ક્યારેક નાના અમથા ઘરમાં આખા પરિવાર સાથે વિતાવ્યા હતા દિવસો, આજે અરબોની માલકીન છે વિદ્યા બાલન

પોતાની સાડીઓ માટે જાણીતી એક્ટ્રેસ વિદ્યા બાલન આજે ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. વિદ્યા જેટલી ફેમસ ફિલ્મોમાં પોતાના પાત્રને લઈને રહે છે એટલી જ એમની સાડીઓ ચર્ચામાં રહે છે. વિદ્યાની એકલા ચોલો રે સાડીની ફેશન ગલીઓમાં જબરદસ્ત ચર્ચા છે. આ સાડીને પહેરીને વિદ્યા બાલને રવીન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપી હતી.

image source

આ સાડી Forsarees બ્રાંડના ઉમદા કલેક્શનમાંથી એક છે. જેની કિંમત ફક્ત 2700 રૂપિયા છે. ભલે વિદ્યા બાલનની સાડીઓ જોવામાં ઘણી સિમ્પલ હોય છે પણ એની સાથે એક ખાસ ફીચર જોડાયેલું હોય છે. વાત કરીએ એમની લાઇફસ્ટાઇલની તો એ ખૂબ જ લકઝરી છે, વિદ્યા બલમની ગણતરી આજે સૌથી મોંઘી એક્ટ્રેસમા થાય છે પણ એક સમય હતો જ્યારે વિદ્યાને લોકો રિજેક્ટ કરી દેતા હતા.

image source

વિદ્યા બાલનને સતત 12 ફિલ્મોમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. વિદ્યા બાલન રોજ રડી રડીને સુઈ જતી હતી. સતત મળેલી નિષફળતા પછી વિદ્યા બાલન વિચારવા લાગી હતી કે કદાચ ઇન્ડસ્ટ્રીમાં એમની કોઈ જગ્યા નથી પણ વિદ્યાએ હિંમત ન હારી અને ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી. પોતાની સફળતાનો શ્રેય વિદ્યા બાલન એમના માતા પિતાને પણ આપે છે. એમનું કહેવું છે કે રોજ રાત્રે સૂતા પછી જ્યારે સવાર પડતી હતી તો એ વિચારતી હતી કે આજે કોઈ સારી ખબર સાંભળવા મળશે.

image source

વાત વિદ્યા બાલનની કુલ સંપત્તિની કરીએ તો વિદ્યા બાલન 18 મિલિયન યુએસ ડોલર એટલે કે 134 કરોડની માલકીન છે. એક્ટ્રેસનું કમાણીનો મુખ્ય સ્ત્રોત બ્રાન્ડ એન્ડોરસમેન્ટ અને ફિલ્મ છે. એ સિવાય વિદ્યા બાલન એક ફિલ્મ નિર્માતા, સ્ટેજ પરફોર્મર અને રિયાલિટી ટીવી શો હોસ્ટ પણ છે જેમને ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યું છે. એમની સંપત્તિમાં મર્શિડીઝ ઇ કલાસ અને સેડાન કાર, મર્શિડીઝ બેનઝ છે.

image source

ક્યારેક પરિવાર સાથે ચેમ્બઉરમાં સાધારણ એપાર્ટમેન્ટમાં રહેતી વિદ્યા બાલન પાસે આજે મુંબઈ અને ખરમાં ઘણા એપાર્ટમેન્ટ છે. એમના પતિએ 14 કરોડનું એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે જે એક્ટ્રેસને એમને ગિફ્ટ આપ્યું હતું. એક્ટ્રેસના એક ફ્લેટની કિંમત 8 કરોડ રૂપિયા છે. એ સાથે જ એ દેશમાં ઘણી રિયલ એસ્ટેટ પ્રોપરટીઝની માલકીન છે. વિદ્યા બલનના પતિ સિદ્ધાર્થ રોય કપૂર જાણીતા પ્રોડ્યુસર અને ડાયરેકટર છે જેમની કુલ સંપત્તિ લગભગ 476 મિલિયન ડોલર એટલે કે 32 અરબ રૂપિયા ચર. નો એક્ટ્રેસના પતિની સંપત્તિ પણ જોડી લેવામાં આવે તો એક્ટ્રેસ અરબોની માલકીન છે.