૧૨૦ વર્ષની ઉંમરે પણ સૌરાષ્ટ્રના આ ભાભા જીવે છે લક્ઝુરિયસ લાઈફ,વાતો જાણીને તમે પણ શરમાઈ જશો

એકસો વીસ વર્ષ ની ઉંમર વાળા ભાભા પોરબંદર ના રતનપર ગામમાં ખુબ જ સારી રીતે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. પોષણ યુક્ત આહાર અને શુદ્ધ વાતાવરણ માં દાદા પોતાની પત્ની સાથે જલસા થી જીવન પસાર કરી રહ્યા છે. ખીમાભાઇ ઓડેદરા એ એકસો વીસ વર્ષ ની ઉંમર સુધીમાં કોઈ પણ પ્રકારનું શરીર ને હાનિકારક વ્યસન કર્યું નથી. તેથી અત્યારે પણ તંદુરસ્તી ભર્યું જીવન જીવી રહ્યા છે.

image source

દાદા અને તેની પત્ની સુમીરી બેન સો વર્ષ ની ઉંમર વટી ચૂકયા છે. બંને દંપતી વૃદ્ધ હોવા છતાં દરેક કામ કરતા ફરે છે. તેમની તંદુરસ્ત, સુખી જીવવન ની ચર્ચા દરેક જગ્યા પર થઇ રહી છે. એકસો વીસ વર્ષ ની વયે નિવૃત્તિ લઈને ઘરમાં આરામ કરવાની જગ્યા પર ખેતીના અને અન્ય કામો કરે છે.

image source

ખીમાભાઇ સગવડ ના હોવાથી અભ્યાસ નહોતા કરી શક્યા. તેમ છતાં તે પચાસ વર્ષ ની ઉંમર થઈ ત્યાં સુધી ગામના સરપંચ હતા. દાદા એ તે દરમિયાન ગામમાં રોડ, રસ્તા, પાણી ની સુવિધા અપાવી હતી. જિલ્લામાં દોડ ની સ્પર્ધા યોજાય ત્યારે ખીમાભાઇ પચીસ વર્ષ ના હતા.

આ સ્પર્ધામાં સાતસો જેટલા સ્પર્ધકો એ ભાગ લીધો હતો. સપર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર ખીમાભાઇ ઓડેદરા એ નવીબંદર થી પોરબંદર સુધી વીસ માઈલનું અંતર કાપ્યું હતું, અને મહત્વની વાત એ છે કે, જિલ્લાના સાતસો જેટલા સ્પર્ધકો ને હરાવીને પ્રથમ સ્થાન પણ મેળવ્યું હતું.

image source

પહેલાંના સમયમાં કુસ્તી ની સ્પર્ધા યોજાતી તેમાં પણ તેઓ ભાગ લેતા અને ખુબ જ સારું પ્રદશન આપતા હતા. તેના પત્નીએ પાંચ દીકરી અને ત્રણ દીકરાઓ ને જન્મ આપ્યો હતો. તેમાંથી હાલ એક દીકરી હયાત નથી. બાકી ના બધા દીકરી દીકરાઓ નિરોગી જીવન પસાર કરી રહ્યા છે. ગાંધીજીના યુગમાં થયેલ સત્યાગ્રહ ની લડાઈમાં પણ આ દાદા જોડાયા હતા.

image source

ખીમાભાઈએ જણાવ્યું કે,’ આટલી ઉંમર સુધી અડીખમ રહેવાનું કારણ છે મેં કયારેય હોટેલનું પાણી ચાખ્યું પણ નથી. બહાર જવાનું થાય ત્યારે હું સાથે ફળો લઇ જતો તે ખાઈ ને પેટ ભરતો હતો. તેના સ્વભાવમાં મીઠાશ, સારા વિચારો, સંતોષ અને ઈમાનદારી થી કમાયેલા પૈસાના કારણે તે હંમેશા ચિંતા થી દૂર રહ્યાં છે.

image source

દાદા નું એકસો વીસ વર્ષનું આયુષ્ય ખુબ જ સાદગીભર્યું રહ્યું છે. દરરોજ પોતાના કામ જાતે જ કરે છે, અને ખેતી પણ કરે છે. દાદા દરરોજ જ ભેંશ ને ચારો નાખવાનું અને અન્ય ખેતીના કામો કરી ગામમાં મોજ થી ફરવાનું કામ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ONLY GUJARAT)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!