બળાત્કારીઓને આ દેશમાં આપવામાં આવે છે દર્દનાક સજા, જાણો ક્યાં દેશમાં કેવી છે સજાની જોગવાઈ

સમગ્ર વિશ્વમાં સ્ત્રી સામે જુલ્મ વધી રહ્યા છે. રોજે રોજ મોટી સંખ્યમાં બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. જેના વિરોધમાં ઘણા સંગઠનો આવી રહ્યા છે. અને કડક કાયદા લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. ઇન્ડોનેશિયાએ તાજેતરમાં જ તેના એક વિવાદિત કાયદાને મજબુત બનાવતા એક સરકારી નિયમન પસાર કર્યું છે, જે મુજબ જે લોકો બાળકોનું જાતીય શોષણ કરે છે તે રાસાયણિક રીતે ખસીકરણ (Castration) કરવામાં આવશે.

image source

આ પ્રક્રિયાને કેમિકલ કાસ્ટ્રેશન પણ કહેવામાં આવે છે. આ ગુનેગારોને ઈન્જેક્શનના સહારે એક સોલ્યુશન આપવામાં આવશે જેથી તેમના ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સમાં નોંધપાત્ર ઘટાડો થાય અને આ ગુનેગારોની જાતીય ઇચ્છાઓ લગભગ નાશ પામે. આ પહેલા પણ ઇન્ડોનેશિયાએ બળાત્કારના દોષીઓને સજા કરવા માટે અનેક પગલાં લીધાં છે. તો ચાલો જાણીએ આવા કેટલાક દેશો વિશે જ્યાં બળાત્કારની સખત સજા મળે છે.

સાઉદી અરબમાં બળાત્કારીઓને અપાઈ છે ફાંસી

image source

સાઉદી અરબ એક એવો દેશ છે જ્યાં ઇસ્લામિક શરિયા કાયદો માન્ય છે. આ દેશમાં બળાત્કાર બદલ ખૂબ સખત સજાની જોગવાઈ છે. જો કોઈ પણ વ્યક્તિ બળાત્કાર માટે દોષી સાબિત થાય છે, તો તેને ફાંસી આપવામાં આવે છે અને તેના જાતીય અંગોને કાપવા અંગેની પણ કાયદામાં જોગવાઈ છે. આ સિવાય અફઘાનિસ્તાન, ઇરાક અને ઈરાનમાં બળાત્કાર કરનારાઓને મોતની સજા આપવામાં આવે છે.

ચીનમાં વગર ટ્રાયલે ફાંસી આપવામાં આવે છે

image source

ચીનમાં પણ બળાત્કારના આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે છે. ચીનમાં આ ગુનાની સજા શક્ય તેટલી વહેલી તકે આપવામાં આવે છે. તબીબી પરીક્ષણમાં સાબિત થયા બાદ ટ્રાયલ વિના જ મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. તો બીજી તરફ જઘન્ય ગુનામાં બળાત્કાર કરનારનું ગુપ્તાંગ પણ કાપી નાખવામાં આવે છે.

નાઇજિરીયામાં ફાસીની સજા કરવામાં આવે છે

image source

નાઇજિરીયામાં થોડા સમય પહેલા જ સરકારે નિર્ણય કર્યો હતો કે બળાત્કારીઓ સજા તરીકે નપુંસક બનાવશે અને જો બળાત્કાર 14 વર્ષ કે તેથી ઓછી યુવતી સાથે કરવામાં આવે તો ગુનેગારને ફાંસી આપવામાં આવશે. આ નિર્ણય કોરોના સમયગાળામાં બળાત્કારની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

ચેક રિપબ્લિકમાં બળાત્કારીને નપુંસક બનાવી દેવામાં આવે છે

image source

ચેક રિપબ્લિકમાં બળાત્કાર કરનારાઓ માટે સર્જિકલ કાસ્ટ્રેશનનો કાયદો છે. એટલે કે જો કોઈ પર બળાત્કાર સાબિત થાય છે, તો પછી તે વ્યક્તિની શસ્ત્રક્રિયા કરી નપુંસક બનાવી દેવામાં આવે છે. આ દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી આ કાયદો અમલમાં છે. જોકે ઘણાં માનવ અધિકાર કાર્યકરો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત