ફેસબુક પર લાઇવ સ્ટ્રીમ કરીને યુવકે કરી લીધી આત્મહત્યા, મિત્રો મનાવતા રહ્યા પણ છેવટે યુવાને પોતાનો જીવ લઈ જ લીધો અને મિત્રો જોતા રહી ગયા

ફેસબુક પર લાઇવ સ્ટ્રીમ કરી આત્મહત્યા – મિત્રો મનાવતા રહ્યા પણ છેવટે યુવાને પોતાનો જીવ લઈ જ લીધો અને મિત્રો જોતા રહી ગયા

દરેક વ્યક્તિ જીવનમાં કોઈને કોઈ તકલીફમાંથી પસાર થતી રહેતી હોય છે. જીવનનો દરેક દિવસ એક સરખો નથી હોતો ક્યારેક તમે ખુશ રહો છો તો ક્યારેક ઉદાસ રહો છો તો ક્યારેક તમે દુઃખી રહો છો. અને દુઃખ ઉદાસીની ક્ષણ માણસને વધારે નબળો બનાવી મુકે છે અન તે ક્ષણોમાં તમે ઘણા ન લેવાના નિર્ણય લઈ લેતા હોવ છો. કેટલાક તેને પસાર કરી લે છે તો કેટલાક તેને સહન નથી કરતા અને આત્મહત્યાનો નિર્ણય લે છે.

image source

તાજેતરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ પોતાની આત્મહત્યા ફેસબુક પર લાઇવ સ્ટ્રીમ કરી છે. આ ઘટના મોહાલીના નયાગાંવ વિસ્તારની છે. આત્મહત્યા કરનાર યુવકનું નામ પ્રદીપ કુમાર છે. તેણે પોતાના દોસ્તો સામે ફેસબુક પર લાઈવ વિડિયો સ્ટ્રીમ કરીને પોતાના મિત્રો સામેજ ગળા ફાંસો ખાઈ લીધો હતો.

image source

મૃતક નયાગાંવાના દશમેશ નગરમાં રહેતો હતો. તે 42 વર્ષનો હતો અને તેણે પોતાની આત્મહત્યાનો વિડિયો શુક્રવારે સવારે લાઇવ સ્ટ્રીમ કર્યો હતો. તેણે તે વખતે પોતાના ગળામાં ફંદો નાખ્યો હતો. ત્યાર બાદ પોતાના મિત્રોને લાઇવ વિડિયોમાં જણાવ્યું હતું કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. લાઇવ વિડિયો દરમિયાન મિત્રોએ તેને તેમ નહીં કરવા વાંરવાર અરજ કરી પણ તેણે કોઈનું ન સાંભળ્યું અને તેણે મિત્રોને જોતાં જ ગળાફાંસો ખાઈ લીધો.

image source

પ્રદિપે પોતાની આત્મહત્યા માટે પોતાની પત્ની, પોતાની બે સાળિઓ અને તેમના પતિઓને જવાબદાર ગણાવ્યા છે. પ્રદીપે આત્મહત્યાનો આ 1 મિનિટ ચાર સેકન્ડના વિડિયોમાં જણાવ્યું છે કે તેના આ પગલાં માટે તેની પત્ની, પત્નીની બે બહેનો અને તેમના પતિઓ જવાબદાર રહેશે. તેણે પોતાના મિત્રો સમક્ષ પોતાની છેલ્લી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેની છેલ્લી ઇચ્છા એ હતી કે તેની માતા અને તેના બાળકોને અમૃતસરવાળા ઘરમાં મુકી આવવામાં આવે. અને બસ આ છેલ્લી ઇચ્છા વ્યક્ત કરીને તેણે બધાની નજરો સામે આત્મહત્યા કરી લીધી હતી.

image source

પ્રદીપે 2006માં પ્રેમ લગ્ન કર્યા હતા. અને તેમના આ લગ્ન 14 વર્ષ રહ્યા હતા. તેમના આ લગ્નજીવન દરમિયાન બે બાળકો પણ થયા. એકની ઉંમર 12 વર્ષની છે અને બીજાની ઉંમર 9 વર્ષની છે. પણ છેલ્લા કેટલાક સમયથી સીમા એટલે કે પ્રદીપની પત્ની પોતાના પિયરમાં જ રહેતી હતી. ગત ગુરુવારે સીમા પોતાના પતિ પાસે પાછી આવી હતી અને શુક્રવારે સવારે તેનો પતિ સાથે ઝઘડો થયો હતો. ત્યાર બાદ સીમા સવારે નવ વાગ્યે ઘરેથી રોકડ તેમજ ઘરેણા લઈ ચાલી ગઈ હતી.

સીમાના ગયા બાદ અરધા જ કલાકમાં પ્રદીપે જીવન ટુંકાવી દેવાનો નિર્ણય લીધો હતો અને દોસ્તોની નજર સામે ફાંસી ખાઈ લીધી હતી. નવાગાંવ ખાતેના એસએચઓ અશોક કુમારે આ મામલા બાબતે જાણકારી આપી હતી કે વિડિયો તેમજ મૃતકના માતા સત્યા દેવીના નિવેદનના આધારે સીમા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અને કલમ 306 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

image source

અહીં ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે કે પ્રદિપે પોતાની આત્મહત્યા ફેસબુક પર લાઈવ સ્ટ્રીમ કરી. તેના મિત્રો તેને કમેન્ટ્સ કરતા રહ્યા કે તે આમ ન કરે. શું તેમાંનો કોઈ મિત્ર તેની નજીક નહીં રહેતો હોય ? કે તે ત્યાં જઈને તેને તેમ કરતા બચાવી લે. શું તેમાંના કોઈ જ મિત્ર પાસે તેના પાડોશીનો સંપર્ક કરવા માટેનો કોઈ રસ્તો નહીં હોય કે તેને આ દુઃખદ પગલું લેતા અટકાવી શક્યો હોત. શું આ કમેન્ટ કરતાં મિત્રો પોલીસને તાત્કાલીક ખબર ન પહોંચાડી શક્યા હોત, શું તેઓ તાબડતોડ ન દોડી શક્યા હોત તેની મદદે?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત