કોઈપણ ટ્રીક ન આવે કામ એવા કડક બની ગયા ટ્રાફિકના નિયમો..

ટ્રાફિકના નિયમ તોડવા બદલ મસમોટા મેમો ઘરે આવે છે. જેનાથી બચવા માટે લોકો એક ટ્રીક અજમાવે છે. પરંતુ હવે આવું કરતાં લોકો મેમોથી બચી શકશે નહીં. કારણ કે ફરી એકવાર ટ્રાફિક ના નિયમો માં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પરિવહન મંત્રાલય એ આ અંગે નોટીફીકેશન પણ બહાર પાડ્યું છે. નવા નિયમ અનુસાર ટ્રાફિક નિયમનો ભંગ કરનાર ને પંદર દિવસની અંદર જ મેમો મોકલી દેવામાં આવશે.

image source

આ સાથે જ વધુ એક નિયમ નો ઉમેરો થયો છે જેમાં ટ્રાફિક નિયમ તોડનાર નું ફૂટેજ એટલે કે રેકોર્ડિંગ પણ ફરજિયાત બનાવવામાં આવશે. આ કામ કરવા માટે પરિવહન વિભાગ અને રાજ્ય પોલીસ વિવિધ રસ્તા પર ખાસ ડીજીટલ ઉપકરણોની લગાવશે. એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ ટ્રાફિક નિયમનો ભંગ કરી શકશે નહીં અને જો કરશે તો તે આ ખાસ ડીજીટલ ઉપકરણોની નજરથી બચી શકશે નહીં.

image source

ખાસ પ્રકારના ડિજિટલ ઉપકરણ લગાડવા માટે પરિવહન મંત્રાલય એ દેશના 132 શહેરોને પસંદ કર્યા છે. આ ઉપકરણ ગુજરાતમાં સુરત, અમદાવાદ સહિત ચાર શહેરોમાં લાગશે. આ સિવાય ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, હિમાચલ, આસામ, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, ઓરિસ્સા, મેઘાલય, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળના ૧૩૦ થી વધુ શહેરોમાં લગાવવામાં આવશે.

કયા ટ્રાફિક ના નિયમો તોડવા પણ રેકોર્ડિંગ ફરજિયાત ?

image source

ટ્રાફિકના નવા નિયમ અનુસાર હવે નિયમ તોડનાર નું રેકોર્ડિંગ કરવું ફરજિયાત થઇ ચૂક્યો છે અને પંદર દિવસની અંદર જ વ્યક્તિને મેમો પણ ફટકારી દેવામાં આવશે. ત્યારે પરિવહન મંત્રાલય કેટલાક ખાસ નિયમોના ભંગ નું રેકોર્ડિંગ ફરજિયાત કર્યું છે. જેમાં નીચે મુજબની બાબતો નો સમાવેશ થાય છે.

1. ઓવર સ્પીડ

2. ઓવરલોડ વાહનો

3. વાહન ચલાવતી વખતે મોબાઈલ નો ઉપયોગ

4. નો પાર્કિંગમાં કાર પાર્ક કરવી

5. વાહન ચલાવનાર અને પાછળ બેઠેલી વ્યક્તિ દ્વારા થતું નિયમનું ઉલ્લંઘન

image source

6. ટુ વ્હીલરમાં હેલ્મેટ ન પહેરવું

7. રેડ સિગ્નલ કે ઝીબ્રા ક્રોસીંગ નો નિયમ તોડવો

8. કાર ચલાવતી વખતે સીટ-બેલ્ટ ન પહેરે

9. નંબર પ્લેટ તૂટેલી અથવા તો છુપાવેલા નંબર સાથેની હોવી

10. વાહન ની ઊંચાઈ કરતાં વધારે માલ ભરવું.

ઉપરોક્ત નિયમના ભંગ બદલ હવે ફૂટેજ એટલે કે વિડિયો લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે જેને ટ્રાફિક પોલીસ કોર્ટમાં પુરાવા તરીકે રજુ કરશે.