હેર કન્ડિશનર વગર વાળને તંદુરસ્ત અને મુલાયમ વાળ કેવી રીતે કરવા, તે અહીં જાણો.

દરેક વ્યક્તિ સ્વસ્થ અને મુલાયમ વાળ ઈચ્છે છે. કારણ કે, સ્વસ્થ વાળ તમારી સુંદરતા અને વ્યક્તિત્વમાં ઉમેરો કરે છે. લોકો તેમના વાળને સિલ્કી અને મુલાયમ બનાવવા માટે હેર કન્ડિશનરનો ઉપયોગ કરે છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ હેર કન્ડિશનરમાં કેમિકલ હાજર હોય છે. જે વાળને પણ નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, તમે વાળમાં કન્ડિશનરનો ઉપયોગ કર્યા વગર પણ વાળને તંદુરસ્ત અને મુલાયમ બનાવી શકો છો. તો ચાલો અમે તમને કન્ડિશનરનો ઉપયોગ કર્યા વગર જ વાળને સ્વસ્થ અને મુલાયમ બનાવવાની રીત જણાવીએ.

વાળને સ્વસ્થ અને મુલાયમ બનાવવાની ટિપ્સ

image source

– સૌ પ્રથમ, તમારા વાળ અનુસાર યોગ્ય શેમ્પૂ પસંદ કરો. તમારા વાળ માટે વિવિધ પ્રકારના શેમ્પૂ ઉપલબ્ધ છે પછી ભલે તમારા વાળ તેલયુક્ત હોય કે શુષ્ક.

– આ સિવાય તમે વાળને પોષણ આપવા માટે હેર પેકનો ઉપયોગ પણ કરી શકો છો. જેથી વાળને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી શકે.

હેર પેક કેવી રીતે બનાવવું-

આ માટે કેળાને મેશ કરો અને તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. હવે 1 ચમચી ઓલિવ તેલ અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળ પર સારી રીતે લગાવો અને 30 મિનિટ પછી હળવા શેમ્પૂથી તમારા વાળ ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ હેર પેકનો ઉપયોગ કરો.

વાળને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે નિયમિત ગ્રૂમિંગ કરો.

image source

રાત્રે સૂતી વખતે તમારા વાળને રિલેક્સ મોડમાં રાખો. તમે આ માટે તમારા વાળ કાંસકો પણ કરી શકો છો. આ ટિપ્સ તમારા વાળને મજબૂત, મુલાયમ અને રેશમી બનાવશે.

વાળની સંભાળની અન્ય ટિપ્સ.

– આમળા ખાવાથી શારિરીક ફાયદા થાય જ છે, સાથે આમળા ખાવા એ વાળ માટે પણ રામબાણ ઈલાજ માનવામાં આવે છે. તમારા વાળની દરેક સમસ્યા દૂર કરવા માટે આમળાનું સેવન ફાયદાકારક છે. તમે ઘણા શેમ્પુ અને તેલની સામગ્રીમાં પણ આમળા જોયા હશે. તેથી આમળાનું સેવન કરવું ફાયદાકારક છે જ સાથે તમે આમળાનો રસ પણ તમારા વાળ પર લગાવી શકો છો. આ માટે તાજા આમળા લો તેને ગ્રાઈન્ડ કરી તેનો રસ કાઢો. ત્યારબાદ આ રસ વાળના મૂળમાં તેલની જેમ લગાવો અને થોડા સમય પછી નવશેકા પાણીથી તમારા વાળ ધોઈ લો. આ ઉપાયથી તમારા વાળ જાડા અને લાંબા તો થશે જ સાથે તમારા વાળ એકદમ નરમ બનશે.

image source

– બે ચમચી ટી ટ્રી ઓઈલને ચાર ચમચી નવશેકા પાણી સાથે મિક્સ કરો અને વાળના મૂળમાં લગાવો. હવે 10 મિનિટ સુધી હળવા હાથે માથાની ચામડીની માલિશ કરો, ત્યારબાદ 20 મિનિટ પછી તમારા વાળ ધોઈ લો. જો તમે સવારે આ પ્રક્રિયા કરો છો, તો તે તમારા માથા પરની ચામડી ડિટોક્સ કરશે સાથે તમારા વાળ લાંબા, જાડા, મજબૂત અને કાળા બનાવવામાં મદદ કરશે.

– વાળમાં ક્યારેય બે વાર શેમ્પૂ ન લગાવો. ઘણા લોકોને લાગે છે કે એકવાર શેમ્પુ કરવાથી વાળની ગંદકી બહાર નથી આવતી તેથી તે બે વાર શેમ્પુથી વાળ ધોવે છે. પરંતુ આ બિલકુલ સાચું નથી. વાળ પર વધુ શેમ્પૂ લગાવવાથી વાળ સુકાઈ જાય છે. જો તમે તમારા વાળ પર તેલ લગાવીને શેમ્પુ કરો છો તો જ તમે બે વાર શેમ્પૂ કરી શકો છો. ક્યારેય ઠંડા પાણીથી વાળ ન ધોવા. સૌ પ્રથમ તમારા વાળને નવશેકા પાણીથી ભીના કરો. નવશેકું પાણી ઉમેરવાથી માથાના બધા છિદ્રો ખુલે છે અને વાળની બધી ગંદકી પણ દૂર થાય છે. તે પછી વાળ પર શેમ્પૂ લગાવો, ત્યારબાદ માથાને ઠંડા પાણીથી ધોઈ લો. ક્યારેય ખુબ ગરમ પાણીથી પણ વાળ ના ધોવા જોઈએ. આ કરવાથી વાળમાંથી કુદરતી તેલ નીકળી જાય છે. તેથી હંમેશા વાળને નવશેકા પાણીથી ધોવા જોઈએ.

image source

– અશ્વગંધા એ આયુર્વેદિક દવા છે જેનો મોટાભાગના લોકોએ ઉપયોગ કર્યો છે. જો તમે વાળની અનેક સમસ્યાઓથી પરેશાન છો, ખરવાની સમસ્યાથી પરેશાન છો, જો તમારા વાળ ખુબ જ પાતળા થઈ રહ્યા છે અને તમારા માથા ટાલ પડી છે. તો તમારા વાળની દરેક સમસ્યા દૂર કરવા માટે તમે અશ્વગંધાનો ઉપયોગ કરી શકો છો. ઘણા શેમ્પુમાં પણ અશ્વગંધા જોવા મળે છે, તમે આ માટે તે શેમ્પુનો ઉપયોગ પણ કરી શકો છો.