ટેરૌ રાશિફળ : તમારા નેતૃત્વના વખાણ થશે, આર્થિક બાબતોમાં લાભ મળવાનો દિવસ છે મંગળવાર

તમારા નેતૃત્વના વખાણ થશે, આર્થિક બાબતોમાં લાભ મળવાનો દિવસ છે મંગળવાર

મેષ – Temperance

આજે દરેક વ્યક્તિ તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરશે. લોકો તેમના કાર્યને વધુ સારી રીતે આગળ વધારવા માટે તમારી સલાહ લેશે. કેટલાક લોકો તમારી વાતચીત કરવાની રીત પસંદ કરશે. કોઈને પણ તમારી જરૂર પડી શકે છે. લોકોને મદદ કરવા તૈયાર રહો. ખોરાક અને સમયની વિશેષ કાળજી લો તે તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

વૃષભ – The Chariot

આજે તમારા માટે નફો અને પૈસા કમાવવાનો દિવસ છે. જુના રોકાણોથી તમને સારા વળતર પણ મળશે. જો કે, કોઈ નવું કાર્ય કરતા પહેલા, કોઈ નિષ્ણાતની સલાહ લો અથવા તેના પર સંશોધન કરો. આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જોઈએ. કેટલાક લોકો તેમના પરિવાર સાથે બહાર જવા અથવા તેમની સાથે સમય પસાર કરવા માટે કામમાંથી વિરામ લેવાની યોજના પણ બનાવી શકે છે.

મિથુન – Nine of Swords

આજે તમને તમારી ક્ષમતાનું પૂર્ણ પરિણામ પ્રાપ્ત થવાની સંભાવના છે. કેટલાક કિસ્સામાં તમારે તમારી વાત લોકોની સામે કરવી પડશે. તમને ફક્ત ધ્યાનથી સાંભળવામાં આવશે નહીં, પણ સ્વીકારવામાં પણ આવશે. તમારા કેટલાક જૂના કામ માટે તમને સારું ઇનામ મળી શકે છે. તમારે સંબંધ વિશે થોડી ગંભીરતા બતાવવી પડશે. જો તમે કોઈ પણ સંબંધમાં પ્રતિબદ્ધ ન હો તો તમારું વલણ સ્પષ્ટ કરો.

કર્ક – The World

આજે તમારે તમારી પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો તમે તમારા ટાઈમને મેનેજ નહીં કરો, તો પછી તમારે ભવિષ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કેટલાક કિસ્સાઓમાં તમારે નવી શક્યતાઓ માટે તમારી જાતને તૈયાર કરવી પડશે. જો તમે આજે કેટલાક નવા લોકો અથવા કોઈ વિશેષ વ્યક્તિને મળો છો, તો આ બેઠક યાદગાર હોઈ શકે, સાથે સાથે તમારા માટે ભવિષ્યના ઘણા દરવાજા ખોલવાના સંકેત પણ તે કરે છે.

સિંહ – Six of Pentacles

તમારે આજે તમારા કેટલાક સાથીઓને મદદ કરવી પડશે. કેટલાક લોકો તમારા કામની પણ પ્રશંસા કરશે. જો તમારે તમારા કાર્યમાં સો ટકા સફળતા જોઈએ છે, તો તમારા વર્તનને થોડું ફોરવર્ડ રાખો. તમારે ટીમ સાથે થોડો પ્રેમ અને સાથે કડક વ્યવહારથી કામ કરવું પડશે. આ તમારા માટે સફળતાનું મૂળ સૂત્ર હશે. આજે પડવા વાગવાથી વિશેષ સાવચેતી રાખવી પડી શકે છે.

કન્યા – Three of Swords

આજે તમારું ઉડાઉ વલણ તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારા માટે એક સંપૂર્ણ શેડ્યૂલ બનાવો અને તેને અનુસરો. તમારે લોકોમાં વિશ્વાસ રાખવો જોઈએ અને તેમને સમય આપવો જોઈએ. કેટલાક લોકોને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારે નોકરી મેળવવા અથવા જાળવવા માટે વધારાના પ્રયત્નો કરવાની જરૂર છે. કેટલાક લોકોને આરોગ્યની વિશેષ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે.

