ઇન્જેકટ ગનથી 200 મીટર પ્રતિ સેકન્ડની ગતિએ અપાશે પહેલી ડીએનએ વેકસીન, જાણો કઈ રીતે

ઇન્જેકટર ગન દ્વારા વેકસીન મુકવામાં આવશે જેનાથી સોયા ભોંકાવા જેવો દુખાવો નહિ થાય. આ ટેક્નિકમાં ઉપયોગમાં આવતી ઇન્જેકટર ગન સામાન્ય ગનની સરખામણીએ 50 ગણી વધુ ઝડપી છે. એને ફક્ત સ્કિન પર મૂકીને થોડી દબાવવાની છે. એ પછી ગનના ઉપરના ભાગમાં લગાવેલા સેન્સર નસોને શોધવા લાગશે અને બટન દબાવતા જ વેકસીન પ્રતિ સેકન્ડ 200 મીટરની ઝડપે શરીરમાં પ્રવેશ કરશે.

image source

રસીનો એક મિલી ડોઝ 0.3 સેકન્ડમાં નસમાં પહોંચશે જ્યારે વ્યક્તિને કોરોના રસીનો માત્ર 0.5 મિલી ડોઝ આપી શકાય છે. આ રસીની કિંમત હજુ નક્કી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ ડોઝની રસી 1900 થી 2000 રૂપિયામાં મળી શકે છે.

image source

ફાર્મા જેટ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્જેક્ટર ગન વાઇ-ફાઇ યુક્ત હશે. તેના ઉપરના છેડે સેન્સર છે જે જાતે જ નશોની શોધ કરી લે છે. રસી આપ્યા પછી, નીચલા છેડા પરની સ્ક્રીન પર જમણી બાજુ લીલા રંગનું નિશાન હશે, જે જણાવશે કે રસી સાચી રીતે લાગી છે કે નહીં. એક એપ્લીકેટર (એક ઉપકરણ જેમાં રસી હશે) નો ઉપયોગ તેને ઇન્જેક્ટર ગન સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે. આ એપ્લીકેટર વિવિધ કદમાં ઉપલબ્ધ થશે.

એટલા માટે થોડી મોંઘી ટેક્નિક

image soure

દરેક વ્યક્તિએ પ્રથમ, 28 અને 56 દિવસે ત્રણ ડોઝ આપવાના હોય છે.

દરેક ડોઝમાં બે શોટ એટલે કે ત્રણ ડોઝમાં છ શોટ આપવામાં આવશે.

દરેક ડોઝ માટે એક એપ્લીકેટરનો ઉપયોગ કરવામાં આવશે, જે 90 રૂપિયા છે.

ઇન્જેક્ટર ગનની કિંમત 25,000 થી 30,000 રૂપિયા છે, જેથી માત્ર 20 હજાર શોટ આપી શકાય. એક ઇન્જેક્ટર ગન 3,333 લોકોનું રસીકરણ પૂર્ણ કરી શકે છે

image soure

ડીએનએ રસી ઉપરાંત, મોર્ડેના અને જોન્સન એન્ડ જોહ્નસનની સિંગલ ડોઝ રસીને હજી સુધી કોરોના રસીકરણમાં શામેલ કરવામાં આવી નથી. તો રસીકરણમાં સામેલ સ્પુટનિક -5 રસીનું સ્થાનિક ઉત્પાદન હજી શરૂ થયું નથી. અન્ય એક અધિકારીએ કહ્યું કે ડીએનએ રસી કોવિશિલ્ડ અને સ્પુટનિક -5 કરતા થોડી વધુ મોંઘી હોઈ શકે છે. આ રસી આપવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના માટે ઘણો ખર્ચ થઈ શકે છે.