સલમાન ખાને શરુ કરી ટાઈગર 3 માટેની ખાસ ટ્રેનિંગ, વીડિયો જોઈને તમે પણ થશો ચકિત

બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનની ફિલ્મોને લઈ ફેન્સમાં અલગ જ ક્રેઝ જોવા મળે છે. સલમાન ખાન દરેક ફિલ્મને લઈને તેના લુક અને એક્ટિંગ પર ખૂબ કામ કરે છે. લોકોને એટલા માટે જ તેમની ફિલ્મો વધારે પસંદ આવે છે. જો કે સલમાન ખાનની છેલ્લે આવેલી ફિલ્મ રાધે યોર મોસ્ટ વોંટેડ ભાઈ દર્શકોને ખાસ પસંદ આવી નથી. પરંતુ સલમાન ખાન તેના માટે પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

image source

હવે સલમાન ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાનની ટાઈગર 3 હવે દર્શકોનું મનોરંજન કરવા આવશે. ત્યારે આ ફિલ્મમાં પણ સલમાનની જોરદાર સ્ટાઈલ જોવા મળશે. આ ફિલ્મ માટે તે તેના લુક પર ખૂબ કામ કરી રહ્યો છે. તાજેતરમાં જ તેના વીડિયો પણ સામે આવ્યા છે જેમાં તે બોડી બનાવવા માટે મહેનત કરી રહ્યો છે.

image source

ટાઈગર 3 ફિલ્મ વર્ષ 2017માં આવેલી ફિલ્મ ટાઈગર ઝિંદા હૈની સીક્વલ છે. હવે ટાઈગર 3 માટે સલમાન ખાન જીમમાં જોરદાર પરસેવો પાડી રહ્યો છે. તેણે તેના વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તે વીડિયોમાં ઈંટેસ વર્કઆટ કરતો જોવા મળે છે.

image source

તેના વીડિયોના બેકગ્રાઉન્ડમાં મ્યૂઝિક પણ વાગી રહ્યું છે જે ટાઈગર ઝિંદા હૈ ફિલ્મનું છે. આ વીડિયો શેર કરી સલમાને કેપ્શનમાં લખ્યું છે કે, મને લાગે છે કે આ વ્યક્તિ ટાઈગર 3 માટે ટ્રેનિંગ લઈ રહ્યો છે. તેણે આ સાથે પોતાના નવા લુક પર પણ જાણે ઈશારો કર્યો હોય તેમ તેણે લખ્યું છે કે, આ તો બસ શરુઆત છે.

image source

આ વીડિયોમાં સલમાન ખાન તેના બાયસેપ્સ પર કામ કરી રહ્યો છે. સલમાનના વર્ક આઉટ વીડિયો પર તેના ફેન્સ ભરપુર કોમેન્ટ કરી રહ્યા છે. 50ની ઉંમર પાર કરી ચુક્યો છે. અહીં જણાવી દઈએ કે આ ફિલ્મમાં ઈમરાન હાશમી વિલનનો રોલ કરી રહ્યો છે. તેનો પણ વર્ક આઉટ વીડિયો થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો. આ વાત પરથી એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે ફિલ્મનો હિરો અને વીલેન બંને આ ફિલ્મને દમદાર બનાવવા માટે ખૂબ પરસેવો પાડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

ઈમરાન હાશમીએ પણ સલમાન ખાનને ટક્કર આપવા જબરદસ્ત બોડી બનાવી છે. આ ફિલ્મમાં પણ સલમાનની જોડી ફરી એકવાર કટરીના સાથે જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Emraan Hashmi (@therealemraan)


આ પહેલા પણ સલમાન ખાન અને કૈટરીનાની જોડી ફિલ્મોમાં જોવા મળી છે અને લોકોને ખૂબ પસંદ પણ પડી છે.