વિરાટ કોહલીએ તોડી નાખ્યા બધા જ રેકોર્ડ અને સર્જી દીધો ઈતિહાસ

ક્રિકેટ મેદાન પર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું પ્રદર્શન હાલ ભલે બરાબર ન હોય અને તેના ફેન્સ નિરાશ થતા હોય પરંતુ તે હંમેશા સોશિયલ મીડિયા પર હિટ રહે છે. આ વાત સાબિત થઈ છે શુક્રવારે કારણ કે તેણે ઇન્સ્ટાગ્રામ પરના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ફોટો બ્લોગિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 150 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે, આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ અને એકમાત્ર ભારતીય બન્યો છે. જો કે રમતજગતની દુનિયાના સ્ટાર ખેલાડીઓની યાદીમાં તે ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની દ્રષ્ટિએ ચોથા નંબરે છે.

image source

રમતજગતના ખેલાડીઓમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 337 મિલિયન ફોલોઅર્સ સાથે યાદીમાં પ્રથમ ક્રમ પર છે, જ્યારે લિયોનેલ મેસ્સી 260 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા નંબરે છે, જ્યારે નેમાર જુનિયર 160 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા નંબર પર છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એશિયન સેલિબ્રિટીઝમાં સૌથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવે છે. કોહલી પહેલા ઇન્સ્ટાગ્રામ પર 75 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનાર પ્રથમ એશિયન બન્યો હતો.

image source

જો કે કેપ્ટન કોહલી માત્ર ઇન્સ્ટાગ્રામ પર જ એક્ટિવ છે તેમ નથી. વિરાટ કોહલીની ટ્વિટર અને ફેસબુક જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જબરદસ્ત ફેન ફોલોઇંગ ધરાવે છે. અત્યાર સુધી તેના ટ્વિટર પર 43.4 મિલિયન ફોલોઅર્સ અને ફેસબુક પર 48 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

image source

જો કે આ વખતે તો કેપ્ટન વિરાટે બોલિવૂડ સ્ટાર્સને પણ પછાડી દીધા. તાજેતરમાં જ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ભારતના સૌથી ધનિક સેલિબ્રિટીની યાદીમાં ઊંચો કુદકો મારી અને બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને રણવીર સિંહને પાછળ છોડી દીધા છે અને હવે ઈંસ્ટાગ્રામમાં તેણે બોલિવૂડ સ્ટાર્સને પણ પાછળ રાખી દીધા છે.

image source

એક સર્વેમાં એમ પણ સામે આવ્યું હતું કે વિરાટ કોહલી ઈંસ્ટા પર તેની એક પોસ્ટ માટે 5 કરોડ રૂપિયા લે છે. તે 237.7 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ભારતના સૌથી ધનિક સેલિબ્રિટીમાં ટોચ પર છે.