વનું કામ અટકેલું છે તો નિષ્ણાંત અથવા વરિષ્ઠ વ્યક્તિ પાસેથી અભિપ્રાય લેવો જોઈએ. જો તમે વિદેશમાં ક્યાંક નોકરીની તક શોધી રહ્યા છો, તો તમને સફળતા મળશે. મીડિયા સાથે જોડાયેલા લોકોએ કામ અંગે સાવધાનીપૂર્વક વર્તવું જોઈએ. કોસ્મેટિકના વ્યવસાયમાં નફો થશે. યુવાનો લક્ષ્યો તરફ દ્રઢ નિશ્ચય સાથે આગળ વધશે, તમામ કામો વધુ સારી રીતે કરવાના પ્રયત્નો કરવા જોઈએ. આજે સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે, પરંતુ બેદરકારી ન કરવી જોઈએ. તમને માતા તરફથી સ્નેહ મળશે.

કર્ક- આજે જીવનસાથી સાથે સંપર્ક અને સંબંધ સુધારવાની જરૂર છે. આવતીકાલ માટે કોઈ પણ કામ મુલતવી ન રાખવાનો પ્રયાસ કરો, મહત્વપૂર્ણ કાર્યો તમને સોંપવામાં આવી શકે છે. જો તમે ઓફિસમાં ટીમનું નેતૃત્વ કરો છો તો સહકર્મીઓ સાથે મૈત્રીપૂર્ણ બનો હાલમાં તમારે દરેક સાથે તાલ મિલાવવો પડશે. જેઓ ઈલેકટ્રીક વસ્તુઓ સાથે સંબંધિત વ્યવસાય કરે છે તેમને ઘણું કામ કરવું પડશે. યુવાનોએ ગુસ્સામાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ, નહીં તો ભવિષ્યમાં તેમને પસ્તાવો કરવો પડી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ગરીબ વ્યક્તિને ભોજન કરાવો.

સિંહ- આજે તમે હળવાશ મેળવ્યા પછી કામમાં વ્યસ્તતા અનુભવશો. પરંતુ ધ્યાનમાં રાખો કે વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. સોફ્ટવેર કંપનીઓમાં કામ કરનારાઓને પ્રમોશન લેટર મળી શકે છે. વેપાર માટે દિવસ ફળદાયી અને લાભદાયક છે. ભાગીદારીમાં કરેલું કામ પણ સફળ થતું જોવા મળે છે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે પ્રયત્નશીલ છે, તેઓએ પરીક્ષાની તૈયારી કરવી પડશે. યુવાનોનું ઘણું કામ સફળ થવાનું છે. બિનજરૂરી ચિંતા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. પરિવારના સભ્યો ખુશ રહેશે, આ સિવાય તમારા જીવનસાથી સાથે સમય પસાર કરો. ઘરની ખરીદી માટે દિવસ અનુકૂળ રહેશે.

કન્યા- આજે કોઈ પણ મોટું હોય કે નાનું દરેક કામને મહત્વ આપો. તો બીજી બાજુ બિનજરૂરી કામો ટાળો. નોકરીમાં કાર્યરત લોકોએ કાર્યક્ષમતા વધારવા માટે બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે, કારણ કે મહેનત કરતાં મુશ્કેલ કાર્યને પણ સરળ બનાવી શકાશે. વેપારી વર્ગને નાણાં સાથે ખૂબ જ સાવધાનીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. યુવાનો પોતાનો મનપસંદ અભ્યાસક્રમ કરી શકે છે, કારકિર્દી સંબંધિત અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી રહેશે. પગમાં અને પેટમાં દુખાવો થવાની સંભાવના છે, આ બાબતે ધ્યાન રાખો. પરિવાર સાથે વિતાવેલો સમય યાદગાર સાબિત થશે.

તુલા- આ દિવસે સાવધાન રહેવું જરૂરી છે. અજાણ્યા વ્યક્તિ પર બિલકુલ વિશ્વાસ ન કરો. અન્યની વાણી આત્મવિશ્વાસ ઓછો કરી શકે છે. અન્યના ભરોસે મહત્વનું કામ ન છોડો, નહીંતર તમારે તેના માટે જવાબ આપવો પડી શકે છે. ઉચ્ચ અધિકારીઓ પાસેથી પણ ઠપકો સંભાવો પડે તેવી સંભાવના છે. વેપારીઓએ નાના રોકાણો માટે આયોજન શરૂ કરવું જોઈએ. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પડવાથી ઈજા થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં પાણીવાળા સ્થળોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

