પ્રદૂષિત શહેરમાં વધુ સમય રહેવાથી મહિલાઓમાં વધે છે હૃદયની નિષ્ફળતાનું જોખમ, વાંચો આ લેખ અને જાણો તમે પણ…

આપણે બધા જાણીએ છીએ કે પ્રદૂષણ આપણા સ્વાસ્થ્ય ને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. પરંતુ હવે એક નવા સંશોધને બતાવ્યું છે કે પ્રદૂષિત શહેરમાં રહેવાથી મહિલાઓમાં હાર્ટ ફેલ્યોર ની સંભાવના વધુ હોય છે. ડેઇલી મેઈલે અહેવાલ આપ્યો છે કે, મહિલાઓ પર કરવામા આવેલા તાજેતરના અભ્યાસ મુજબ માત્ર ત્રણ વર્ષ માટે પ્રદૂષિત શહેરમાં રહેવાથી મહિલાઓમાં હાર્ટ ફેઈલ થવાનું જોખમ ૪૩ ટકા વધી જાય છે.

image source

આ સાથે જ મહિલાઓમાં ડિમેન્શિયા, સ્થૂળતા અને વંધ્યત્વ જેવી આરોગ્ય સમસ્યાઓના તાર પણ ક્યાંક પ્રદૂષણ સાથે સંકળાયેલા છે. યુનિવર્સિટી ઓફ કોપનહેગન, ડેન્માર્કના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસનું સમાપન જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિએશન માં કરવામાં આવ્યું છે.

૧૫ થી ૨૦ વર્ષ સુધી અભ્યાસ :

આ અભ્યાસ ડેનિશ નર્સો સાથે પંદર થી વીસ વર્ષ થી હાથ ધરવામાં આવ્યો છે. સંશોધકોએ 1993-99 સુધી વીસ હજાર થી વધુ નર્સો પાસેથી ડેટા એકત્રિત કર્યા હતા. જે મુજબ પીએમ અઢી ( ડીઝલ-પેટ્રોલમાંથી પ્રદૂષિત કણો ) માં 5.1 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર નો વધારો થવાથી મહિલાઓમાં હાર્ટ ફેલ્યોરનું જોખમ સત્તર ટકા વધ્યું છે. આ ઉપરાંત નાઇટ્રોજન ડાયોક્સાઇડ ના ક્યુબિક મીટર દીઠ 8.6 માઇક્રોગ્રામ ના વધારાથી જોખમમાં દસ ટકાનો વધારો થયો હતો.

હાર્ટ ફેઈલ થવાનું જોખમ :

image source

અધ્યયન અનુસાર અન્ય પ્રકારના ટ્રાફિક પ્રદૂષણ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ પણ હૃદયના ધબકારા બંધ થવાના વધતા જોખમ સાથે સંકળાયેલું હતું. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે સરેરાશ એનઓ બે એક્સપોઝર દરેક ૮.૬ માઇક્રોગ્રામ વધારા માટે હૃદયના ધબકારા બંધ થવાનું જોખમ દસ ટકા વધારે છે.

સંશોધકોના મતે હવાનું પ્રદૂષણ માત્ર મહિલાઓના સ્વાસ્થ્ય ને અસર કરતું ન હતું અને ધ્વનિ પ્રદૂષણે પણ આવો જ સંદેશ બતાવ્યો હતો. અભ્યાસના દિવસમાં ૨૪ કલાકના સરેરાશ ટ્રાફિક ઘોંઘાટમાં દરેક 9.3 ડેસિબલમાં વધારો થાય છે, હાર્ટ બીટ બંધ થવાનું જોખમ બાર ટકા વધ્યું છે.

ધૂમ્રપાન અને બીપીમાં વધુ જોખમ :

image source

સંશોધનના મુખ્ય લેખક ડો. યુન-હી લિમ અને તેમના સાથીદારો એ અભ્યાસમાં શોધી કાઢ્યું હતું કે આ પ્રદૂષકો ની અસર જ્યારે સંયુક્ત થાય છે, ત્યારે વધુ ખરાબ હતી. ત્રણ વર્ષમાં, ત્રણેય પ્રકારના પ્રદૂષણ ના ઉચ્ચ સ્તરના સંપર્કમાં આવતી મહિલાઓમાં હૃદયના ધબકારા બંધ થવાની સંભાવના તેતાલીસ ટકા વધારે હતી. તેની અસર એવી મહિલાઓ પર વધુ ખરાબ હતી જેઓ અગાઉથી ધૂમ્રપાન કરતી હતી અથવા જે હાઈ બ્લડ પ્રેશર ની ફરિયાદ કરી હતી.