ગુજરાતના 600 શિલ્પકારો ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં તૈયાર કરશે ખાસ જિનાલય

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ખાસ જિનાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આમ તો આ જિનાલયમાં અને ખાસિયતો છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે તેનું નિર્માણ ગુજરાતના જ 600થી વધુ શિલ્પકારો કરશે. આ જિનાલયનો સંબંધ અયોધ્યાના રામમંદિર સાથે પણ છે કારણ કે તેનું નિર્માણ પણ રામ મંદિરનું નિર્માણ કરતાં સોમપુરા સમાજના જ સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

image source

આ અંગે માહિતી આપતા સોમપુરા સમાજના અગ્રણી તેમજ જાણીતા શિલ્પકાર રાજેશ સોમપુરા જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં બનનારા જિનાલય 55 ફૂટ ઊંચું, 54 ફૂટ પહોળું અને 72 ફૂટની લંબાઈ ધરાવતું હશે. આજના લઈ નું બાંધકામ ત્રણ વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય 600 શિલ્પકારો એ નક્કી કર્યો છે.

image source

આ જીનાલયની અન્ય એક ખાસિયત એ પણ છે કે તેનું બાંધકામ એવી રીતે કરવામાં આવશે તેનું આયુષ્ય 1000 કે તેનાથી વધુ વર્ષનો રહેશે એટલે કે એક હજાર વર્ષ સુધી આજે ના લઇ ને કશું જ નહીં થાય.

image source

ઓસ્ટ્રેલિયામાં જે જિનાલય બની રહ્યું છે તેનું ભારત સાથે ખાસ કનેક્શન હશે. એક તો તેને ગુજરાતના શિલ્પકારો બનાવી રહ્યા છે અને બીજો તેમાં રાજસ્થાનનો માર્બલ ઉપયોગમાં લેવાશે. રાજસ્થાનના 15 ટન માર્બલ થી જિનાલય બનશે.

image source

આ જિનાલયમાં લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં નહીં આવે. તેના નિર્માણમાં ગુજરાત થી પથ્થર મોકલવામાં આવશે. અત્યાર સુધીમાં 30 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે અને આગામી દિવસોમાં 20 જેટલા શિલ્પકારો મેલબોર્ન જવા રવાના થશે.

image source

આ જિનાલય નો શિલાન્યાસ 4 ઓગસ્ટે કરવામાં આવ્યો હતો. પૂજ્ય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજ ની હાજરીમાં 21 શિલ્પની પુજા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારનું જિનાલય નથી. એટલે કે ઓસ્ટ્રેલિયા નું પહેલું સૌથી ઊંચું શિખરબદ્ધ જિનાલય હશે.