આ વર્ષની રક્ષાબંધન છે અત્યંત ખાસ, આ 5 રાશિના જાતકોને થશે લાભ

રક્ષાબંધનના તહેવારની હવે ગણતરીના દિવસો ની વાર છે. ભાઈ અને બહેનના આ પવિત્ર તહેવાર ને દર વર્ષે ધામધૂમ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. તેવામાં આ વર્ષે રક્ષાબંધનની ઉજવણીમાં સોનામાં સુગંધ ભળી રહી છે. કારણ કે વર્ષો પછી રક્ષાબંધન પર ખાસ યોગનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આ યોગ એવો છે કે જે અગાઉ 11 ઓગસ્ટ 1547ના રોજ સર્જાયો હતો જે આ વર્ષે 2021માં સર્જવા જઇ રહ્યો છે. એટલે કે 400થી પણ વધુ વર્ષ પછી ગ્રહોની સ્થિતિ એટલી ખાસ બનવા જઈ રહી છે કે જે રક્ષાબંધનને અત્યંત ખાસ બનાવી દેશે.

આ વર્ષે રક્ષાબંધન ઘનિષ્ઠા નક્ષત્રમાં ઉજવાશે. આ સમયે એક જ રાશિમાં ગુરુ અને ચંદ્ર હોવાથી ગજકેસરી યોગ પણ સર્જાઈ રહ્યો છે. બીજી તરફ મંગળ, બુધ અને સૂર્ય સિંહ રાશિમાં હશે. રક્ષાબંધનના દિવસે કન્યા રાશિમાં શુક્ર હશે. ગ્રહોના યોગના કારણે અત્યંત શુભ અને ફળદાયી દિવસ રક્ષાબંધનનો બની રહેશે.

આ પહેલા 1547 રક્ષાબંધનના દિવસે ધનિષ્ઠા નક્ષત્ર હતું અને સૂર્ય મંગળ અને બુધ એક જ રાશિમાં હતા. જો કે તે સમયે શુક્ર મિથુન રાશિમાં હતો જે બુધની માલિકીની નિશાની છે. જ્યારે આ વર્ષે શુક્ર કન્યા રાશિમાં હશે. રક્ષાબંધનના દિવસે સર્જાતા ખાસ યોગના કારણે 12 રાશિઓને પણ અસર થશે. ગ્રહોના આ ખાસ યોગ ની સ્થિતિમાં મેષ, કર્ક, તુલા, મકર અને કુંભ રાશિના લોકોને લાભ થવાની શક્યતા છે. તો ચાલો વિગતવાર જાણીએ કે રક્ષાબંધનના દિવસે બાર રાશિઓના જાતકો પર કેવી અસર થશે.

મેષ –

ગ્રહોની આ અસર આવકમાં વધારો કરશે, કાર્યમાં સફળતા મળશે, મિત્રો અને સંબંધીઓ નો પણ સહયોગ રહેશે.

વૃષભ –

આ દિવસે કામમાં વ્યસ્તતા જણાય નવા કામનું ભારણ પણ વધી શકે છે માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે

મિથુન –

રક્ષાબંધનના દીવસ પછીના ત્રણ દિવસ સુધી ભાગ્યનો સાથ મળશે. જીવનમાં આવેલા અવરોધ દૂર થશે. યાત્રા સુખદ અને લાભકારી થશે.

કર્ક –

ધન પ્રાપ્તિની સંભાવનાઓ ઓછી અને કામમાં વ્યસ્ત આ વધારે રહેશે.

સિંહ –

શત્રુ પર પ્રભુત્વ વધશે, સંતાન તરફથી સારા સમાચાર મળે, વિવાદો દૂર થશે.

કન્યા –

રક્ષાબંધનનો દિવસ ખૂબ જ શુભ રહેશે, આવકમાં વધારો થશે, સામાજિક સન્માન વધશે શત્રુઓ શાંત રહેશે.

તુલા –

ભાગ્યનો સાથ મળશે, સંતાન તરફથી લાભકારક સ્થિતિ સર્જાય, આવકમાં વધારો શક્ય કામનું ભારણ પણ વધે.

વૃશ્ચિક –

દિવસ વ્યવસ્થા થી ભરપૂર રહેશે, ઉતાવળ ન કરવી ઉતાવળના કારણે નુકસાન થવાની સંભાવના, વિવાદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.

ધન –

જવાબદારીઓ વધશે, અપેક્ષા કરતાં વધુ કામ કરી શકશો, ભાઈ પાસેથી મદદ મળી શકે છે, ભાગ્ય તમને સાથ આપશે.

મકર –

આર્થિક સમસ્યાઓનો અંત આવશે, ધનપ્રાપ્તિની સંભાવના, કોઈ મોટા અને અધૂરા કાર્યોમાં સફળતા મળશે.

કુંભ –

આવક સારી રહેશે, કાર્યોમાં પણ સફળતા મળે, સરકારી કામમાં સફળ થશો, અચાનક ધનપ્રાપ્તિના યોગ સર્જાશે.

મીન –

દિવસ શુભ રહેશે, યોજનાઓ સફળ રહેશે, પૈસા સંબંધિત બાબતોમાંથી અવરોધો દૂર થશે.