ન્યુયોર્ક સિટીના હૃદય સમાન ટાઈમ સ્ક્વેરમાં ફરક્યો અમદાવાદથી મોકલાવેલો રાષ્ટ્રધ્વજ

વિદેશ ની ધરતી પર કંઈક આ રીતે લહેરાયો આપણો ત્રિરંગો , જુઓ અમેરિકા માં રહેતા ભારતીયોએ ન્યુ યોર્ક સિટી ના હૃદય ગણાતા ટાઈમ સ્કવેર માં કઈ રીતે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો.

ભારતીયો દુનિયા માં ગમે તે ખૂણે રહેતા હોય પણ માતૃભૂમી પ્રત્યે નો પ્રેમ અકબંધ હોય છે ,અમેરિકા માં ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન કોમ્યુનિટી (ન્યુયોર્ક – ન્યૂજર્સી – કનેક્ટીકટ ) છે ,જેમાં સ્વેચ્છાએ આપણા ભારતીયો જોડાય છે અને વિદેશ ની ધરતી પર પણ ભારતીય સંસ્કૃતિ ધબકતી રહે તેના માટે સતત કાર્યરત રહે છે. ચાલીશ વર્ષ થી આ કોમ્યુનિટી અમેરિકા માં દર વર્ષે માર્શલ અને પરેડ નું આયોજન કરી આપણો સ્વતંત્રતા દિવસ ઉજવે છે જેમાં લાખો ની સંખ્યા માં ભારતીયો અને અમેરિકનો જોડાય છે.

પણ કોરોના મહામારી ના કારણે 75 મોં સ્વતંત્રતા દિવસ આ રીતે ઉજવવો શક્ય ન હતો , પણ આપણા ભારતીયો એ ન્યુ યોર્ક સિટી ના હૃદય ગણાતા ટાઈમ સ્કવેર માં 6 X 10 નો રાષ્ટ્રધ્વજ 25 ફૂટ ની ઊંચાઈ પર લહેરાવ્યો અને ગર્વ કરવા જેવી વાત એ છે કે એ રાષ્ટ્રધ્વજ આપણા ભારત માં ગુજરાત અમદાવાદ થી ગ્રેસિયા મારકોમ દ્વારા મોકલવામાં મોકલવામાં આવ્યો હતો.

આપણા ભારતીયો સાથે અમેરિકન પણ આ ધ્વજ વંદન કાર્યક્રમ માં જોડાયા હતા. અને આપણા ભારતીય યુવા ભાઈ બેહનો એ ઢોલ તાશા વગાડી સમારોહ માં ચાર ચાંદ લગાવી દીધા હતા.

ન્યુયોર્ક સિટી ના ટાઈમ સ્ક્વેરમાં વિશાળ બિલ બોર્ડ પર પણ 75માં સ્વતંત્રતા દિવસ ની તસવીરો 24 કલાક માટે મુકવામાં આવી હતી.

અને ત્યાર પછી 15 ઓગસ્ટ ની સાંજે આઇકોનિક ગણાતું એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ ત્રિરંગા કલર થી જળહળી ઉઠ્યું હતું.

ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન કોમ્યુનિટી ના ચેર મેન અંકુર વૈદ્ય અને પ્રેસિડેન્ટ અનિલ બંસલ દરેક ભારતીયો ને સ્વતંત્રતા દિવસ ની શુભકામના પાઠવી સાથે અમેરિકન સરકાર અને ન્યુયોર્ક સીટી પોલીસ નો પણ આભાર વ્યક્ત કર્યો કે તેમના સહકાર ના લીધે અમેરિકા ની ધરતી ઉપર પણ ભારતીય સંસ્કૃતિ ને જીવંત રાખી શક્યા છે.