તુલા – The Star

આજે તમારા માટે કંઇક નવું અને સારું કરવા માટેનો દિવસ છે. બીજા સાથે કામ કરવામાં આનંદ મળશે. સામૂહિક સફળતા તમને આગળ વધવાની પ્રેરણા આપશે. કેટલાક લોકો તમારા નેતૃત્વમાં સારું કામ કરી શકશે, તમારા વિચારો સ્વીકારવામાં આવશે. ભાગ્ય આ સમયે રચનાત્મક કાર્યો સાથે સંકળાયેલા લોકોને વિશેષ સફળતાનો સંકેત આપી રહ્યું છે. તમારે વિચારવું પડશે કે કોઈ પણ સંબંધમાં આગળ વધતા પહેલા આ સંબંધ તમને ખુશી આપે છે કે નહીં.

વૃશ્ચિક -Two of Pentacles

આજનો દિવસ તમારા માટે સોલ્યુશન ફેક્ટર રહેશે. તમને કેટલીક જૂની સમસ્યાઓનો અચાનક સારો ઉપાય મળી શકે છે, જેનાથી તમારો તણાવ ઓછો થશે. રાહતનો અનુભવ કરશો. તમારે તમારા શબ્દોમાં ખૂબ સ્પષ્ટ થવું જોઈએ. આજે તમારે કેટલીક બાબતો તમારા લોકોને ખૂબ સ્પષ્ટપણે જણાવવાની છે, નહીં તો ભવિષ્યમાં આ સંબંધો તમારા માટે તાણ પેદા કરી શકે છે અથવા તમે તે સંબંધોને તમે ગુમાવી શકો છો. તમારા ખોરાકમાં બેદરકારી મુશ્કેલીનું કારણ બની શકે છે.

ધન – Eight of Wands

આજનો દિવસ તમારા માટે ખૂબ સારો બની શકે છે. તમને કેટલાક કેસોમાં લીડ કરવાની તક મળી શકે છે. જો તમે કોઈ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છો, તો આજે તમારે તમારા સાથીને પ્રેરિત કરવા પડશે અને તેમના પ્રયત્નોની પ્રશંસા કરવી પડશે. ટીમ સાથેનો તમારો વ્યવહાર તમારી સફળતાની દિશા નક્કી કરશે. અંગત જીવનમાં તમારે અમુક પ્રકારની વફાદારીની કસોટીમાંથી પસાર થવું પડી શકે છે. આજે તમારે તમારા આહારમાં સંતુલન રાખવું જોઈએ, વધુ પાણી પીવું જોઈએ.

મકર – King of Swords

આજનો દિવસ તમારા માટે કોઈ બાબતે નિરાશા લઈને આવ્યો છે. તમને તમારા પ્રયત્નોના અનુકૂળ પરિણામો મળશે નહીં, જે તમને ચીડિયાપણું આપી શકે છે. તમારે ધીરજ રાખવી જ જોઇએ. તમને થોડી સારી માહિતી જલ્દી મળી શકે છે. તમને તમારા પ્રયત્નોનું સંપૂર્ણ સકારાત્મક પરિણામ મળવાની અપેક્ષા છે. વ્યક્તિગત જીવનમાં તમે તમારા જીવનસાથી પાસેથી ઘણું શીખી શકો છો. તમારા માટે દિવસ મિશ્રિત રહે.

કુંભ – Strength

ધૈર્ય અને શાંતિથી કામ કરો આજનો દિવસ તમારો રહેશે. કેટલાક કિસ્સાઓમાં તમને ખોટી માહિતી મળી શકે છે, અથવા કંઈક સમજવામાં તમારી સાથે અથવા તમારી સાથે સંકળાયેલા લોકો સાથે ભૂલ થઈ શકે છે. તેનાથી થોડો તણાવ થઈ શકે છે. તમારે આજે લોકોની વાતને શાંતિથી સંભાળવી પડશે. અપરિણીત લોકો માટેના સલાહ છે કે જો તમે તમારા માટે જીવનસાથી પસંદ કરવાનું વિચારી રહ્યા છો, તો તેમાં સમજદારીથી નિર્ણય લો.

મીન – The Hermit

આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ સાબિત થશે. તમને તમારા ઉપરી અધિકારીઓ પાસેથી ઘણી સારી વસ્તુઓ શીખવા મળી શકે છે. લોકો તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરશે. સારા પરિણામ મેળવવા માટે તમને ઘણી પ્રેરણા મળી શકે છે. અંગત જીવનમાં દિવસ તમારા માટે ખૂબ સારો રહેશે. ફક્ત તમને તમારી પીઠની સંભાળ લેવાની સલાહ આપવામાં આવે છે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત