અમરેલીના ધારીનો આ 13 વર્ષનો સાગર 7 રોટલા આરોગી જાય, વજન છે 140 કિલો, હલન-ચલન કરવામાં પણ પડે છે ફાંફાં

નિયમિત રીતે કસરત કરવી, પ્રાણાયામ કરવા જેવી બાબતોને ધ્યાનમાં રાખવાથી શરીર સ્વસ્થ રહે છે આવું આપણે સૌ સંભાળતા આવ્યાં છીએ. આ પછી કોરોનાકાળમાં બધાએ તેનું મહત્ત્વ પણ સમજ્યું છે. જો શરીર કાયમથી કાયમ વધવા લાગે તો મેદસ્વિતા કહેવાય છે અને પછી તે ખુબ મોટી સમસ્યા બની જાય છે. થોડા વર્ષો પહેલા મેદસ્વિતાથી પરેશાન થઈ ગયેલ ઉનાના વાજડીના ત્રણ સુમો બેબી ખૂબ ચર્ચામાં હતા. તેમનું વજછખુબ જ વધારે હતું. આ પછી તેમની સારવાર માટે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આગળ આવ્યા હતાં.

image source

હાલમાં આવો જ એક કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. આ કિસ્સો અમરેલી જિલ્લાના ધારીના ખીચા ગામનો છે. અહીં માત્ર 13 વર્ષના કિશોરનું વજન 140 કિલો છે અને તેનું નામ સાગર છે. પરિવાર પણ આર્થિક રીતે નબળો છે અને બીજી તરફ સાગર દિવસમાં 7 જેટલા રોટલા આરોગી જાય છે. તેનાં આ શરીરને કારણે તેને હલન-ચલનમાં પણ મુશ્કેલી પડે છે. હવે આ સમસ્યા માટે પરિવાર આર્થિક રીતે નબળો હોવાથી સરકાર પાસે મદદ માગી છે કે જેથી તેનો ઇલાજ થઈ શકે.

image source

આ પરિવાર વિશે વાત કરીએ તો ધારીના ખીચા ગામમાં તેઓ છેલ્લાં 25 વર્ષથી રહે છે. જ્યારે આ પરિવારમાં દીકરાનો જન્મ થયો ત્યારે પરિવાર ખુશીમાં હતો. આર્થિક રીતે નબળા હોવા છતાં પરિવારમાં દીકરાનાં જન્મથી ખુશીઓ મહેકી રહી હતી. જો કે જ્યારે સાગર નાનો હતો ત્યારથી જ તેની ભોજનશક્તિ અનોખી હતી અને જે હવે મુશ્કેલી બની છે. આ પછી સાગર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેની ઉમરની સાથે તેનું વજન પણ ઘણું વધવા લાગ્યું. હાલમાં તેની ઉંમર 13 વર્ષની છે છતાં તેનું વજન સાંભળીને ચોંકી જશો. સાગરનું વજન 140 કિલોએ હાલ પહોંચી ગયુ છે.

image source

ઉંમરની સાથે વજન વધતા હવે સ્થિતિ એવી બની છે કે સાગર ચાલી પણ શકતો નથી. એક તરફ પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે અને બીજી તરફ બાળકની આ અનોખી બીમારીથી પરિવાર ચિંતામાં ડૂબી ગયો છે. પરિવાર મજુરીકામ કરીને ગુજરાન ચલાવે છે જેથી હવે પરિવારે સરકાર પાસેથી મદદ માંગી છે. આ વિશે જ્યારે સાગરના દાદા સાથે વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું હતું કે સાગરની ઉંમર 13 વર્ષ છે. સાગર જન્મ્યો ત્યારે તેનું શરીર પાતળું હતું પણ પછી તેનું શરીર વધતુ જ ગયું. આ સાથે તેની ભૂખ પણ વધતી ગઇ.

image source

આગળ મુશ્કેલી જણાવતાં તેઓ કહે છે કે હવે તો સ્થિતિ એવી બની છે કે અમે એના શરીરને પુરુ થાય તેટલું ખાવાનું પણ તેને આપી શકતા નથી. આથી અમે સરકાર પાસે સહારો માગીએ છીએ. સરકાર માયબાપ છે. અમે તો અભણ છીએ. આ સાગર રોજના 7થી 8 રોટલા ખાય છે. આ સાથે જાણવા મળ્યું હતું કે પરિવાર પહેલા સાગરને ત્રણ ટાઇમ જમવાનું આપતો હતો પરંતુ સાગરનું વજન ઘટાડવા માટે 2 ટાઇમ જમવાનુ આપી રહ્યો છે. પરંતુ તેનાથી પણ સાગરના વજનમાં કોઇ ફેર પડ્યો નથી. હવે પરિવાર પાસે સરકાર પાસે હાથ લંબાવ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. પરિવાર આશા રાખી રહ્યો છે કે સરકાર તરફથી તેમને કઈક મદદ મળે અને સાગરનો ઈલાજ થઈ શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!