સોશ્યલ મીડિયાનો ખોટો ઉપયોગ કરીને રાજકોટમાં યુવતીઓ સાથે થયું ન થવાનું, હજુ પણ ચેતી જાઓ

કોરોના કાળમાં 1 ધોરણમાં ભણતા બાળકના હાથમાં પણ ફોન અને લેપટોપ આપવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. 21મી સદી ટેકનોલોજીનો યુગ છે એ વાત આપણને સૌને કોરોના મહામારીએ સમજાવી દીધી. કોરોના કાળમાં જ્યારે લોકડાઉન થયું અને શાળા-કોલેજો બંધ થઈ ત્યારે ઓનલાઈન અભ્યાસ બાળકો માટે ઉપયોગી થયું. બાળકો ટેકનોલોજીના માધ્યમથી ઘરે બેસીને પણ ભણી શકે છે. પરંતુ આ ટેકનોલોજી વરદાન છે તેની સાથે સમસ્યા પણ બની શકે છે જો તેનો ઉપયોગ યોગ્ય રીતે ન કરવામાં આવે તો.

image source

આમ તો છાશવારે એવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે કે જેમાં ટેકનોલોજીના દુરઉપયોગની વાત સામે આવે છે. પરંતુ આ ઘટનાઓ ઓનલાઈન ફ્રોડ, વસ્તુમાં છેતરપિંડી કે ડેટા ચોરીની હોય છે. પરંતુ રાજકોટ શહેરમાં એવી ઘટના બની છે જે યુવતીઓ માટે લાલ બત્તી સમાન ઘટના છે. જી હાં રાજકોટમાં રહેતી 2 વિદ્યાર્થીઓના ફેક આઈડીથી બીભત્સ મેસેજ લોકોને મોકલાતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી. જો કે સારી વાત એ પણ છે કે આ કામ કરનાર લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમને જેલની હવા ખાવી પડી છે.

image source

ઘટનાની વિગતોની વાત કરીએ તો સાયબર ક્રાઈમ પોલીસમાં ફેક આઈડી બનાવી તેમાંથી અત્યંત હલકી કક્ષાના ફોટા મોકલાતા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ અને ટંકારા તેમજ માણાવદર પંથકના બે શખ્સોને સકંજા લઈ લીધા હતા. રાજકોટ શહેરના પોશ ગણાતા એવા એરપોર્ટ રોડ ઉપર રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થીનીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં માણાવદરના ઝીંઝરી ગામના જયેશ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે 03 જુનના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં આરોપીએ તેને રીક્વેસ્ટ મોકલી હતી જે ઓપન કરતા તેનો એક ફોટો પોસ્ટ કરી તેમાં અભદ્ર ભાષામાં લખાણ લખેલું. જ્યારે યુવતીએ તેને આ પોસ્ટ હટાવવા કહ્યું તો તેને અપશબ્દો કહ્યા હતા.

image source

પોલીસે નંબરના આધારે તપાસ કરી તો જાણવા મળ્યું કે નંબર આરોપીના પિતાના નામે છે અને તે તેનો ઉપયોગ કરતો હતો. જ્યારે પોલીસે જયેશની પુછપરછ કરી તો તેણે સમગ્ર ઘટનાની કબૂલાત આપી.

image source

આવી જ બીજી ઘટના શહેરના કોટેચા ચોકમાં રહેતી 16 વર્ષની દીકરી સાથે બની હતી. તે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટા યુઝ કરે છે તેના પિતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત 12 મેના રોજ તેમની દીકરીને એક રીક્વેસ્ટ આવી હતી જે તેમની દીકરીએ એક્સેપ્ટ કરી નહીં. આ વાતનો ગુસ્સો રાખી દીકરીના નામની ફેક આઈડી બનાવી અન્ય લોકોને બીભત્સ મેસેજ કરવામાં આવતા. પોલીસે આ મામલે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ કામ ટંકારાના દિવ્યેશ નામના વ્યક્તિનું છે. તેની પણ પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.