સ્ટ્રગલના દિવસોમાં નોરા ફતેહીએ કર્યું હતું આ કામ, એક્ટ્રેસે યાદ કર્યા એ દિવસો

એક્ટ્રેસ તેમજ ડાન્સર નોરા ફતેહી હાલના દિવસોમાં એમની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. દિલબર દિલબર ગર્લ આજે બોલીવુડમાં પોતાની અલગ જગ્યા બનાવી ચુકી છે. આજે લાખો લોકોને દિલો પર રાજ કરનારી આ એક્ટ્રેસ વિશે બહુ ઓછા લોકો જાણે છે કે એ ક્યારેક વેઇટ્રેસ તો ક્યારેક લોટરી વેચવાનું કામ કરી ચુકી છે. હાલમાં જ નોરા ફતેહીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન એમના વેઇટ્રેસના કામ વિશે જણાવ્યું હતું.

image source

એક્ટ્રેસ નોરા ફતેહીને બોલીવુડમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો છે. એમના સ્ટરગલિંગના દિવસોમાં એ એક પીજી તરીકે એવા રૂમમાં રહેતી હતી જ્યાં એ 8 છોકરીઓ સાથે રૂમ શેર કરતી હતી.

હિન્દી ન આવડવાને કારણે પણ એમને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ઘણીવાર તો એમના પર ખૂબ જ વિચિત્ર કમેન્ટ કરવામાં આવતી હતી.

image source

નોરા ફતેહીએ ખુદ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે સ્ટ્રગલના દિવસોમાં એમનો સામનો એક કાસ્ટિંગ એજન્ટ સાથે થયો હતો જેને ના ફક્ત એમને હ્યુમિલીએટ કર્યા પણ એમના ચહેરા અને બોડી પર ખૂબ જ વિચિત્ર કમેન્ટ્સ પણ કરી અને એમનો મજાક પણ ઉડાવ્યો હતો

નોરા ફતેહીએ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું છે કે વેઇટ્રેસનું કામ ખુબ જ અઘરું છે. આ કામ માટે તમારી ન ફક્ત મેમરી શાર્પ હોવી જોઈએ પણ તમારી પાસે એક પર્સનાલિટીની સાથે જ ચુસ્તી ફુર્તિ અને જબરદસ્ત કમ્યુનિકેશન સ્કીલ્સ હોવી જોઈએ.

image source

નોરા ફતેહીને ઇન્ટરવ્યૂ દરમિયાન એ પણ પૂછવામાં આવ્યું હતું કે એ એમના ફિગરનું કઈ રીતે ધ્યાન રાખે છે. એ સવાલનો જવાબ આપતા નોરા ફતેહીએ કહ્યું કે એ સ્કીની એટલે કે ખૂબ જ પાતળું હોવું ઠીક નથી માનતી.)

નોરા ફતેહી એક રૂઢિવાદી અરબ પરિવારમાંથી આવે છે. જેના કારણે એમને ફક્ત પ્રોફેશનલ જ નહીં પણ પારિવારિક જીવનમાં પણ ઘણી તકલીફોનો સામનો કર્યો છે.

image source

નોરા ફતેહીના કહેવા અનુસાર જે ડાન્સ માટે એમને ઓળખવામાં આવે છે એની પ્રેક્ટિસ એ એમના ઘરમાં એમના રૂમમાં જ કરતી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી પાસે હાલના દિવસોમાં કામની કોઈ કમી નથી. હાલના દિવસોમાં ઘણા મ્યુઝિક વિડીયો કર્યા છે જેને ખૂબ જ પ્રેમ મળ્યો છે.

image source

એમનો કરિયર ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે અને ફેન્સ વચ્ચે એમની ફોલોઇંગ ઝડપથી વધી રહી છે.