ઝારખંડના સરકારી ખજાનામાંથી કરી 22 કરોડની લૂંટ

બોલો અત્યાર સુધીમાં તો ગુજરાતીઓએ તેમના પરાક્રમથી રાજ્યનું નામ રોશન કર્યું છે ત્યારે આ વખતે એક ગઠીયાએ ગુનો આચરી રાજ્યનું નામ ચર્ચામાં લાવી દીધું છે. આ વખતે એક ગુજરાતીનું નામ ચર્ચાઈ રહ્યું છે ફ્રોડ કરવા બાબતે. ગુજરાતના સાયબર ક્રાઈમ અપરાધીએ ઝારખંડની સરકારી તિજોરી પર હાથ સાફ કરી લીધો છે. આ ઘટનાની જોર શોરથી ચર્ચાઓ થઈ રહી છે. તો ચાલો તમને પણ જણાવીએ કે કેવી રીતે એક ગુજરાતી અપરાધીએ ઝારખંડના સરકારી ખજાનામાંથી 22 કરોડનું ફ્રોડ કરી લીધું.

image source

આ અંગે મળતી જાણકારી અનુસાર પટેલ અમિત ચંદુલાલ નામના સાયબર અપરાધીએ નકલી ચેકની મદદથી ઝારખંડની સરકારી તિજોરીમાંથી 22.03 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. તેણે અન્યની મદદથી નકલી ચેક વડે સ્ટેટ બેંક ઓફ સરાયકેલા, પલામુ અને ગુમલા સ્થિત સરકારી ખાતામાંથી નાણાં ઉપાડી લીધા હતા. જેમાં 12.60 કરોડ જમીન સંપાદન કચેરીના હતા અને બાકીની રકમ રાજ્ય સરકારના કલ્યાણ વિભાગની હતી.

ખાતામાંથી કરોડોની રકમ ઉપડી હોવાની તપાસમાં ફ્રોડનો ખુલાસો થયા બાદ કલ્યાણ વિભાગના 9.05 કરોડ રૂપિયા સાયબર અપરાધીના ખાતામાંથી સરકારી ખાતામાં પરત લાવવામાં આવ્યા છે, પરંતુ ગઠીયાએ બાકીની રકમ ઉપાડી લીધી છે. જો કે આ ગુજરાતના અપરાધી જેણે સરકારી તિજોરીમાંથી ચોરી કરી છે તે હજુ પોલીસની પકડમાં આવ્યો નથી.

image source

ગુમલામાં થયેલા શૌચાલય કૌભાંડની તપાસ દરમિયાન સાયબર અપરાધી તરફથી ભૂ-અર્જન કાર્યાલય અને સમેકિત જનજાતિ વિકાસ અભિકરણના ખાતામાંથી નકલી ચેકની મદદથી પૈસા ઉપાડ્યાની જાણકારી મળી છે. તપાસમાં સામે આવ્યું છે કે આઈટીડીએના સ્ટેટ બેંક સ્થિત ખાતામાંથી ઉપાડ ચેક દ્વારા થયો છે. જ્યારે આ ચેક આઈટીડીએ પાસે હતો. સાયબર અપરાધીએ સક્ષમ પદાધિકારીની નકલી સાઈન કરી અને 9,05,16,700 રૂપિયા ઉપાડવા માટે ચેક જમા કરાવ્યો હતો.

જો કે નવાઈની વાત તો એ છે કે બેંક દ્વારા આપવામાં આવેલ અસલી ચેક અને ગુનેગારો દ્વારા આપવામાં આવેલા ચેક વચ્ચે વિસંગતતા હોવા છતાં તેને પાસ કરી દેવામાં આવ્યો હતો. આ રકમ ઓરિસ્સા સ્થિત એક્સિસ બેંકના એકાઉન્ટ નંબર 91802005803244 પર ટ્રાન્સફર કરવામાં આવી હતી.

image source

ઓરિસ્સામાં એક્સિસ બેંકમાં આ ખાતું ગુજરાતના રહેવાસી પટેલ અમિત ચંદુ લાલના નામ પર છે. જો કે આ રકમ એક્સિસ બેંકમાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર ન થઈ અને બેંક અધિકારીઓ પર વહીવટી દબાણના કારણે આ ખાતામાં જમા થયેલી નવ કરોડથી વધુની રકમ પરત લાવી શકાય હતી. હવે પોલીસ આ મહાઠગને શોધી રહી છે.