વૃશ્ચિક – આ દિવસે અજાણ્યો ભય અને ચિંતા માનસિક દબાણ બનાવી શકે છે, આવી સ્થિતિમાં વ્યક્તિએ અમુક સમય માટે યોગ્ય મનપસંદ કામ કરવું જોઈએ. કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવી શકે છે, જેઓ અન્ય નોકરીની શોધમાં છે, તેમને સફળતા મળવાની સંભાવના દેખાય છે. જે લોકો તેલનો વ્યવસાય કરે છે તેમના માટે દિવસ લાભથી ભરેલો છે. યુવા કારકિર્દી અંગે બેદરકાર ન બને. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, તમારે આહાર પર નિયંત્રણ રાખવું. વધુ પડતો ચીકણો ખોરાક લેવાનું ટાળો. માતાપિતા પાસેથી કામમાં મદદ મળશે, આર્થિક સહયોગ પ્રાપ્ત થશે અને સંબંધોમાં નીકટતા આવશે.

ધન – આજે તમામ અટકેલા કામો પણ પાર પડશે. આવી સ્થિતિમાં ગુરુ માતા-પિતા અને વરિષ્ઠ લોકોની સંગતમાં રહેવું જોઈએ. વિદેશી કંપનીઓ સાથે જોડાયેલા લોકો ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી શકે છે, તેથી તમારી જાતને તૈયાર રાખો. જો તમને આજે કામમાં સફળતા ન મળે તો નિરાશ ન થશો. મેડિકલ સંબંધિત વ્યવસાય કરનારાઓએ સાવધાન રહેવાની જરૂર છે. સ્વાસ્થ્યમાં ત્વચા સંબંધિત રોગોથી સાવધાન રહો, ફંગલ ઇન્ફેક્શન થવાની સંભાવના છે. જો બાળક કારકિર્દી કે અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છે છે. તો તેને મદદ કરવી જોઈએ. વધુને વધુ લોકોને કેવી રીતે મદદ કરવી તે વિશે વિચારો.

મકર- આ દિવસે જીવનમાં સંતુલન જાળવવું એ તમારી સફળતાનું સૌથી મહત્વનું સૂત્ર હશે. ઓફિસમાં બે જુથો વચ્ચે મધ્યસ્થી બનવું પડી શકે છે. લક્ષ્ય આધારિત નોકરીમાં સતર્ક રહો. હાલમાં તમારી બેદરકારી નોકરી માટે સારી નથી. વેપારીઓએ બિઝનેસ વિસ્તરણ માટે નવી યોજના બનાવવી પડશે. યુવાનોને કારકિર્દીમાં વધુ સારા વિકલ્પો મળતા જણાય છે. આજે બહારનું ભોજન લેવાનું ટાળો, ઘરમાં પણ હળવો ખોરાક ખાવાનો પ્રયત્ન કરો. તમારી નાની બહેનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જો ઘરમાં કોઈનો જન્મદિવસ હોય તો ચોક્કસપણે તેને ભેટ આપો.

કુંભ- આ દિવસે તમારે તમામ બાબતોમાં વિચારપૂર્વક પગલા ભરવા પડશે. સરકારી ખાતામાં કામ કરતા લોકોએ વર્તમાન સમયમાં કામ અને કાર્ય શૈલીને અપડેટ રાખવી પડશે, કારણ કે ઉચ્ચ અધિકારીઓ તમારા કામની સમીક્ષા કરી શકે છે. વેપારી વર્ગ માટે દિવસ શુભ છે, જે લોકો ખાદ્ય પદાર્થો અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત વ્યવસાય કરે છે, તેમને વધુ નફો મળવાની સંભાવના છે. સ્વાસ્થ્યમાં એલર્જીથી સાવધાન રહો, તે તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે. મોટા ભાઈના માર્ગદર્શનને અનુસરો તમને ચોક્કસ સફળતા મળશે. જો તમે ઘર બદલવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રયત્નોને ઝડપી રાખો.

મીન- આજે તમને કામ કરવાની ઉર્જા મળશે, આવી સ્થિતિમાં આજે તમારા મહત્વના કામ પૂરા કરવાની સલાહ આપવામાં આવે છે. ઓફિસમાં જવાબદારીઓ વધશે. બીજી તરફ પ્રમોશન અને ઉચ્ચ પદ પણ પ્રાપ્ત થશે. કાર્ય પૂર્ણ કાર્યક્ષમતા સાથે પૂર્ણ કરો, નાની બેદરકારી પણ અધિકારીઓની નજરમાં તમારી છબી ખરાબ કરશે. જે લોકો પૂજા સામગ્રી સાથે સંબંધિત કામ કરે છે તેમના માટે દિવસ લાભદાયી છે. આજે તમને સ્વાસ્થ્યમાં શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બાળકના ભવિષ્ય વિશે થોડો અજાણ્યો ડર રહેશે, તેમજ તેમને સંબંધિત નાની સમસ્યાઓ પણ તમને વધુ ચિંતા કરાવી શકે છે.