ચિંતાજનક સમાચાર: કોરોનાથી ઠીક થયેલા બાળકો પર વધુ એક મોટો ખતરો, 2થી 6 અઠવાડિયા પછી…

ડૉક્ટરો અને નિષ્ણાતોનું માનવું છે કે બાળકો માટે ત્રીજી લહેર અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. જાણીતા એપિડેમિયોલૉજિસ્ટ અને વેલ્લુરની ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉક્ટર જયપ્રકાશ મુલિયલે બીબીસીને જણાવ્યું કે, “મહામારીની આ લહેરમાં બાળકોના મૃત્યુનું પ્રમાણ ઓછું રહ્યું છે તે સારી વાત છે. પરંતુ ભવિષ્યમાં પણ આવું રહેશે તે કહેવું મુશ્કેલ છે.”

image source

તેઓ કહે છે, “દિલ્હીમાં થયેલા સિરો સર્વેમાં એ વાત જાણવા મળી છે કે આ કોઈ ચોક્કસ ઉંમરના લોકોને થતું સંક્રમણ નથી. બીજા શબ્દોમાં કહું તો આ આખા પરિવારને સંક્રમિત કરતો વાઇરસ છે. એટલે કે પરિવારમાં સંક્રમણ ફેલાશે તો બાળકો પણ તેનાથી અલગ નહીં રહી શકે.”

MIS-C and COVID-19: Rare Inflammatory Syndrome in Kids and Teens | Johns Hopkins Medicine
image source

કોરોનાની ત્રીજી લહેરને લઇને અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન છેલ્લા બે દિવસથી ભારતમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઑગષ્ટ-સપ્ટેમ્બરની વચ્ચે ત્રીજી લહેર આવી શકે છે. ત્યાં સુધી બાળકોને જ વેક્સિન નહીં લાગી હોય, જેથી તેઓ જ સૌથી અનસેફ હશે અને ખતરામાં પણ. પરંતુ આ પહેલા કોરોનાથી રિકવર થઈ ચુકેલા બાળકોમાં એક નવી બીમારી જોવા
મળી રહી છે. આ એ બાળકોને થઈ રહી છે, જેમાં કોરોનાના માઇલ્ડ સિમ્પ્ટમ્સ હતા.

19 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને થાય છે આ બીમારી

image source

આ બીમારીનું નામ મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS-C) છે. હાલમાં જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને કહ્યું છે કે તેઓ MIS-Cના કેસો પર નજર રાખે. આનાથી પહોંચી વળવા માટે વ્યવસ્થા કરો. મેના અંતિમ 2 અઠવાડિયામાં આ બીમારીના કેસો સામે આવવાનું શરૂ થયું હતું. MIS-C વિશે વાત કરીએ તો આ એક પોસ્ટ કોવિડ બીમારી છે. આ ફક્ત 19 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં થાય છે. આ બીમારીથી જોડાયેલા કૉમ્પ્લિકેશન્સ કોરોના થયાના 2થી 6 અઠવાડિયા બાદ સામે આવે છે. આનાથી પીડિત બાળકોને તાવની સાથે સાથે શરીરના અલગ-અલગ ભાગોમાં સોજાની ફરિયાદ થાય છે.

પોસ્ટ કોવિડ ઇન્ફેક્શનથી 0.15થી 0.2 ટકા બાળકો પ્રભાવિત

image source

આ સાથે જ ફેફસા, કિડની, દિલ, આંતરડા, બ્લડ સિસ્ટમ, ચામડી, આંખ અને મગજમાં પણ સોજો થઈ શકે છે. સામાન્ય રીતે MIS-Cના દર્દીઓને 2 અથવા 2થી વધારે અંગોમાં સોજાની ફરિયાદ હોય છે. દેશમાં આવેલા મોટાભાગના કેસોમાં બાળકોને તાવની સાથે આંખ લાલ થવા અને તેમાં સોજાની ફરિયાદ રહી છે. ભારતમાં અલગ-અલગ રાજ્યોમાંથી આ પ્રકારના કેસો સામે આવી રહ્યા છે. વિશાખાપટ્ટનમ, એર્નાકુલમ સહિત દેશના અનેક બીજા શહેરોમાં આ પ્રકારના કેસ આવ્યા છે. તો દુનિયાભરમાં થયેલી સ્ટડી જણાવે છે કે આ પોસ્ટ કોવિડ ઇન્ફેક્શનથી 0.15થી 0.2 ટકા બાળકો પ્રભાવિત થયા છે.

MIS-Cના લક્ષણો દરેક બાળકમાં એક જેવા નથી હોતા

image source

એટલે કે કોરોના સંક્રમિત 1000માં એક અથવા 2 બાળકોમાં આ બીમારી થાય છે. આમ તો મોટાભાગના બાળકોમાં કોરોનાના ગંભીર લક્ષણો નથી હોતા, પરંતુ આ બીમારી એસિમ્પ્ટોમેટિક અને માઇલ્ડ લક્ષણોવાળા બાળકોમાં પણ થઈ શકે છે. MIS-Cના લક્ષણો દરેક બાળકમાં એક જેવા નથી હોતા. સામાન્ય રીતે બાળકોને ત્રણ દિવસથી વધારે સમય સુધી હાઈ ફીવરની ફરિયાદ થઈ શકે છે. આ સાથે પેટમાં દુ:ખાવો, ડાયરિયા, ઉલ્ટી થવી, શરીર પર ચકતા પડવા, આંખો લાલ થવી, હાથ-પગમાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ થવી, આળસ આવવી, લો બ્લડ પ્રેશર જેવી ફરિયાદો થઈ શકે છે. WHO પ્રમાણે જો કોઈ બાળકને ત્રણ દિવસ સુધી આમાંથી વધુ કોઈ 2 લક્ષણ છે તો તેને MIS-C હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!