‘ધ કપિલ શર્મા શો’માંથી ભારતીની થશે હકાલપટ્ટી!, જાણો આ વિશે કહ્યું કીકુ શારદાએ…

થોડા દિવસો પહેલાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની તેમના ઘરે ગાંજો મળી આવતા તેમની અટકાયત કરવામાં આવી હતી. જોકે તેમને જામીન આપીને છોડી દેવામાં આવ્યા હતા. ભારતીના ઘરમાંથી 85 ગ્રામ આસપાસના પ્રમાણમાં ગાંજો મળી આવ્યો હતો. હાલ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ ડ્રગ્સના વેપાર, તેના વિતરણ તેમજ તેના ઉપયોગને લઈને સઘન તપાસ કરી રહ્યું છે ખાસ
કરીને સુશાંતની આત્મહત્યાની તપાસ દરમિયાન બોલીવૂડમાં જે રીતે ડ્રગ્સનો વપરાશ થઈ રહ્યો છે તેનો ખુલાસો થયો હતો જેને લઈ ખાસ તપાસ ચાલી રહી છે.

image source

પણ હવે એવી શંકા સેવાઈ રહી છે કે શું ભારતીના ઘરમાંથી ગાંજો મળી આવતા તેની કેરિયર પર તેની અસર થવા જઈ રહી છે. એટલે કે શું તેણી હવે ધ કપિલ શર્મા શો પર જોવા નહીં મળે ? આ બાબતને લઈને તેના સાથી કલાકાર કીકુ શારદાનું કહેવું છે કે તેમણે કાલે શૂટ કર્યું છે. ભારતી શૂટ દરમિયાન હાજર નહોતી રહી, પણ તે અમારા માટે ખૂબ જ સામાન્ય વાત છે. તેણી દરેક એપિસોડ માટે શૂટ નથી કરતી.
મેં તો એવું કશું જ નથી સાંભળ્યું કે ભારતીએ શોને અલવિદા કહ્યું હોય કે કહી રહી હોય. તે માત્ર કાલે શૂટ પર હાજર નહોતી, આ ઉપરાંત બીજી કોઈ જ વાત નથી.

image source

તો બજી બાજુ ભારતીને શોની બહાર કાઢી મુકવાની વાત પર કીકૂએ કહ્યું કે તેને આ વિષે કોઈ જ જાણકારી નથી. એક્ટરના જણાવ્યા પ્રમાણે તેને મેકર્સ તરફથી આવી કોઈ જ વાત સાંભળવા નથી મળી. વાસ્તવમાં, એક અહેવાલ પ્રમાણે, શોના મેકર્સે નક્કી કરી લીધું છે કે ભારતીને શોમાંથી બહાર નીકાળવામાં આવશે. કપિલ શર્મા શો એક ફેમિલી શો છે. તેમણે દર્શકોને હસાવવા જોઈએ, કોઈ પણ
જાતની કોન્ટ્રવર્સી વગર.

image source

ઉલ્લેખનીય છે કે એનસીબીએ બોલીવૂડ જગતમાં ડ્રગ્સના સેવનની તપાસની કામગીરીમાં ભારતી સિંહના ઘરની તેમજ તેની ઓફિસની તપાસ કરી છે. અને તે દરમિયાન તેમને 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ભારતી અને હર્ષે ગાંજાનું સેવન કરતા હોવાની વાતને પણ સ્વિકારી છે. તેમની ધપકડ થયા બાદ ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયાને જામીન મળી ગયા હતા.

image source

તમને જણાવી દઈએ કે ડ્રગ્સના મામલામાં મોટી મોટી હસ્તિઓના નામ આવી ગયા છે જેમાં દેશની જણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન તેમજ રકુલ પ્રિતનો પણ સમાવેશ થાય છે. અને તેમની પણ એનસીબી દ્વારા તપાસ કરવામાં આવી ચૂકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત