આ મૂછોવાળી રાજકુમારીના હતા અનેક આશિક, 13 વ્યક્તિઓએ કર્યું એવું કે જાણીને ખરેખર નવાઈ લાગશે…

21મી સદીના કરીકાળમાં એક માન્યતા દરેક પુરુષોના મનમાં ઘર કરી ગઈ છે કે પરણવું તો સુંદર છોકરી સાથે જ પરણવું. એમાં પણ આજે લોકો સુંદરતાના અલગ અલગ પરિમાણ લઇને બેઠા છે. છોકરીનો કલર, શરીરની બાંધણી અને શરીરની સાઇઝ પરથી છોકરીની સુંદરતા માપવામાં આવે છે.

પણ એક કહેવત લોકો આજે ભૂલી ગયા કે સુંદરતા તો જોનારાની આંખમાં હોય છે. આપણી સામે ઘણા પ્રેમીઓ એવા છે જેમણે મનની સુંદરતા જોઈને પ્રેમ કર્યો છે. પણ શું તમે જાણો છો કે 19મી સદીમાં સુંદરતા આ રીતે જોવામાં ન્હોતી આવતી. ત્યારે સુંદરતાની પરિભાષા કઈક અલગ જ હતી. કદાચ જાણીને તમને નવાઈ પણ લાગી શકે.

image source

19મી સદીમાં છોકરીની મેદસ્વિતા ( છોકરીની ઝાડાઈ )જોઈને સુંદરતા નક્કી થતી. જી હા મિત્રો જે છોકરી શરીરમાં જેટલી મોટી એટલી વધારે સુંદર. એટલા જ માટે એ સમયની ઈરાનની રાજકુમારીની સુંદરતાના કિસ્સા આજે પણ લોકોના મોઢે ચર્ચાતા રહ્યા છે. ઈરાનની આ રાજકુમારીનું નામ હતું તાજ અલ કજર સુલતાના.

image source

ઈરાનની રાજકુમારીએ એ સમયમાં સુંદરતાના બધા જ માપોને તોડી નાખ્યાં હતાં. જે પણ લોકોના મનમાં પોતાના ભ્રમ હતા કે આને સુંદર કેહવાય અને આને સુંદર ન કેહવાય. એવા બધા જ લોકોના દવાઓને ફગાવી દીધા હતા. તેના ગાલ પર ખૂબ ચરબી હતી અને મોઢા પર મૂછો પણ હતી. તેનું શરીર પણ કદમાં એટલું જ મોટું હતું. આમ છતાં તમને જાણીને આશ્ચર્ય થશે કે એને ખૂબ સુંદર માનવામાં આવતી.

મીડિયા રિપોર્ટમાં માહિતી મળે છે કે, એ સમયમાં કેટલાંય યુવાનો રાજકુમારીના દિવાના હતા. રાજકુમારીની સુંદરતા જોઈને એવા કાયલ થઈ જતાં કે બધું જ વિસરી જાય. યુવાનો બસ આ જ રાજકુમારી સાથે લગ્ન કરવા માટે તલપાપડ હતા. આમ છતાં રાજકુમારીએ આં બધા જ લગ્નના પ્રસ્તાવને ઠુકરાવી દીધા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજકુમારીના આ રીતે મનાઈ કરવાથી ૧૩ યુવાનોએ આપઘાત કરીને જીવ આપી દીધો હતો.

image source

આટલી બધી સુંદર રાજકુમારી અને મોટા ભાગના યુવાનો એને જ પરણવા માંગતા હતા તો શા માટે રાજકુમારી મનાઈ કરતી એ જાણવાની સૌ કોઈને જિજ્ઞાસા હોય. તો હતું એવું કે રાજકુમારી કજરના પેહલાથી જ લગ્ન થઈ ચૂક્યા હતા. અમીર હુસૈન ખાન શોજા એ સલ સલ્તનેહ સાથે રાજકુમારીના લગ્ન થયા હતા. તેમજ બે દીકરા અને બે દીકરીઓ પણ હતી. પરંતુ કેહવામાં આવે છે કે બાદમાં રાજકુમારી અને હુસૈન ખાનના છૂટાછેડા થઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત