આ ખાસ હેર ટ્રીટમેન્ટ માટે હવે પાર્લર જઈને હજારો રૂપિયા ખર્ચ નહીં કરવા પડે, ઘરે કરી લો આ કામ

વાળને મુલાયમ, રેશમી અને સ્વસ્થ બનાવવા માટે કેરાટીન ટ્રીટમેન્ટ અસરકારક માનવામાં આવે છે. જ્યારે પણ તમે કોઈ સારા સલૂન કે પાર્લરમાં કેરાટીન હેર ટ્રીટમેન્ટ માટે જાઓ છો તો તમે હજારો રૂપિયા ખર્ચ કરી લો છો. પણ શું તમે જાણો છો કે ઘરે વાસી ભાતની મદદથી તમ વાળને કેરાટીન ટ્રીટમેન્ટ આપી શકો છો. તેનાથી ફક્ત તમારા વાળ જ સ્વસ્થ રહે છે તેવું નથી પણ તમારા રૂપિયા પણ બચી જાય છે. તમે વાસી ભાતની મદદથી કેરાટીન હેર ટ્રીટમેન્ટ જાતે જ લઈ શકો છો.

image source

વાસી ભાત અને કેરાટીન ટ્રીટમેન્ટનો સંબંધ

ભાતમાં એ દરેક પૌષ્ટિક ગુણ હોય છે જેને તમે વાળ માટે જરૂરી માનો છો. પછી તે કેરાટીન પ્રોટીન હોય કે વિટામીન ઈ અને વિટામીન બી. તેના ઉપયોગથી વાળને જરૂરી પ્રોટીન મળે છે. તે લાંબા, મજબૂત, મુલાયમ અને સ્વસ્થ બને છે. તો જાણો ઘરે વાસી ભાતની મદદથી કઈ રીતે કેરાટીન ટ્રીટમેન્ટ લઈ શકાય છે.

વાસી ભાતની મદદથી આ રીતે લો હોમમેડ કેરાટીન હેર ટ્રીટમેન્ટ

image source

સામગ્રી

  • વાસી ભાત
  • કોકોનટ મિલ્ક ( નારિયેળનું દૂધ)
  • ઈંડાનો સફેદ ભાગ
  • ઓલિવ ઓઈલ કે ઘરમાં રહેલું કોઈ પણ તેલ

કેવી રીતે લગાવશો હોમ મેડ કેરાટીન હેર ટ્રીટમેન્ટ

image source

સૌ પહેલા તો 2-3 મોટી ચમચી વાસી ભાત લો અને તેમાં 2 ચમચી કોકોનટ મિલ્ક લો. જો તમારી પાસે કોકોનટ મિલ્ક નથી કો તમે નારિયેળને મિક્સરમાં ક્રશ કરીને તેમાં જ ઈંડાનો સફેદ ભાગ અને ઓલિવ ઓઈલને મિક્સ કરીને એકસરખું ફેંટી લો. પેસ્ટ બનાવી લીધા બાદ મિક્સીનો ઉપયોગ કરી શકો છો.

image source

પોતાના વાળને માઈલ્ડ શેમ્પૂની મદદથી સારી રીતે ધોઈને લૂંછી લો. આ પેસ્ટને કાંસકાની મદદથી વાળમાં સારી રીતે લગાવી લો. વાળને ખુલ્લા જ રહેવા દો. 40-45 મિનિટ બાદ માઈલ્ડ શેમ્પૂથી વાળને ધોઈ લો. હોમમેડ કેરાટીન હેર માસ્ક લગાવવાના 3 દિવસ બાદ વાળમાં શેમ્પૂ કરો અને અડધા કલાક બાદ માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો.

તમારા હજારો રૂપિયાનો ખર્ચ બચી જશે અને સાથે આ ટ્રીટમેન્ટ માટે તમારે ફક્ત 20 રૂપિયાનો ખર્ચ થશે. આ સાથે જ તમે જાતે જ ઘરે વાળને સિલ્કી અને શાઈની બનાવી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!