આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં આવી શકે છે મેઘરાજાની સવારી

ગુજરાતમાં આજથી 5 દિવસ સારા વરસાદની આગાહી કરાઇ છે. કચ્છ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને લઇ આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શકયતા છે.

image source

આ ઉપરાંત 9 સપ્ટેમ્બરે વલસાડ, દમણ સહિતમાં વરસાદની શક્યતા છે. જ્યારે 10 સપ્ટેબરે ખેડા, વડોદરા, આણંદમાં વરસાદ પડી શકે છે. 11 સપ્ટેમ્બરે ગાંધીનગર, ખેડા, આણંદ સહિતમાં વરસાદની શક્યતા છે. એટલે કે ભાદરવા મહિનામાં સારો વરસાદ પડી શકે છે. અને આ મહિનામાં વરસાદથી ગુજરાતમાં વરસાદની ઘટ પૂરી થાય તેવું અનુમાન છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આવતીકાલથી ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગ દ્વારા આખા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે રાજ્યમાં હજુ સુધી ૧૬.૫૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૫૦% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

image source

હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ પ્રમાણે આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ.

૭ સપ્ટેમ્બર

વડોદરા, છોટા ઉદેપુર, ભરૃચ, સુરત, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ-દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

૮ સપ્ટેમ્બર

નવસારી, વલસાડ, ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, નર્મદા, ભરૃચ, સુરત, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

૯ સપ્ટેમ્બર

image source

જુનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, વડોદરા, ભરૃચ, સુરત, નવસારી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ ભારે વરસાદ પડી શકે છે.

૧૦ સપ્ટેમ્બર

ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, બોટાદ, દીવ, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

૧૧ સપ્ટેમ્બર

ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરત, નવસારી, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

image source

જો વાત તાપમાનનની કરીએ તો અમદાવાદમાં આજે ૩૫.૭ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં આગામી ૮થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અમદાવાદમાં સપ્ટેમ્બરમાં ૨૦૧૯માં કુલ ૧૩.૫૧ ઈંચ, ૨૦૨૦માં ૪.૭૦ ઈંચ વરસાદ નોંધાયો હતો.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વરસાદ ન પડવાની અનેક ડેમમાં પાણીના સ્તર નીચે ગયા હતા રાજ્યમાં અનેક ડેમોની સ્થિતિ તરયાઝાટક જોવા મળી રહી હતી ત્યારે ફરી મેઘરાજાએ મહેરબાન થતા અનેક ડેમોમાં નવા નીર આવ્યા છે, ખેડૂતોને પણ પાક માટે સિંચાઈનું પાણી મળ્યુંછે