આ જાણીતા એક્ટરે ‘અનુપમા’ સિરીયલને કહી દીધું અલવિદા, ઇમોશનલ પોસ્ટ શેર કરતા કહ્યું કે…

ટીવી શો અનુપમાંની જબરદસ્ત ટીઆરપી છે અને એ કારણે એ બધા શોમાં સૌથી આગળ છે. દર્શકોને અનુપમાં ઘણું જ પસંદ આવી રહ્યું છે અને એ કારણે જ શો સાથે જોડાયેલી દરેક જાણકારી જાણવા માગે છે. હવે તાજી અપડેટ્સ મુજબ શોમાં ડોકટર અદ્વૈત ખન્નાનો રોલ ભજવી રહેલા એકટર અપૂર્વ અગ્નિહોત્રીએ શોને અલવિદા કહી દીધું છે.એમને એક પોસ્ટ લખીને આ વાત સોશિયલ મીડિયા પર જણાવી છે.

image source

અનુપમાં સીરિયલમાં ડોકટર અદ્વૈત ખન્નાનું પાત્ર ભજવી રહેલા અપૂર્વ અગ્નિહોત્રીએ ખૂબ જ થોડા સમયમાં જ આ રોલથી ફેન્સને ઈમ્પ્રેસ કરી દીધા હતા. એવામાં એમનું શો છોડીને જવું એમના ફેન્સને નિરાશ કરી શકે છે. એક્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શોના પ્રોડ્યુસર રંજન શાહી સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે. સાથે જ એક ઇમોશનલ પોસ્ટ લખી છે જે ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

image source

અપૂર્વ અગ્નિહોત્રીએ એમની પોસ્ટમાં લખ્યું છે કે બીજી એક સુંદર યાત્રાનો અંત આવી ગયો.. અંત તો થયો પણ આ યાત્રા પ્રેમ, હસી મજાક અને પાગલપન ભરેલો રહ્યો. એનો શ્રેય જાય છે સૌથી અલગ વિચાર ધરાવતા આપણા રંજન, એમની શાનદાર ટીમ અને અદભુત એક્ટર્સને. કારણ કે આપણી ઇન્ડસ્ટ્રીમાં અને કામની જગ્યા પ્રેશરના કારણે માણસને પોતાના ડીએનએ બદલવા માટે મજબૂર કરે છે.

image source

અપૂર્વ અગ્નિહોત્રી આગળ લખે છે કે પણ આ વ્યક્તિએ એ બધા જ મીઠને તોડી નાખ્યા. સેટ પર હસતા ચહેરા રંજનની જ ઝલક છે.. તમારી સારપ, દયાળુતા અને ઉદારતા સેટ પર નજર આવે છે. હું તમને અદ્વૈત માટે દિલથી આભાર વ્યક્ત કરવા માગું છું. ફેન્સ એમની પોસ્ટ પર કમેન્ટ કરી એમને શોમાં ફરી પરત લાવવાની માંગ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે કમેન્ટ કરી લખ્યું કે એ શોમાં એમને ખૂબ જ મિસ કરશે.

image source

તમને જણાવી દઈએ કે અપૂર્વ અગ્નિહોત્રી અનુપમાં શોમાં એક ડોકટરનો રોલ કરી રહ્યા હતા. એ અનુપમાંના કેન્સરની સારવાર પણ કરે છે અને એમના મિત્ર બની એમની સાથે પણ રહે છે. લેટેસ્ટ ટ્રેક અનુસાર, અનુપમાની સર્જરી સારી રીતે થઈ જાય છે અને આખો પરિવાર એમનું ધ્યાન રાખવા માટે એમની સાથે હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Apurva Agnihotri (@apurvaagnihotri02)

તમને જણાવી દઈએ કે પરદેસ’ અને ‘કસૂર’ જેવી હિન્દી ફિલ્મો તેમ જ ‘જસ્સી જૈસી કોઈ નહીં’ અને ‘બેપનાહ’ જેવી સિરિયલો કરી ચૂકેલો અપૂર્વ અગ્નિહોત્રીએ ત્રણ વર્ષ બાદ અનુપમાં શો દ્વારા ટીવીના પડદે પરત ફર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *