અભિનેત્રીને જે ગુજરાતી અભિનેતાએ 6 વર્ષ સુધી ડેટ કરી, તે હવે લગ્ન વગર જ બનવા જઇ રહી છે માતા

ફિલ્મી દુનિયા એટલી રંગીન છે કે ક્યારે શું થઇ જાય તેનો અંદાજ નથી રહેતો.. કંઇક આવુ જ થયું વિશ્વ વિખ્યાત થયેલી અભિનેત્રી ફ્રીડા સાથે, સ્લમડોગ મિલિનિયરમાં લતિકાના રોલથી વિશ્વભરમાં જાણીતી બનેલી અભિનેત્રી ફ્રીડા પિન્ટો આજે તેનો 37મો જન્મદિવસ મનાવી રહી છે.. પરંતુ જન્મ દિવસે એક એવા સમાચાર સામે આવ્યા છે કે સૌ કોઇ આશ્ચર્ય ચકિત થઇ ગયા.. ગુજરાતી અભિનેતા દેવ પટેલે ફિલ્મ સ્લમડૉગ મિલિનિયરમાં મુખ્ય રોલ ભજવ્યો હતો.. અને તેની અભિનેત્રી ફ્રીડા પિન્ટો સાથે તે 6 વર્ષ સુધી કર્યો ડેટીંગ કરતો રહ્યો.. પરંતુ હવે ફ્રિડા લગ્ન વગર જ બનવા જઇ રહી છે એડવેન્ચર ફોટોગ્રાફરના બાળકની માતા

image source

બોલીવુડ અભિનેત્રી ફ્રીડા પિન્ટો ફિલ્મ સ્લમડોગ મિલિનિયરમાં લતિકાના રોલથી આખા વિશ્વમાં પ્રખ્યાત બની હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફ્રીડા અને અભિનેતા દેવ પટેલ એકબીજાના પ્રેમમાં પડ્યા. બંને રીલથી રિયલ લાઇફ જોડી બની ગઇ અને બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. બંનેએ લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. ફ્રિડા દેવ સાથે સીરિયસ રિલેશનમાં હતી.

image source

જ્યારે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે ફ્રિડા 30 વર્ષની હતી અને દેવ 24 વર્ષનો હતો. બંને વચ્ચે એટલો પ્રેમ હતો કે, દરેકને લાગવા લાગ્યું કે આ કપલ ટૂંક સમયમાં જ લગ્ન કરી લેશે. પરંતુ આ તેમના બ્રેકઅપના સમાચારે બધાને ચોંકાવી દીધા. ફ્રિડા આજે તેનો 37 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તો આજે તેના લવસ્ટોરી વિશે જાણીશું.

image source

સ્લમડોગ મિલિનિયરમાં સાથે કામ કરનારા દેવ પટેલ અને ફ્રીડા પિન્ટોએ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટક્યો નહીં અને વર્ષ 2014 માં તેઓ અલગ થઇ ગયા. તેઓ અલગ થઈ ગયા પણ તેઓ હજી પણ મિત્ર છે.

દેવ પટેલ બાદ ફ્રીડા પિન્ટોનું નામ પણ પોલો ખેલાડી રોની બકાર્ડી સાથે જોડાયું અને બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. પણ થોડા વર્ષો પછી અલગ થઇ ગયા.

image source

પરંતુ હવે ફ્રિડાને આખરે તેનો પાર્ટનર મળી ગયો. કોરી ટ્રાન એક એડવેન્ચર ફોટોગ્રાફર છે જેમણે થોડા વર્ષ પહેલા સગાઈ કરી હતી. આ વર્ષે ફ્રિડાએ તેની પ્રેગનેન્સી અંગે જાહેરાત કરી. તે કેરીના બાળકની માતા બનવાની છે.