PAN-Aadhaar Linking: ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે વઘારી ડેડલાઈન, હવે આ તારીખ સુધીનો મળશે સમય

કેન્દ્ર સરકારે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની તારીખને 30 જૂન 2021થી વધારીને હવે 30 સપ્ટેમ્બર 2021 કરી છે. નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે આ જાણકારી આપી છે. કેન્દ્ર સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરવા બદલ પાન કાર્ડને અનઓપરેટિવ કરવા કહ્યું છે. એટલે કે તે કામ કરશે નહીં. આ કારણે અનેક લોકો ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પણ કરી શકશે નહીં. જ્યાં પાન કાર્ડનો ઉલ્લેખ કરવો જરૂરી હોય છે તે કામમાં તેમને તકલીફ પડી શકે છે. આ સિવાય તેઓને દંડ પણ ભરવો પડી શકે છે. આપને જણાવી દઈએ કે ડેડલાઈન સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાય તો તમે અનેક મોટી સમસ્યાઓનો સામનો કરવા તૈયાર રહો તે પણ યોગ્ય છે.

કોરોનાની સારવારના ખર્ચ થશે ટેક્સ ફ્રી

image source

કોરોના વાયરસ મહામારીના વિરોધમાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે મોટી જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે કોરોનાની સારવારમાં ખર્ચ કરનારા લોકોને ટેક્સમાં છૂટ અપાશે. કોરોનામાં ટેક્સપેયર્સને મોટી રાહત આપતા નાણા મંત્રાલયે શુક્રવારે અનેક મોટી જાહેરાત કરી છે.નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કેન્દ્ર સરકારે કોરોનાની સારવારમાં મળેલી મદદની રકમ પર કોઈ ટેક્સ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. એવામાં જો કોઈ એમ્પલોયપ કે શુભચિંતકોએ પોતાના એમ્પલોઈ માટે કોરોનાની સારવાર માટે રૂપિયા ખર્ચ કર્યા છે તો તેને ટેક્સમાં રાખવામાં આવશે નહીં. એટલે કે મદદના રીતે મળેવી રકમ પર ટેક્સમાં છૂટ મળી શકશે.

એક મેસેજની મદદથી પણ પાન કાર્ડને આધાર સાથે લિંક કરી શકાય છે

image source

જો તમે તમારા પાન કાર્ડથી આધારને લિંક કરવા માંગતા હોય તો તમારે તમારા મોબાઇલ નંબરથી UIDPAN <12-digit Aadhaar> <10-digit PAN> ટાઇપ કરીને 567678 કે 561561 પર મેસેજ મોકલવો પડશે. આ પછી તમારો પાન આધારથી લિંક થવાની સૂચના મળી જશે. અને તમારું કામ સેકંડ્સમાં થઈ જશે. આ માટે તમારે વધારે કોઈ પ્રોસેસ કરવાની પણ જરૂર રહેશે નહીં. ફ્કત 1 મેસેજ તમારું કામ કરી દેશે.

image source

આ સરળ રીતે પાન કાર્ડને આધારથી ઓનલાઈન પ્રોસેસથી કરી લો ફટાફટ લિંક

સૌ પહેલા તો તમારે ઇનકમ ટેક્સની વેબસાઇટ https://incometaxindiaefiling.gov.in પર જવાનું રહેશે.

અહીં તમારી સામે એક હૉમ પેજ ખુલશે.

હૉમ પેજ પર તમને Link Aadhaarનું ઓપ્શન દેખાશે.

તમે આના પર ક્લિક કરો.

image source

આ પછી તમારે તમારો પાન નંબર, આધાર નંબર અને અન્ય જરૂરી જાણકારીઓ ભરવાનો ઓપ્શન દેખાશે.

પુરેપુરી ડિટેલ ભર્યા બાદ કેપ્ચા કૉડ નાંખો.

આ પછી તમારે લિંક આધાર પર ક્લિક કરવાનું રહે છે.

આમ કરતાં જ તમારી સામે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થવાની સૂચના આવી જશે.

બસ થઈ ગયું તમારું કામ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!