લો બોલો, આ એક્ટરે ચાલુ ટ્રેનમાં જ આ અભિનેત્રીને પ્રપોઝ કરીને કર્યુ હતુ…પૂરી સ્ટોરી વાંચીને તમે પણ છક થઇ જશો

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અભિનેતા શત્રુઘ્ન સિંહા ફિલ્મી દુનિયાનું એક એવું નામ છે, જેને દર્શકોએ ખલનાયક અને નાયક બંને ભૂમિકાઓમાં ખુબ જ પસંદ કર્યા. આ સાથે જ એમને બોલીવુડના શોટગનની ઉપાધિથી સમ્માનિત કરવામાં આવ્યા, તા. ૯ ડીસેમ્બર, ૧૯૪૫ના રોજ પટનાના કદમકુઆમાં જન્મેલ અભિનેતા શત્રુઘ્ન સિંહા ફિલ્મોની સાથે સાથે રાજનીતિમાં પણ એક સફળ પારી રમ્યા છે. પોતાના બેબાક વક્તવ્યો માટે પ્રસિદ્ધ બોલીવુડ અભિનેતા શત્રુઘ્ન સિંહા અને અભિનેત્રી પુનમ સિંહા તા. ૯ જુલાઈના રોજ પોતાની મેરેજ એનીવર્સરી ઉજવે છે. બંનેએ વર્ષ ૧૯૮૦માં લગ્ન કર્યા હતા. પુનમ સિંહા અને શત્રુઘ્ન સિંહા કપિલ શર્માની પહેલી મુલાકાત પટનાથી મુંબઈ જઈ રહેલ ટ્રેનમાં થઈ હતી. હવે અમે આપને શત્રુઘ્ન સિંહા અને પુનમ સિંહાની લવ સ્ટોરી વિષે જણાવીશું.

image source

પહેલી મુલાકાતમાં જ શત્રુઘ્ન સિંહાને પુનમ પસંદ આવી ગઈ હતી પરંતુ તે સમયે તેઓ રીના રોયને ડેટ કરી રહ્યા હતા. શત્રુઘ્ન સિંહાએ પૂર્વ મિસ યંગ ઈન્ડિયા ‘પુનમ સિંહા’ની સાથે લગ્ન કર્યા. શત્રુઘ્ન સિંહાએ પુનમને ચાલુ ટ્રેનમાં ફિલ્મ ‘પાકીઝા’નો ડાયલોગ ‘અપને પાંવ જમીન પર મત રખિએગા…’ ને કાગળ પર લખીને પ્રપોઝ કર્યું હતું.

image source

શત્રુઘ્ન સિંહાને પહેલો બ્રેક દેવ આનંદએ આપ્યો. શત્રુઘ્ન સિંહાએ દેવ આનંદની ફિલ્મ ‘પ્રેમ પુજારી’માં એક પાકિસ્તાની મિલીટ્રી ઓફિસરનું પાત્ર નિભાવીને પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી. ત્યાર બાદ તેમણે વર્ષ ૧૯૬૯માં મોહન સહગલની ફિલ્મ ‘સાજન’માં એક પોલીસ ઇન્સ્પેકટરનો નાનકડો રોલ કર્યો હતો. શત્રુઘ્ન સિંહાનું ફિલ્મી કરિયર શરુ થઈ ગયું હતું. શત્રુઘ્ન સિંહાએ ફિલ્મ ‘મેરે અપને’માં ‘છેનું’નું પાત્ર નિભાવીને પ્રસિદ્ધ થઈ ગયા હતા.

image source

ફિલ્મોમાં કામ કરવા દરમિયાન જ એકવાર એમની મુલાકાત પૂર્વ મિસ યંગ ઈન્ડિયા પુનમ ચંડીરમાની સાથે થઈ. પુનમ પણ અભિનયમાં કરિયર બનાવવા ઈચ્છતી હતી. તેઓ કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળી. શત્રુઘ્ન સિંહા એમને જોતા જ દિલ આપી દીધું. ધીરે ધીરે મુલાકાતોનો સિલસિલો વધી ગયો. એકવાર પુનમ અને શત્રુઘ્ન સિંહા ટ્રેનમાં ક્યાંક ફરવા જઈ રહ્યા હતા. ત્યારે ચાલુ ટ્રેનમાં તેમણે એક પેપર પર ફિલ્મ ‘પાકીઝા’નો પ્રસિદ્ધ ડાયલોગ ‘અપને પાંવ જમીન પર મત રખિએગા…..’ લખ્યું. ત્યાર બાદ તેઓ ઘૂંટણ પર બેસી ગયા અને આ લેટર આપીને પુનમને પ્રપોઝ કરી દીધું.

image source

લેટર વાંચીને પુનમ હસવા લાગી અને હા પાડી દીધી. શત્રુઘ્ન સિંહાએ પોતાના મોટાભાઈ રામને પૂનમની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રામ સિંહા પોતાના નાનાભાઈનો પ્રસ્તાવ લઈને પૂનમની માતાને મળવા માટે એમના ઘરે ગયા. રામની વાત સાંભળતા જ પૂનમની માતા ભડકી ગઈ. તેમણે કહ્યું કે, મારી દીકરી દૂધ જેવું ગોરી અને કહ્યું તે છોકરો, તે પણ ચોરનો અભિનય કરે છે. તે મારી દીકરીની સાથે કેવી રીતે લગ્ન કરી શકે. તે દિવસે તો રામ સિંહા ઘરે આવી ગયા, પરંતુ પછીથી આ બંનેએ પોતાની રીતે વાત કરી અને પછી એમના લગ્ન થઈ ગયા. કહેવાય છે કે, જયારે શત્રુઘ્ન સિંહાના લગ્ન પુનમ સાથે થયા તો એમનું અફેર રીના રોય સાથે પણ ચાલી રહ્યું હતું.

image source

એક ઈન્ટરવ્યુંમાં શત્રુઘ્ન સિંહાએ આ વાત માની હતી કે, લગ્ન પછી પણ એમના રીનાની સાથે સંબંધ હતા. ત્યાં જ પુનમએ પણ કહ્યું હતું કે, તેઓ પોતાના પતિ અને રીનાના અફેર વિષે બધું જ જાણતા હતા. એના લીધે બંનેમાં ઝઘડા પણ થયા. પરંતુ અંતે બધું જ ઠીક ગયું. લગ્ન બાદ શત્રુઘ્ન સિંહાના બે દીકરા લવ, કુશ અને એક દીકરી સોનાક્ષી થઈ. ૭૦ના દશકમાં અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહાની વચ્ચે સ્પર્ધા રહેતી હતી. બંને વચ્ચે ટકરાવની ખબરો પણ આવી પરંતુ હવે બંને સારા મિત્ર છે.