સિદ્ધાર્થ શુકલાના નિધનની આગલી રાત્રે થયું હતું આવું, માતા સાથે કરી હતી વાત

બિગ બોસ 13ના વિનર સિદ્ધાર્થ શુકલાના નિધનની ખબરથી દરેક વ્યક્તિ આઘાતમાં છે..40 વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થ દુનિયાને અલવિદા કહી ગયા. એમનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. દરેકના મોઢે સિદ્ધાર્થ શુકલાનું નામ છે. તમને જણાવી દઈએ કે નિધનની આગલી રાત્રે સિદ્ધાર્થને તબિયત ઠીક નહોતી લાગી રહી. એમને મોત પહેલા પોતાની માતા સાથે સમય પસાર કર્યો.

બિલ્ડીંગ પરિસરમાં કર્યું વોક.

image source

બુધવારે મોડી સાંજે લગભગ 8 વાગે સિદ્ધાર્થ શુકલા એમની માતા રિતા શુકલા સાથે જ ઓશિવારાના બિલ્ડીંગ પરિસરમાં ફરી રહ્યા હતા. એ પછી એ એમના ફ્લેટમાં ગયા. એમને તબિયત ન હોવાની વાત એમની માતાને કહી. પછી દવા ખાઈને સુવા ચાલ્યા ગયા.

સવારે મળ્યા બેભાન.

ગુરુવારે સવારે લગભગ 9 30 વાગે એમના પરિવારને એ બેભાન હાલતમાં મળ્યા. લગભગ 10 30 વાગે એમને કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં એમનું ઇસીજી કરવામાં આવ્યું પણ અફસોસ કે સિદ્ધાર્થ શુકલા હોસ્પિટલમાં આવતા પહેલા જ દમ તોડી ચુક્યા હતા. ડૉક્ટર્સની ટીમે 11 30 વાગે એમને મૃત ઘોષિત કરી દીધા.

image source

12 ડિસેમ્બર 1980માં મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થ શુકલાના પિતા અશોક શુકલા એક સિવિલ એન્જીનીયર હતા અને એમની માતા રિતા શુકલા એક હાઉસવાઈફ છે. એમની પિતા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં કામ કરી ચુક્યા હતા. એમની બે મોટી બહેનો પણ છે જેમને એ ખૂબ જ પ્રેમ કરતા હતા. મૂળ રીતે સિદ્ધાર્થનો પરિવાર ઉત્તર પ્રદેશના ઈલાહાબાદનો રહેવાસી છે.

માતાની હતા ખૂબ જ નજીક.

आखिरी बार मां से Shidharth Shukla की हुई क्या बात! जानिए बीती रात का पूरा हाल
image source

બિગ બોસ 13ના વિનર રહી ચૂકેલા સિદ્ધાર્થ શુકલાને એમની માતા સાથે બિગ બોસ હાઉસમાં જોવામાં આવ્યા હતા. માતાની ખૂબ જ નજીક સિદ્ધાર્થ શુકલાને એ સમયે ખૂબ જ ઇમોશનલ થતા જોવામાં આવ્યા હતા. મોડલિંગના દિવસોમાં ફેફસાની બીમારીના કારણે એમને એમના પિતાને ખોઈ દીધા હતા . આ વર્ષે સિદ્ધાર્થે એમના પિતાની પુણ્યતિથી પર એક ટ્વીટ પણ કર્યું હતું.

ટીવીના જાણીતા સિદ્ધાર્થ શુકલા આજે ફેન્સ, મિત્રો અને એમના પરિવારજનોને રડાવીને પંચતત્વમાં વિલિન થઈ ગયા છે. મુંબઈના ઓશિવારામાં એમના અંતિમ સંસ્કાર આજે કરી દેવામાં આવ્યા. એમને અંતિમ વિદ્યા આપવા માટે પરિવારના સભ્યો ઉપરાંત અમુક નજીકના લોકો પહોંચ્યા હતા.

image source

સિદ્ધાર્થ શુકલાના અંતિમ સંસ્કાર બ્રહ્મકુમારી સમાજની વિધિથી કરવામાં આવ્યા. બ્રહ્માકુમારી સમાજના બે સભ્યો એમની અંતિમ યાત્રામાં સામેલ હતા. અંતિમ સંસ્કાર પહેલાં બ્રહ્માકુમારી વિધિ અનુસાર પૂજા પાઠ પણ કરવામાં આવ્યા.