શાઓમીના આ સસ્તા 5જી ફોનની કિંમત અને ફીચર્સ જાણીને આજે જ કરો ખરીદી

કોરોના મહામારીએ લગભગ બધા જ પ્રકારના વ્યવસાયને થોડા વત્તા અંશે પ્રભાવિત કર્યા છે. અને આ માત્ર આપણી આજુબાજુના જ નહીં પણ વૈશ્વિક સ્તરે માહોલની વાત છે. અમુક વિશ્વ સ્તરના ઊંચા નામ ધરાવતા પ્રોડક્ટ બનાવતી કંપનીઓને પણ કોરોનાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને સમયાંતરે પોતાની નવી નવી પ્રોડક્ટ બનાવી ગ્રાહકો માટે લોન્ચિંગ કરતી અનેક કંપનીઓના લોન્ચિંગ ટાઇમ ટેબલ આ કોરોના મહામારીએ ઉથલ પાથલ કરી નાખ્યા હતા.

image source

જો કે હવે અમુક અંશે અને કદાચ અમુક સમય સુધી જ કોરોના કેસો ઘટ્યા છે ત્યારે વિવિધ કંપનીઓ પોતપોતાની પ્રોડક્ટ લોન્ચ કરવા લાગી છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે શાઓમીના Xiaomi Redmi Note 10T 5G વિશે માહિતી જાણીશું.

ભારતમાં Xiaomi Redmi Note 10T 5G ના 4 GB રેમ ને 64 GB સ્ટોરેજ વેરીએન્ટની કિંમત 13,999 રૂપિયા છે. જ્યારે 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરીએન્ટની કિંમત 15,999 રૂપિયા રાખવામાં આવી છે. ડિવાઇસને ચાર રંગોમાં રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્રોમિયમ વ્હાઈટ, ગ્રેફાઈટ બ્લેક, મેટાલિક બ્લુ અને મિન્ટ ગ્રીન રંગનો સમાવેશ થાય છે.

image source

Note 10T 5G ની ઓફર્સ

જો તમે Redmi Note 10T 5G ને HDFC બેંકના ક્રેડિટ કાર્ડથી ખરીદશો તો તમને એક હજાર રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એ સિવાય તમે રિટેલ સ્ટોર પર જઈને ત્યાંથી નો કોસ્ટ ઇએમઆઈ અબે એક્સચેન્જના વિકલ્પોમાંથી પસંદગી કરીને ફોન ખરીદી શકો છો. આ ફોન 26 જુલાઈથી અમેઝોન, mi.com અને mi home સ્ટોર્સ તેમજ ઓફલાઇન રિટેલર્સ પાસે વેંચાણ માટે ઉપલબ્ધ હશે.

Redmi Note 10T 5G ના ફીચર્સ

image source

શાઓમી Redmi Note 10T 5G સ્માર્ટફોન 6.5 ઇંચની ડિસ્પ્લે, ફૂલ એચડી + રિઝોલ્યુશન, 90 Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ અને 20:9 ઓસ્પેક્ટ રેશિયો સાથે આવે છે. આ ફોનમાં એન્ડ્રોઇડ 11 બેઝડ MIUI આપવામાં આવ્યું છે.

Redmi Note 10T 5G નો દમદાર કેમેરો

શાઓમી Redmi Note 10T 5G માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે જેમાં f/1.79 અપર્ચર વાળો 48 MP નો પ્રાઇમરી સેન્સર f/2.4 મેક્રો અપર્ચર વાળો 2 MP નો સેકન્ડરી સેન્સર અને f/2.4 અપર્ચર વાળો 2 MP નો ડેપથ સેન્સર શામેલ છે. આગળની બાજુએ તમને f/2.0 અપર્ચર વાળો 8 MP નો સેલ્ફી કેમેરો મળે છે.

image source

Redmi Note 10T 5G ની બેટરી

કનેક્ટિવિટી ની વાત કરીએ તો Redmi Note 10T 5G માં વાઈ ફાઈ, 4G LTE, બ્લુટુથ v5.1, USB ટાઈપ C ને 3.5 mm હેડફોન જેક સપોર્ટ કરે છે. આ સાથે 5000 mAh ની બેટરી આપવામાં આવી છે જેની સાથે એક 18 વોટ ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ ઉપલબ્ધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!