સોખડા સ્વામીનારાયણ મંદિરમાં ગાદીને લઈને વિવાદ, યક્ષપ્રશ્ન નવા ગાદીપતિ કોણ?

હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસી થયા બાદ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં તેમના ઉત્તરાધિકારીને લઈને વિવાદ સપાટી પર આવ્યો છે. જો કે બીજી તરફ સોખડા મંદિર હરિપ્રસાદ સ્વામીની ગાદીના વિવાદનાં મામલે સોખડા મંદિરે બેઠકની બાબતને રદિયો આપતા કહ્યું છે કે, હરિપ્રસાદ સ્વામીના દ્વિમાસિક સ્મૃતિદિન નિમિતે હરિભક્તો ભેગા થયા હતા અને હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી નક્કી કરવા કોઈ બેઠક ન મળી હોવાનું નિવેદન આપ્યું.

image source

તો બીજી તરફ પ્રેમસ્વરૂપસ્વામી અને પ્રબોધજીવન સ્વામીએ એક સંયુક્ત નિવેદનમાં જણાયું કે, કેટલાક ભક્તોએ ગાદીપતિ બાબતે પોતાની વાત રજૂ કરી હતી પણ વિવાદની વાતમાં કોઈ સચ્ચાઈ નથી.

નોંધનિય છે કે, ધનાઢ્ય પરિવારોમાં સંપતિને લઈને વિખવાદ થવા એ તો સામાન્ય વાત છે. પણ એક વખતા ભગવા વસ્ત્રા પહેર્યા બાદ ગાદી માટે વિવાદમાં ઉતરવુ યોગ્ય નથી તેમ ઘણા લોકો માની રહ્યા છે. જો કે વડોદરાના સોખડા સ્વામીનારાયણ મંદિરમાં હવે ગાદી કલહ સામે આવતા આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

image soure

નોંધનિય છે કે, વડોદરાના સોખડા સ્વામીનારાયણ મંદિરમાં હરિપ્રસાદ સ્વામીના ઉતરાધિકારી માટે સંતો અને હરિભક્તોના બે જૂથ આમને-સામને આવી ગયા છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલા વિવાદમાં બંને જૂથ એક-બીજાનો વિરોધ કરી ગાદી પર બેસવાની વેંતરણ કરી રહ્યા છે. એક તરફ પ્રેમસ્વરૂપદાસ તો બીજી તરફ પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

image soure

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પ્રબોધ સ્વામીને ઉત્તરાધિકારી તરીકે પસંદ કરવા હરિભક્તોએ રીતસર હોબાળો મચાવ્યો હતો. આ પૂર્વે હરિપ્રસાદ સ્વામીએ પ્રેમસ્વરૂપદાસને યોગી ડિવાઈન સંસ્થાની જવાબદારી સોંપવા પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તો બીજી તરફ ત્યાગ વલ્લભ સ્વામી મદદગાર રહેશે તેવી બાબતનો વિડીયો પણ વાયરલ થયો છે. જો કે શનિવારે મોડી રાત સુધી હરિભક્તોએ ધૂન કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવતા સભા રદ કરવી પડી હતી. હાલમાં આ ગાદી વિવાદ સપાટી પર આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

image source

ભારે વિવાદના કારમે બેઠક પણ મોકૂફ રાખવામાં આવી છે. શનિવારના વિવાદ બાદ હરિભક્તોની આજે બેઠક બોલાવી હતી પરંતુ હરિપ્રસાદ સ્વામીના અનુગામી તરીકે હવે કોણનો વિવાદ હજુ ઉકેલાયો નથી. આ બેઠક મુલતવી રહ્યાની જાણ હરિભક્તોને મેસેજથી કરી દેવામાં આવી છે. તો બીજી તરફ ધર્મ સંસ્થામાં આ રીતે ગાદીને લઈને વિવાદ સામે આવતા લાખો હરિભક્તોમાં રોષ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, નવા ગાદીપતિ કોણ બનશે તેને લઈને ચાલેલી ચર્ચામાં સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ હાલમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ત્યાગવલ્લભ સ્વામીનું નામ પણ ચર્ચામાં છે. આ સાથે જ એક તરફ એવી વાતો પણ ચાલી રહી છે કે, હરિધામ સોખડા મંદિરના દિવંગત ગાદીપતિ હરિપ્રસાદ સ્વામીએ પોતાના ઉત્તરાધિકારીનું નામ સૂચવ્યું છે. જો કે આ અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ભક્તો ઈચ્છી રહ્યા છે ગાદીની જવાબદારી કોઈ પણ પ્રકારના વિવાદ થયા વિના સોપવામાં આવે.