તણાવ અને ચિંતાને ઘટાડવામા આ આયુર્વેદિક જડીબુટ્ટીઓ છે રામબાણ ઈલાજ, એકવાર વાંચો આ લેખ અને જાણો…

મિત્રો, હાલ કોરોના મહામારીના કપરા સમયમાં આપણે સૌ આપણો મોટાભાગનો સમય આપણા ઘરમા જ પસાર કરીએ છીએ. આ સમય દરમિયાન મોટાભાગના લોકો તણાવ અને હતાશાની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા અને તેની ખુબ જ ગંભીર અસર શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે થઈ છે. મોટાભાગના લોકો તણાવમા ચાલ્યા ગયા હતા ત્યારે આજે આ લેખમા અમે તમને તણાવને દૂર કરવા માટેની અમુક વિશેષ પદ્ધતિઓ વિશે જણાવીશુ.

image source

જો તમે પણ આવનાર સમયમા તણાવ અને ટેન્શનથી દૂર રહેવા ઈચ્છતા હોવ તો તમે આ આયુર્વેદિક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો. આયુર્વેદમા અનેકવિધ પ્રકારની જડીબુટ્ટીઓ વિશે જણાવવામા આવ્યું છે, જે તમને તણાવ અને ટેન્શનથી દૂર રાખવામા સહાયરૂપ સાબિત થશે. તો ચાલો જાણીએ કે, આ ઔષધિઓનો ઉપયોગ કેવી રીતે થઈ શકે? અને તેના ફાયદા શું છે?

બ્રાહ્મી :

image source

આ એક એવી ઔષધી છે કે, જેનો ઉપયોગ આપણે લાંબા સમયથી કરતા આવ્યા છીએ. આ વસ્તુ આપણો તણાવ દૂર કરીને આપણી યાદશક્તિ વધારવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. તણાવને દૂર ભગાડવા માટે તમે બ્રામ્હીના આ ઓઈલથી મસાજ કરી શકો છો. આ સિવાય તમે તેને ચા અથવા તો કેપ્સ્યુલ્સના રૂપમા સેવન કરી શકો છો. આ ઔષધિનુ નિયમિત સેવન કરવાથી તમારા તણાવ અને ચિંતામા અસરકારક ઘટાડો થઇ શકે છે.

અશ્વગંધા :

image source

આ એક પરંપરાગત ઔષધિ છે, જે તમને યાદશક્તિ વધારવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. આ સિવાય તે સુગર, બળતરા, તણાવ અને ચિંતા વગેરે જેવી સમસ્યાઓને દૂર કરવામા ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. આ ઔષધિના નિયમિત સેવનથી તમને ખુબ જ સારી એવી ઉંઘ આવે છે. આ સાથે જ તે તમને ભરપૂર ઉર્જા આપવામા પણ સહાયરૂપ સાબિત થાય છે.

તમે તેનો ઉપયોગ કેપ્સ્યુલ તરીકે પણ કરી શકો છો. તમે તેને દૂધ અને ગરમ પાણી સાથે મિક્સ કરીને તેનું સેવન શકો છો. આ સિવાય તમે ચાના રૂપમા પણ આ ઔષધિનું સેવન કરી શકો છો. આ સિવાય ચાનો સ્વાદ વધારવા માટે પણ તમે મધ ઉમેરી શકો છો.

જટામાંસી :

image source

આ ઔષધી એ તણાવ વિરોધી ઔષધિ છે. તેના મૂળમા ઉપચારાત્મક ગુણધર્મો સમાવિષ્ટ હોય છે, જે તમને તણાવને દૂર રાખવામા સહાયરૂપ સાબિત થાય છે. તે તમારા શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર રાખવાનુ કામ કરે છે.

ભૃંગરાજ :

image source

આ એક એવી ઔષધિ છે કે, જેનો ઉપયોગ તમે ચા તરીકે કરી શકો છો. તે તમારા શરીરને ડિટોક્સિફાઇ કરવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત વાળની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે પણ તમે આ ભૃંગરાજ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. આ ઓઇલના ઉપયોગથી તમને ખરતા વાળ અને સફેદ વાળની સમસ્યાથી મુક્તિ મળશે અને તમારા વાળ ચમકદાર અને સ્વસ્થ બનશે.

વિશેષ નોંધ :

આ લેખ ફક્ત જાણકારી માટે છે. આમાં દર્શાવેલા કોઈપણ ઉપચારનો ઉપયોગ કરતા પૂર્વે તમે તમારા કોઈપણ તબીબ અથવા તજજ્ઞની સલાહ અવશ્યપણે લો.