પેટ્રોલના બેઝિક ભાવ રૂ.45.37 અને ડીઝલના ભાવ રૂ.46.97 જ થાય છે. છતાં આપણી પાસેથી 100ની ઉપર વસૂલાય છે.

એક તરફ તહેવારો, બીજી તરફ મોંઘવારી અને ત્રીજી તરફ ઘટી રહેલી આવક.. સામાન્ય અને નોકરિયાત વર્ગ માટે તો જાણે મોટી આફત આવી પડી છે.. પહેલા 100નુ પેટ્રોલ અમુક સમય સુધી ચાલી જતુ હતુ.. પરંતુ હવે તો માંડ થોડોક જ સમય ચાલે છે… સામાન્ય માણસોને સવાલ થાય છે કે શું ખરેખર પેટ્રોલ ડીઝલ આટલું મોંઘુ છે..? તો તેનો જવાબ છે નાં, પેટ્રોલ ડીઝલ તો જે પંપ પર વેચાય છે તેના કરતાં અડધી કિંમતે મળે છે.. બાકીની અડધી કિંમત કરતાં પણ વધારે તો સરકારી ટેક્સ વસૂલાય છે.

image soure

પંપ પરથી ડીલરો પેટ્રોલ અને ડીઝલ વેચવાની સાથે સરકાર માટે વેરા ઉઘરાવવાનું કામ કરે છે પેટ્રોલના બેઝિક ભાવ રૂ.45.37 અને ડીઝલના ભાવ રૂ.46.97 જ થાય છે. અને રાજ્યની વાત કરીએ તો ગુજરાત સરકાર પેટ્રોલ પર રૂ.20.1 ટકા અને ડીઝલ પર 20.2 ટકા વેટ વસૂલે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળ્યા છે. તહેવારોમાં લોકોને ક્યાંય ફરવા જવું હોય તો વિચાર કરવો પડે તેટલી હદે ભાવ વધી ગયા છે. બેસતા વર્ષના દિવસે સગા–સ્નેહીના ઘરે ચાર વ્યક્તિના કુટુંબને બે ટુ વ્હીલરમાં જવાનું મોંઘું પડી જશે. કેમકે પેટ્રોલ રૂ.102.55 અને ડીઝલ રૂ.101.92નું લીટર છે. સીએનજી પણ રૂ.60ની ઉપર છે. સીએનજીના ભાવ વધવાના કારણે રિક્ષા ભાડા પણ મોંઘા પડી રહ્યાં છે.

image soure

પેટ્રોલ અને ડીઝલના ઉંચા ભાવ પાછળ સરકાર જુદા જુદા સ્વરૂપે વેરા ઉઘરાવે છે તે જ જવાબદાર છે. પેટ્રોલના બેઝિક ભાવ રૂ.45.37 અને ડીઝલના ભાવ રૂ.46.97 જ થાય છે. પરંતુ તેમાં સરકાર સાત પ્રકારે વેરા વસૂલાત કરે છે. તેના કારણે રૂ.45.37ના પડતર ભાવનું પેટ્રોલ પ્રજાને રૂ.102.55ના ભાવે પડે છે. પેટ્રોલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર રૂ.53.88 પૈસા ટેક્સ ઉઘરાવે છે. ડિલરોનું ફિક્સ માર્જિન રૂ.3.30 ઉમેરાતા પેટ્રોલ રૂ.102.55નું પડે છે. જ્યારે ડીઝલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર રૂ.52.75 ટેક્સ ઉઘરાવે છે. તેમાં ડિલરોનું માર્જિન રૂ.2.20 ઉમેરાતા ડીઝલ રૂ.101.92નું પડે છે.

image soure

બેઝિક એક્સાઈઝ ડયુટી, સ્પેશ્યલ એડિશનલ એક્સાઈઝ ડયુટી, એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ, એડિશન એકસાઈઝ ડયુટી (રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ) કેન્દ્ર સરકાર વસૂલે છે. જ્યારે ગુજરાત સરકાર પેટ્રોલ પર રૂ.20.1 ટકા અને ડીઝલ પર 20.2 ટકા વેટ વસૂલે છે. હજુ આટલું ઓછું હોય તેમ બેઝિક વત્તા એક્સાઈઝ વત્તા વેટ પર 4 ટકા સેસ ઉઘરાવાય તે અલગ.કેન્દ્ર કે રાજ્ય, કોઈને પેટ્રોલ–ડીઝલમાંથી મળતી દુઝણી ગાય સમાન આવક જતી કરવી ગમતી નથી.

પેટ્રોલ–ડીઝલ વગર લોકોને ચાલવાનું નથી તેથી ઉંચા ભાવ મને કે કમને ચુકવ્યા કરશે, તે સરકાર જાણે છે. પેટ્રોલ પંપ ડિલરો પેટ્રોલ અને ડીઝલ વેચતા નથી પરંતુ સરકાર માટે વેરા ઉઘરાવવાનું કામ કરે છે.

image soure

તા.19–10–2021ના રોજ પેટ્રોલ અને ડીઝલમાં વસૂલાતા ટેક્સનું માળખું

વસૂલાત થતો ટેક્સ                                                                                                       પેટ્રોલમાં લીટર દીઠ                                ડીઝલમાં લીટર દીઠ

IOCL, BPCL, HPCL, ખાનગી કંપનીના બેઝિક રેટ                                                         રૂ.45.37                                               રૂ.46.97

બેઝિક એક્સાઈઝ ડયુટી                                                                                                     રૂ.1.40                                                 રૂ.1.80

સ્પેશ્યલ એડિશનલ એક્સાઈઝ ડયુટી                                                                                  રૂ.11.00                                               રૂ.8.00

એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ                                                                   રૂ.2.50                                                 રૂ.4.00

એડિશનલ એક્સાઈઝ ડયુટી(રોડ એન્ડ ઈન્ફ્રા.સેસ)                                                             રૂ.18.00                                               રૂ.18.00

ગુજરાત વેટ પેટ્રોલમાં 20.1 ટકા, ડીઝલમાં 20.2 ટકા                                                          રૂ.17.16                                                રૂ.17.12

બેઝિક+એક્સાઈઝ+વેટ પર 4 ટકા સેસ                                                                               રૂ.3.82                                                 રૂ.3.83

લીટર દીઠ ડીલરનું ફિક્સ માર્જિન                                                                                          રૂ.3.30                                                 રૂ.2.20

રિટેઈલ સેલ્સ પ્રાઈઝ અમદાવાદ તા.19-10-2021                                                                 રૂ.102.55                                            રૂ.101.92