લોકડાઉન સમયે મદદ: જાણો ઓડીશાના ગરીબો માટે કેટલા કરોડની આર્થિક પેકેજની કરવામાં આવી ઘોષણા

લોકડાઉન:ડીશામાં ૪.૫ લાખ શહેરી ગરીબો માટે સો કરોડ રૂપિયાના આર્થિક પેકેજની ઘોષણા કરવામાં આવી.

image source

આજે દેશમાં કોરોના વાયરસના કારણે સરકારે લોકડાઉન જાહેર કરી દીધું છે ત્યારે આવી પરિસ્થિતિમાં દેશની દરેક વ્યક્તિ પોતાનાથી બનતી મદદ કરી રહી છે ત્યારે દેશના રાજનેતાઓ પણ ગરીબ અને રોજીંદી મજુરી કરીને પોતાનું પેટીયું રળનાર વ્યક્તિઓ માટે મદદનો હાથ આગળ વધાર્યો છે. ઓડીશાના સીએમ નવીન પટનાયકે પોતાનો ત્રણ મહિનાનો પગાર કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે દાનમાં આપી દીધો છે.

તેમજ ઓડીશાના RPF કોન્સ્ટેબલ પોતાના સહ કર્મચારીઓ સાથે મળીને માસ્ક તૈયાર કરી રહ્યા છે. આ માસ્ક પછી તે લોકો સુધી પહોચાડવામાં આવશે જે લોકો તેને ખરીદવા માટે સક્ષમ નથી. આજે અમે આપને ઓડીશાના સીએમ દ્વારા ઘોષણા કરવામાં આવેલ બાબત વિષે જણાવીશું.

ઓડીશાના સીએમ નવીન પટનાયકે ત્રણ મહિનાના પોતાના પગાર દાન કરી દીધા પછી અન્ય એક ઘોષણા કરતા કહે છે કે, લોકડાઉનથી પ્રભાવિત અંદાજીત ૪.૫ લાખ શહેરી ગરીબ પરિવારો માટે રાહત તરીકે સો કરોડ રૂપિયાના આર્થીક પેકેજની ઘોષણા શનિવારના રોજ કરી છે.

image source

સીએમ કાર્યાલયના એક અધિકારી જણાવે છે કે, શહેરી વેતન રોજગાર યોજના હેઠળ ૧૧૪ શહેરી નિવાસ સ્થાનોમાં નિવાસ કરતા ગરીબ પરિવારોને રોજીરોટી મળી શકશે. આ યોજનાને ક્રિયાન્વયન મિશન શક્તિ વિભાગની મદદથી કરવામાં આવશે અને સપ્ટેમ્બર મહિના સુધી લાગુ રહેશ. જેથી કરીને કામદારો અને રોજીંદા મજુરોને રોજીરોટીની તક ઉપલબ્ધ કરાવી શકાય. અધિકારીનું કહેવું છે કે, વેતનના બધા લાભ લાભાર્થીઓના બેંકના ખાતા જમા કરવામાં આવશે.

તેમજ આ યોજનાને મૂર્તરૂપ આપવા દરમિયાન લોકડાઉનના નિયમોનું પાલન અને સામાજિક અંતર જાળવી રાખવાનું ધ્યાન રાખવામાં આવશે. તેમનું કહેવું છે કે, આ યોજનાનો ઉદ્દેશ લોકડાઉનથી સૌથી વધારે પ્રભાવિત થનાર આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શ્રમ આધારિત કાર્ય દ્વારા રોજીરોટી કમાવવાની તક ઉપલબ્ધ કરાવવાની છે.

આજની તારીખમાં ભારત દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધી રહ્યા છે ત્યારે આજે ૧૬,૧૧૬ વ્યક્તિઓના કેસ પોઝેટીવ આવ્યા છે, જયારે સંક્રમણ મુક્ત થયેલ વ્યક્તિઓની સંખ્યા ૨૩૦૨ છે અને કોરોના વાયરસ સંક્રમણના કારણે ભારતમાં ૫૧૯ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવી દીધા છે. તેમજ ઓડીશા રાજ્યમાં ૬૧ વ્યક્તિઓના કોરોના વાયરસ ટેસ્ટ પોઝેટીવ આવ્યા છે અને એક વ્યક્તિને કોરોના વાયરસના કારણે જીવ ગુમાવી દીધો છે.